Top News

More Posts

   The Latest

Most Popular

જો શાસનકર્તા પક્ષ દેશ વિરોધી અને ખોટી કામગીરી પ્રવૃત્તિ કરતું હોય તો એનો કાન આમળવામાં આવે તો કોઇને પણ વાંધો ન હોય શકે પરંતુ શાસનકર્તા પક્ષ જો દેશ હિતનું કામકાજ કરતો હોય તો વિરોધ પક્ષે તેની પ્રશંસા કરી તેને સાથ સહાર આપવો જોઇએ. હાલમાં તો વિરોધપક્ષ શાસનકર્તા પક્ષની ભૂલ જ શોધે અને એને સત્તા પરથી ઉખેડી કાઢવાનું કામકાજ કરી રહ્યો છે અને શાસકપક્ષ વિરોધ કરતો હોય તેવું લાગે છે. વાસ્તવમાં બંને પક્ષે ભેગા થઇ પ્રજાના કલ્યાણ માટેના કામો કરવા જોઇએ. આ તો એકબીજા ઉપર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ ચાલતી હોય એવું લાગે છે. હવે પ્રજાએ સુધારો ભાઇ સુધરો એવું નેતાઓને કહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. દરેક પોતાની જાતે પોતાને સાચો કહે છે અને બીજાને ખોટો કહે છે.
મહેશ નાયક           -નવસારી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

દોરંગી દારૂબંધી
સાડા છ દાયકામાં ગુજરાતની દારૂબંધીએ એવો વિકાસ કર્યો છે કે તેની ડ્રગના હબ તરીકે વૈશ્વિક નામના થઈ ગઈ છે. ગીફટ સીટી સ્માર્ટ સિટીમાં ડોલરીય વિદેશી દારૂ લાડકા અને સ્વદેશી દેશી દારૂ પારકા હોય તેમ સાવ અછૂત ચાલ છે રંગી નીતિને માટે નવું નીતિ આયોગ પણ મુગું મંતર થઈને સત્તા જિહાદ માટે કામ કરે છે.
ધરમપુર  – ધીરૂમેરાઈ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top