Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) 15 મે ના રોજ ન્યૂઝક્લિકના (Newsclick) સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને (Prabir Purkayastha) મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, કે જેઓની ગયા વર્ષે 3 ઓક્ટોબરે ચીનમાંથી ફંડિંગના આરોપમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી (Hearing) કરતા કોર્ટે દિલ્હી પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે દિલ્હી પોલીસની કાર્યવાહીને અમાન્ય ગનાવી હતી.

અગાવ પુરકાયસ્થે રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચાઈનીઝ ફંડિંગને લઈને UAPA હેઠળ તેમની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે બુધવારે આ મામલે ચુકાદો સંભળાવ્યો હતો.

પ્રબીર પુરકાયસ્થની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે દિલ્હી પોલીસે પુરકાયસ્થની ધરપકડ બાદ તેમના વકીલને જાણ કર્યા વિના તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની ઉતાવળ કેમ કરી? જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પુરકાયસ્થના વકીલને રિમાન્ડ અરજી આપવામાં આવે તે પહેલાં જ રિમાન્ડનો ઓર્ડર કેવી રીતે પસાર થઈ ગયો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો
બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ, ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આ કેસમાં ધરપકડ અને રિમાન્ડને પડકારતી પુરકાયસ્થની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેમજ કોર્ટે પ્રબીરની ધરપકડની રીત ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.

પ્રબીરની ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી
પ્રબીર પુરકાયસ્થ પર ન્યૂઝક્લિક પોર્ટલ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચીન પાસેથી ભંડોળ મેળવવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. આ મામલે સુનાવણી દરમિયાન પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

પ્રબીર પર શું આરોપો હતા
દિલ્હી પોલીસની એફઆઈઆર અનુસાર, ન્યૂઝક્લિક પર ચીની પ્રચાર ફેલાવવાનો અને દેશના સાર્વભૌમત્વને જોખમમાં મૂકવાનો આરોપ હતો. આ સિવાય પુરકાયસ્થ પર પીપલ્સ અલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ સાથે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ હતો.

To Top