Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા ભાજપાના વોર્ડ 4 ના જાગૃત કાઉન્સિલર વિનોદ ભરવાડ દ્વારા આજે પાલિકાના એક ડમ્પર અને મીની જેસીબી ના ડ્રાઇવરને ડીઝલ ચોરીના આક્ષેપ સાથે પકડ્યા હતાં અને કાઉન્સિલર વિનોદ ભરવાડ દ્વારા ડ્રાઈવરને પૂછપરછ કરતા તેઓને શંકા જતા
તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા.
વિહકલ પુલ અને વોર્ડ ઓફીસોમાં ડીઝલ ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાનો કાઉન્સિલર વિનોદ ભરવાડે આક્ષેપ કર્યો હતો.


જોકે વિહકલ પુલ અધિકારી જગદીશ ભાંભોર એ ધર્મેશ રાણા સાથે સંકલન કરી સ્થળ તપાસમાં વિહકલ પુલના ડ્રાઇવર મોહમ્મદ સલમાનને ક્લીન ચિટ આપી હતી.

આજરોજ વડોદરા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે જેસીબી અને મીની ડમ્પર ઊભા રહેલા જોઈએ જાગૃત નાગરિક કાઉન્સિલર વિનોદ ભરવાડને શંકા જતા ડ્રાઇવર ની પૂછપરછ કરી હતી તેઓ ત્યાં વિકલ્પોમાંથી પુરાવેલ ડમ્પર અને જીસીબી માંથી ડીઝલ કાઢતા હોવાનું કાઉન્સિલરનું કહેવું છે તેઓએ ફોટા અને વિડિયો પણ ઉતારેલો હતો તેઓએ ડ્રાઇવરને પૂછતા જણાવવામાં આવ્યું હતું કે ડીઝલ ખૂટી જતા અમે કારબામાં લઈને આવેલ હોય અમે ડમ્પરમાં ડીઝલ પૂરી રહ્યા છે કાઉન્સિલર વિનોદ ભરવાડ તેઓને કહ્યું હતું નજીકમાં વોર્ડ પાંચની ઓફિસ છે તમે ત્યાં જઈને કેમ તમારા વાહનમાં ડીઝલ નથી પૂરતા તેઓએ વાહનમાં તપાસ કરતા 15 L ડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું કાઉન્સિલર વિનોદ ભરવાડએ જણાવ્યું હતું 15 L ડીઝલમાં તમે પરત વિકલ્પ પહોંચી શકો એમ હતું તે છતાં અંધારામાં ઊભા રહી ખૂણામાં ઊભા રહી એકાંત જગ્યાએ ઊભા રહી ડીઝલ પૂરો છો કે કાળો છો ?ડ્રાઇવરએ બરાબર જવાબ ન આપતા તેઓએ તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા સ્થળ પર આવી પહોંચેલા અધિકારીઓએ જોતા 15 લિટર ડીઝલ વાહનમાં હતું એ નક્કી થઈ ગયું હતું વિહકલ પુલ અધિકારી જગદીશ ભાંભોર એ ધર્મેશ રાણા સાથે સ્થળ વિઝીટ કર્યા પછી ડ્રાઇવરને ક્લીન ચીટ આપી દીધી હોય જણાવ્યું હતું જાગૃત કાઉન્સિલર વિનોદ ભરવાડ તેઓને દંડની કાર્યવાહી કરવા કહ્યું ત્યારે અધિકારીઓએ જણાવ્યું આપ પોલીસ ફરિયાદ કરો ત્યાર પછી અમે એક્શન લઈશું ,આ પરથી એવું દેખાઈ આવે છે તમામ લોકો અધિકારીઓ મળેલા હોય કટકી ખાતા હોય એવું દેખાઈ આવે છે વિહકલ પુલમાં આ પહેલી વખત બનાવ બન્યો નથી એવું વિનોદ ભરવાડનું કેવું છે ,વિકલ્પોના ડીઝલની ચોરી ઓ થાય જ છે હવે ખુલ્લેઆમ થવા લાગી છે અને અધિકારીઓ એલોકોને સાથ આપે છે જેથી મીલી ભગતની શંકા જાય છે.

To Top