Top News

More Posts

   The Latest

Most Popular

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા મોટી છીપવાડમાં ઘોઘારાણા શેરી છે. શેરીમાં ગોરબાઈ માતાના મંદિરમાં નિઃસંતાન ભક્તો સંતાન માટે બાધા રાખે છે. માટે ભક્તો મંદિર પરિસરમાં આવેલા 64 જોગણી માતાના ખંડ પાસે આસો સુદ સાતમના રોજ આવે છે. તે સમયે મંદિરમાં માતાજીને 64 ખંડ પૂરવામાં આવે છે. તે સમયે નિઃસંતાન મહિલા માતાજી પાસે ખોળો પાથરી બાધા લે છે કે હે માતાજી મારા ઘરે સંતાન થાય તો રિવાજ પ્રમાણે તારો પ્રસાદ ગ્રહણ કરીશ. ત્યાર બાદ જ્યારે મહિલાની કૂખે સંતાન થાય ત્યારે ફરી આસો સુદ સાતમના રોજ ફરી માતાજીને ભરાતા 64 ખંડમાં ઉપસ્થિત રહે છે અને બાધા પૂર્ણ કરે છે.

માતાજીના મુખે મૂકેલું પાનનું બીડું જાતે પડી જતું હોય છે. ત્યાર બાદ નક્કી કરેલા પરિવાર દ્વારા કોરડા વીંઝવામાં આવે છે. દર વર્ષે સેંકડો ભક્તો કોરડા ખાઇને પોતાની માનતા પૂરી થયાનો સંતોષ અનુભવે છે. કોરડા મારનાર પરિવારના છોકરાઓએ જાતે કોરડા ખાવા પડે છે. પછી તેમને કોરડા મારવાની પરવાનગી અપાય છે. પૌરાણિક ગોરબાઇ માતાના મંદિરે સાતમની મોડી રાત્રે નરભેરામ કોરડાવાલા હાથે કોરડા મારવાની પરંપરા ચાલતી આવેલી. ત્યાર બાદ નવીનચંદ્ર લાલવાલા અને હાલમાં વિપુલભાઈ લાલવાલા કોરડા મારવાની પરંપરા વહન કરી રહ્યા છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top