Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેર માં દરે વર્ષે ક્રિસમસનો તહેવાર 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે જેના પગેલ લોકો જોરશોરથી તૈયારી શરૂ કરી દે છે. ક્રિસમસ પર ખ્રિસ્તી સમાજના લોકો કેકથી લઇને ઘરની સાફ-સફાઇ અને મહેમાનની જમાવાની-પીવાની સુવિધા, ક્રિસમસ ટ્રીને તૈયાર કરવું ઘણી બધી તૈયારીઓ કરતાં હોય છે. ખ્રિસ્તીઓ માટે નાતાલનું મહત્વ ઘણું વધારે છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

દેશભરમાં ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. જ્યાં ક્રિસમસ ટ્રી અને લાઈટોની સાથે ઘરને સજાવવામાં આવે છે. અને પાર્ટીની પ્લાનિંગ પણ થવા લાગે છે. વડોદરા શહેર માં ક્રિસમસ ને લઈને જોરદાર તૈયારીઓ થઇ રહી છે. શહેર ના રોડ પર શાન્તાક્લોઝ ના વસ્ર સહીત ક્રીસમસ ટ્રી સહિત ની વિવિધ ચીજ વસ્તુઓ જોવા મળી રહી છે. અને પોતાના બાળકો માટે ઘુમ ખરીદી વાલીઓ કરતા નજરે પડે છે. ક્રીસમસનો તહેવાર નજીકમાં જ છે. તેની ઉજવણી માટે સમગ્ર દેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ચર્ચમાં વિશેષ પ્રાર્થના થશે
આ દિવસે ચર્ચોને ખાસ શણગારવામાં આવશે જેમાં લાઇટ્સ અને ખ્રિસ્તના જન્મને દર્શાવતા દ્રશ્યો સામેલ કરવામાં આવશે. આ પ્રસંગે લોકોને અભિનંદન પાઠવવામાં આવશે ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગીતો ગાશે અને ભેટની આપ-લે કરી ને એક બીજાને શુભેચ્છા પાઠવશે. તેમજ ચર્ચ માં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.-સેમીભાઈ, ખ્રિસ્તી ફતેગંજ

To Top