Top News

More Posts

   The Latest

Most Popular



હાલોલ નગરમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન અગનગોળા વરસાવતા સૂર્યદાદાના પ્રકોપ વચ્ચે કાળઝાળ ગરમીમાં નગરજનો શેકાયા હતા . જેમાં સમગ્ર દિવસ ગરમી પડ્યા બાદ સાંજે એકાએક મોસમનો મિજાજ બદલાયો હતો અને મોડી સાંજે 6:30 થી 7:00 વાગ્યાની આસપાસ તેજ ગતિ સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો. એકાએક તોફાની પવન સાથે વાદળોના ભયંકર ગડગડાટ વચ્ચે એકાએક વરસાદી માહોલ જામ્યો હતો અને ધમાકેદાર અંદાજમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સાથે જ વરસાદ તૂટી પડ્યો હતો .જેમાં એકાએક વાતાવરણમાં બદલાવ આવી જોરદાર તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. રોડ, રસ્તાઓ અને બજારોમાં આવેલા વિવિધ સ્થળોએ લાગેલા બેનરો,પડદા તેમજ લારી,ગલ્લા ઉપરના તાડપત્રીના પ્લાસ્ટિક અને છાપરા હલક ડોલક થઈ ઉડવા લાગ્યા હતા. જ્યારે ભારે તેજ પવનને પગલે મુખ્ય રોડ રસ્તાઓ સહિત બજારોમાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. સોસાયટીઓ અને ફળિયા ગલી મોહલ્લાઓમાં પણ ભારે પવન અને એકાએક ટુટી પડેલા વરસાદના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ભારે તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા નગર ખાતે થોડીક જ ક્ષણોમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતા નગર ખાતે અંધારપટ છવાયો હતો . એક તરફ વરસાદ બીજી તરફ તોફાની પવન તેવા સંજોગોમાં અંધારપટને લઈને લોકોમાં બિહામણુ વાતાવરણ સર્જાતા ભય અને ફફડાટ ફેલાયો હતો. વીજળીના કડાકા ભડાકા વીજળીના ચમકારાને લઈને લોકો ધ્રુજી ઉઠ્યા હતા. જેમાં થોડાક સમય સુધી વરસાદ ખાબકયા બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ લાંબો સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકો માવઠા પછી ઉત્પન્ન થયેલી ગરમી અને બફારાને લઈને અકળાઈ ઉઠ્યા હતા. ગરમીમાં પોતાના મકાનોમાં વરસાદી માવઠાની પગલે અનુભવાતા બફારા અને કાળઝાળ ગરમીમાં શેકાતા નજરે પડ્યા હતા અને વીજ કંપની સામે પોતાનો રોષ ઠાલવતા નજરે પડ્યા હતા . જ્યારે થોડા સમય સુધી ભારે તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નગરના હાર્દસમા સ્ટેન્ડ વિસ્તારમાં મુખ્ય રોડ રસ્તા પર પાણી ભરાવાની પણ શિકાયત ઉઠવા પામી હતી. જ્યારે એકાએક પડેલા ભારે પવન સાથેના વરસાદને કારણે સમગ્ર હાલોલનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું હતુ.

To Top