બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીક છાપર ગામનો ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ ૧૦ મહિના અગાઉ ગુમ (Missing) થયો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે...
મુંબઈ: (Mumbai) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પંચે અજિત પવારની આગેવાની...
સુરત: (Surat) શહેરના મગદલ્લા ખાતે રહેતી અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (Students) પોતાના જ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા...
પલસાણા: (Palsana) કડોદરામાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં પતિએ પત્ની (Wife) પર છરાથી હુમલો કરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. પોલીસે પત્નીની...
સુરત: (Surat) અબુધાબી ખાતે આગામી 14 ફેબ્રુઆરીએ નવનિર્મિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનો (Temple) મહંત સ્વામીના હસ્તે શુભારંભ થનાર છે. જે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના...
નવી દિલ્હી: એલોન મસ્ક (ElonMusk) વિશે એક મોટો ખુલાસો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ડ્રગ્સ (Drugs) લે છે....
નવી દિલ્હી: ફિલ્મ ‘ફાઇટર’ (Fighter) હાલ એક મોટા વિવાદમાં (Controversy) ફસાઇ છે. ફિલ્મના (Film) એક સીનમાં હૃતિક અને દીપિકા એરફોર્સનો (AirForce) યુનિફોર્મ...
ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામનો પરિવાર અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. જ્યાં ખેડબ્રહ્મા માર્ગ પર સુકાઆંબા ગામ (Village) નજીક...
રાજકોટ: (Rajkot) રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં...
હરદા: મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં આજે મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ઘાતક વિસ્ફોટ (explosion in crackers factory) થયો છે. ફટાકડાની ફેક્ટરી સોમેશ ફાયર...
*શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત થઇ એક વ્યક્તિ ફિનાઇલ પીવા મજબૂરબન્યો* શહેરમાં અનેક લોકો મજબૂરીવશ પોતાના બાળકોના અભ્યાસ, પુત્ર પુત્રીના લગ્ન...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Joda Nyaya Yatra) દરમિયાન તેઓ કાર ઉપર બેસીને કૂતરાને બિસ્કિટ (Biscuit)...
દેહરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami) સરકારે મંગળવારે બહુપ્રતિક્ષિત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું. આ બિલમાં લગ્ન, છૂટાછેડા...
નવી દિલ્હી: જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ (LokSabhaElection2024) નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં ફરી એક વાર યુનિફોર્મ સિવિલ કોડ (UniformCivilCode) અંગે...
સુરત: છેલ્લાં બે વર્ષ કરતા વધુ લાંબા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે...
રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે સ્કૂલ સંચાલક અને કોર્પોરેશનના અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર રચાતું હોવાના આક્ષેપ ( પ્રતિનિધિ ) વડોદરા તા.6...
સુરત(Surat): શહેરના સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) જાહેરમાં બાળકને જન્મ અપાતો હોવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. 108 એમ્બ્યુલન્સમાં, સ્ટ્રેચર પર અનેકોવાર સગર્ભાઓ બાળકને...
ભોપાલ(Bhopal): મધ્યપ્રદેશના (MP) હરદા (Harda) જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ (Fire after explosion in crackers factory) થયો છે. એક-બે નહીં, પરંતુ સતત...
સુરત(Surat) : શહેરના ઉમરા (Umara) વિસ્તારમાં આવેલા મંદિરમાં મહાદેવને (Mahadev) જીવતા કરચલા ચઢાવાની છે અનોખી માન્યતા. અહીંના રામનાથ ઘેલા મંદિરમાં (RamnathGhelaTemple) દર...
સુરત (Surat): છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાત (Gujarat) ભાજપમાં (BJP) એક પછી એક પત્રિકાકાંડ (PatrikaKand) બહાર આવી રહ્યા છે. આવા જ એક પત્રિકાકાંડમાં...
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પારિયા ફરાર થતા પોલીસ દોડતી થઈ : શારીરિક તકલીફ થતા તેને એસએસજી હોસ્પિટલના વોર્ડ 13 માં દાખલ કરવામાં...
સુરત (Surat) : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AI) સુરત એરપોર્ટ (SuratAirport) પર બર્ડ હિટ (BirdHit) અને એનિમલ હિટ (AnimalHit) રોકવા વર્ષે 50...
સુરત(Surat): મધ્યપ્રદેશથી (MP) આવતા સૂકા કળીદાર સૂકા લસણની (Dry Garlic) ડિમાન્ડ સામે માત્ર 40 ટકા સપ્લાય રહેતાં ભાવો આસમાને પહોંચ્યા છે. આદુ,...
ઉમરેઠ તા.5ઉમરેઠના વણસોલ ગામમાં આવેલા વિવાહ પાર્ટી પ્લોટમાં ત્રાટકેલા તસ્કરાએ લગ્ન સમારંભની વિધિ દરમિયાન જ રોકડા, દાગીના સહિત રૂ.11.85 લાખના મુદ્દામાલ ભરેલો...
આણંદ તા.5આણંદ તાલુકાના નાવલી – નાપાડ રોડ પર દહેમી ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રણ બાઇક...
આણંદ, તા. 5આણંદ, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કેઆણંદ જિલ્લાના એક...
નડિયાદ, તા.5નડિયાદ નગરપાલિકાની માલિકીની દુકાનો ખાલી કરાવવાના ઠરાવથી વેપારીઓ ગિન્નાયા છે. આ અંગે સોમવારે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાની...
આણંદ તા.5આણંદના મોગર ગામમાં આવેલી ખાનગી કંપની પર કબજો જમાવવા 40થી 50 વ્યક્તિનું ટોળું ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ...
