Charchapatra

નિવૃત થતાં કર્મચારીઓને પેન્શન પેમેન્ટ ઑર્ડર મેળવવામાં ખુબજ તકલીફ પડે છે

ખાસ કરીને ખાનગી કંપનીઓમાં નોકરી કરતાં કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય છે, ત્યારે જે તે સંસ્થાના પર્સોનેલ અને એડમીનીસ્ટ્રેશન વિભાગ દ્વારા જરુરી કાર્યવાહી કરીને Employee Provident Fund Organization (EPFO) કચેરીને મોકલી આપે છે અને એ દસ્તાવેજોના આધારે પી.એફ.કચેરી દ્વારા નિવૃતિ બાદના પેન્શનની ગણતરી કરીને Pension Payment Order (PPO)  તૈયાર કરે છે અને એક નકલ જે તે કર્મચારીના ઘરનાં સરનામે કે સંસ્થામાં મોકલવાને બદલે વડોદરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માંડવી શાખામાં પીપીઓની બન્ને નકલ મોકલી આપે છે અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.બીજી તરફ માંડવી શાખા દ્વારા સ્ટેટ બેંકની લાગુ પડતી અન્ય શાખાઓમાં સમયસર પેન્શન પેમેન્ટ ઑર્ડરની નકલ મોકલવામાં આવતી નથી, આ કારણે કર્મચારીઓને પેન્શન પેમેન્ટ ઑર્ડરની નકલ મેળવવા માટે અહીં તહીંના ધરમધકકા થાય છે, પરંતુ પી.એફ.કચેરીના ઉચ્ચ અધિકારીઓ કે સ્ટેટ બેંકની માંડવી શાખાના બ્રાન્ચ મેનેજરોના પેટનું પાણી હાલતું જ નથી. આમ પી.એફ.કચેરી, વડોદરા તથા માંડવી શાખાના ગજગ્રાહ અને આડોડાઈને કારણે નિર્દોષ કર્મચારીઓને આંટાફેરા કરવા પડે છે. પી.એફ.કચેરીના અમલદારો કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહારનો વ્યાજબી જવાબ આપતાં નથી. આ બાબત ઉપર PF Office જરુરી વિચારણા કરીને પેન્શન પેમેન્ટ ઑર્ડરની એક નકલ નિવૃત્ત થયેલા કર્મચારીઓનાં ઘરે મોકલી આપે તો ઝડપથી પીપીઓની નકલ કર્મચારીઓને ઘરબેઠા મળી શકે.
પંચમહાલ- યોગેશભાઈ આર જોશીઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ક્યો પક્ષ ખર્ચ નથી કરતો?
તા.૧૬ નવેમ્બર ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં’ મોદીના બાદશાહી ખર્ચા તો જાણો ‘ એ શીર્ષક હેઠળનું શ્રી જીતેન્દ્ર પાનવાલાનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમના લખવાનો ભાવાર્થ એવો નીકળે છે કે મોદીજી સિવાયના જે તે વ્યક્તિ ચૂંટણી પ્રચાર કરે છે તેમનો ખર્ચ અત્યંત સામાન્ય અથવા નહીંવત્ હોય છે. એક માત્ર મોદીજી જ બાદશાહી ખર્ચા કરે છે. આ વાત સાથે મોટા ભાગનાં વાચકો સંમત થઈ શકે નહીં એવું આ લખનારનું માનવું છે. એ તો સ્પષ્ટ છે કે ચૂંટણી ટાણે દરેક પક્ષ પ્રચાર માટે ખર્ચા કરે જ છે અને તે બાદશાહી જ હોય છે. માટે એકલા મોદીજીનું નામ દઈને વાત કરવાનો કોઈ અર્થ નથી એવું હું સ્પષ્ટ માનું છું. દરેક પક્ષે ચૂંટણી ભંડોળ એકઠું કર્યું હોય જ છે અને તેમાંથી જ તેઓ ખર્ચ કરતા હોય એ સ્વાભાવિક છે. જે પક્ષ પાસે મોટું ભંડોળ હોય તે વધારે ખર્ચ કરે એટલે વૈમનસ્ય રાખીને લખવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી વર્તમાનપત્રોના સમાચાર પ્રમાણે જે બસો ભાજપે રોકી છે તે માટે ભાડા પેટે રૂ. બે કરોડની રકમ એસ. ટી. ને ચૂકવી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top