Charchapatra

ફૂટપાથ ઉપર રહેતાં લોકોની સલામતી કેટલી?

હાલમાં નજીકના દિવસમાં જ એક બનાવ બન્યો કે સુરતમાં ફૂટપાથ પર રોજેરોજની કમાણી કરતું એક કુટુંબ રહેતું હતું. એ જ કુટુંબમાંથી બે વરસની એક છોકરીને ખરાબ ઇરાદાથી એક ડમ્પરચાલક રાત્રે 2 થી 3 વાગે ઉઠાવી ગયો અને દૂર જંગલ ઝાડીમાં લઇ ગયો. પરંતુ કોઇ મહિલા પોલીસની અગમચેતીથી એ છોકરી તથા ડમ્પરચાલકને શોધી કાઢી, પરંતુ બહુ મોડું   થતાં છોકરીની હાલત બહુ ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઉપર આભ અને નીચે ધરતીના આધારે ફૂટપાથ પર રહેતા માણસોની સલામતી કેટલી? ઘણી વાર આ લોકો હિટ એન્ડ રનના પણ ભોગ બને છે. વાહનચાલકોની બેદરકારીથી ફૂટપાથ પરનાં લોકોને ઘાયલ કરી નાસી જાય છે. તેઓને ન્યાય પણ જલદી મળતો નથી. ઠેરઠેર રેનબસેરા ઊભા કર્યા છે. જેના ઘર નહિ હોય તેવાં લોકો રેનબસેરામાં રહી રોકાણ કરી શકે. આ રેનબસેરામાં સૂવાની રહેવાની વ્યવસ્થા સારી કરવામાં આવી છે. તેનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. આપણા દેશમાં હજી પણ બળાત્કાર વધતા જ જાય છે. ભગવાનના સ્વરૂપ બે વરસની બાળકીને પણ છોડતા નથી. ક્રૂરતાની હદ વટાવતા એવા લોકોને સજા પણ જલદી નથી મળતી. નિર્ભયા કેસ પછી પણ કાયદો લૂલો પાંગળો જ લાગે છે. જેથી પોતાની સલામતી માટે ફૂટપાથ પર રહેવું ભયંકર છે માટે આવાં લોકોએ રેનબસેરાનો ઉપયોગ કરવો જરૂરી બને છે.
સુરત               – કલ્પના વૈદ્યઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top