આપણાં તમામ સરકારી તંત્રો પોથીમાંનાં રીંગણાં જેવાં છે. જ્યારે બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે એકબીજાનાં મેળાપીપણામાં તથા એકબીજાંની મીલીભગતથી બધું સુમેરે ચાલ્યાં...
એક દિવસ રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, ‘આપણી પ્રજા અને નગરને સુખી બનાવવા માટે આપણે તેમને બધી સગવડો આપીએ છીએ.બધાને ભોજન મળે..ઘર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીક છાપર ગામનો ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ ૧૦ મહિના અગાઉ ગુમ (Missing) થયો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં તેનું મર્ડર થયાનું સામે આવ્યું હતું. પોલીસે અમલસાડ રેલવે ટ્રેક નજીકની અવાવરુ સરકારી જગ્યામાંથી દફન કરાયેલો મૃતદેહ શોધી કાઢી ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસને સતત હાથતાળી આપતા મુખ્ય સૂત્રધાર કલ્પેશ છગનભાઇ પટેલ (આંતલીયા)ની ૨૮મી જાન્યુઆરીનાં રોજ દમણથી બાતમીના આધારે ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોટે ૭/૨/૨૦૨૪ એટલે કે ૯ દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. તેના રિમાન્ડ દરમિયાન પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જેને કોર્ટ સમક્ષ રજુ કરી જેલમાં ધકેલાયો છે.
ગણદેવી તાલુકાનાં છાપર ગામે રહેતો ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલ (૨૯) મારામારીનાં કેસોને પગલે જિલ્લામાંથી તડીપાર હતો. દરમિયાન સાત મહિના અગાઉ ગત ૬/૪/૨૦૨૩ના રોજ સવારે પોતાની માતાને મળવા પહોંચ્યો હતો. જેના બીજા દિવસથી તેનો ફોન બંધ આવવા સાથે એકાએક રહસ્યમય ગુમ થયો હતો. જેની શોધખોળ બાદ માતા સીતાબેન પટેલે બીલીમોરા પોલીસ મથકે પુત્રના ગુમ થયાની ફરિયાદ આપી હતી. મૃતક ભૌતિકનો મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર લક્ષમણ ટંડેલ શંકાનાં દાયરામાં આવ્યો હતો.
જેની ઉલટ તપાસ કરતા આંતલીયાનાં કલ્પેશ છગન પટેલે ભૌતિકને મારી નાંખવા પાંચ કરોડની સોપારી આપી હોવાની વાત સામે આવી હતી. જે બાદ ગત ૬/૪/૨૦૨૩એ હર્ષ સિકંદરે ભાવુને ગણદેવી ચાર રસ્તા નજીક દેવકૃપા એપાર્ટમેન્ટમાં મનીષ ઉર્ફે ગુડુ પાઠકનાં ભાડાના ફ્લેટમાં બોલાવ્યો હતો. બીજા દિવસે ૭/૪/૨૦૨૩નાં રોજ વહેલી સવારે હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ અને આદર્શ ચંદ્રકાન્ત પટેલે તલવાર અને ચપ્પુથી ઊંઘી રહેલા ભાવુને રહેંસી નાંખ્યો હતો. અમલસાડ રેલવે ટ્રેકની બાજુમાં ભૂતબાપા સામે પડતર જગ્યામાં ખાડો ખોદી હત્યાની બીજી રાત્રે લાશ લઈ જઈ દફનાવી દીધી હતી.
આ કબૂલાતને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે ખોદકામ કરાવતા હાડકાં, ખોપરી, જીન્સ પેન્ટ, બેલ્ટ, શર્ટ, જમણા હાથે બાંધેલો કાળો, લાલ દોરો અને બે હાડકા ઉપર પ્લેટ મળી આવી હતી. મૃતક ભાવુની માતાએ ઓળખ કરી હતી. પોલીસે હત્યાને અંજામ આપનારા આરોપી હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઇ ટંડેલ, મનિષ ઉર્ફે ગુડ્ડ રંગનાથ પાઠક, સતિષ વિનોદભાઇ પટેલ, ગીરીશ રંગનાથ પાઠક, મીગ્નેશ કિશોરભાઇ પટેલ, વિશાલ અશોકભાઇ હળપતિ (તમામ રહે. અમલસાડ)ને જેલભેગા કર્યા હતા.
પોલીસ પકડથી બચવા સતત હાથતાળી આપતા સોપારીબાજ કલ્પેશ છગનભાઇ પટેલની ૨૮’મી જાન્યુઆરીનાં રોજ દમણથી ધરપકડ કરાઈ હતી અને ગણદેવી કોર્ટમાં રજૂ કરાતા ૭/૨/૨૦૨૪ સુધીનાં ૯ દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. રીમાન્ડ દરમિયાન વધુ એક સાગરીત તુષાર ઉર્ફે તુલસી કેશવભાઈ પારગી (રહે.આંતલીયા પંચાયત સામે)નું નામ સામે આવ્યું હતું. પોલીસે તેની સોમવારે ધરપકડ કરી હતી અને મંગળવારે કોર્ટમાં રજૂ કરતા સબજેલમાં ધકેલાયો છે.
અન્ય એક આરોપી ભારત છોડી નાસી છૂટ્યો હોવાની શક્યતા
જો કે હજી આ મર્ડર કેસમાં અન્ય આરોપી આદર્શ ચંદ્રકાંત પટેલ (રહે.માછીયાવાસણ) હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને કહેવાય છે કે તે ભારત બહાર નાસી છૂટ્યો છે, જેની ચીખલી પીઆઇ ભાગ્યેશ ચૌધરી તપાસ કરી રહ્યાં છે.