આણંદ: રાજયના ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે ઇન્ડિયા @ ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાષ્ટ્ર–રાજયવ્યાપી...
સંતરામપુર : સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોનાની રસી મુકવાનો બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે. કોરોનાની રસીકરણના પ્રથમ તબકકામાં સંતરામપુર...
સુરત: સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.....
વડોદરા : પાખંડી જયોતિષિઓના ચૂંગાલમાં ફસાવીને સોની પરિવારના 33 લાખ રૂિપયા ખંખેરી લેનાર ટોળકીના બે સાગરિતોને સમા પોલીસ રાજસ્થાનથી ઝડપી લીધી હતી....
વડોદરા : આજે નર્મદા અને શહેરી િવકાસ મંત્રી યોગેશ પટેલે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મિડિયા સાથેની વાતચીતમાં તેમણે શિવજી...
ખેડૂત આંદોલન ( FARMER PROTEST) પર બેઠેલા ખેડુતોને 100 દિવસથી વધુ સમય થયો છે પરંતુ સરકાર સમક્ષ નમવાનો ખેડુતોનો નિર્ણય નબળો પડતો...
શહેરભરમાં રાજમાર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ વર્ષોથી શહેરીજનોને હેરાન પરેશાન કરે છે. મનપાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા આવે છે તે પહેલા...
વડોદરા : વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી પાયલ પાર્ક 1 ના રહીશોએ બીજી સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી દરમિયાન તેઓની સોસાયટી તરફ...
વડોદરા : સંસ્કાર નગરી વડોદરા મા સુશાસન કે અનુશાસન- વ્યવસ્થાના મુળમા જોતા શહેરના વહીવટી તંત્રના મુળમા બે મુખ્ય અધિકારી છે. સ્વચ્છતા સુંદરતા...
વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતો ની સુરાવલી સરિતા મધ્યે...
સનાતન ધર્મનું સાચું સ્વરૂપ અનેક સંપ્રદાયોમાં વહેચાયેલો હોવાથી એકેશ્વરવાદઇઓના હાથે મશ્કરીના પાત્ર બનેલા સનાતન ધર્મનું સાચું સ્વરૂપ શું હોઈ શકે તે અનુપ...
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ના અનુસાર, આજે હૃદય રોગ એ વિશ્વભરના મોટાભાગના લોકોના મૃત્યુનું સૌથી મોટું કારણ છે. એક નવા અધ્યયનમાં દાવો...
આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે....
દિવસે ને દિવસે છૂટાછેડાના પ્રમાણ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં આવા કેસનો ભરાવો થતો જાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાનાં તાર વેરવિખેર...
કોરોનાની રસી આપવાની શરૂ થઇ છે અને કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે તે જોતા દેશમાં આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળેલ...
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક સભામાં કહયું છે કે અધિકારીઓ વાત નહિ સાંભળે તો દંડાથી મારો. પ્રધાનની ભાષા બીનપાર્લામેન્ટરી છે. જે ના બોલાવી...
NEW DELHI : એલપીજી સબસિડી: એલપીજી સિલિન્ડર ( LPG CYLINDER) ના ભાવ 7 વર્ષમાં બમણા થયા હોવા છતાં, એલપીજીનો ઉપયોગ ઓછો થવાને...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના નંદિગ્રામ ( NANDIGRAM) માં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMATA BENARJI) પર થયેલા કથિત હુમલા...
પાલ-અડાજણ-પાલનપુર રોડ રાંદેર રોડ વિસ્તારોમાં ફાટીને ધૂમાડે ચડેલા યુવાનો જાહેર માર્ગ ઉપર અત્યંત સ્પિડમાં બાઇકો ભગાવે છે. જાહેરમા બીજાના જીવ જોખમમા મુકે...
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો …..વરસાદ અટકવાનું નામ જ ન લેતો હતો…રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં આઠથી...
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આદિવાસી શબ્દ અદ્રશ્ય છે. હાલમાં ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ખાસ કરીને આદિવાસી મતવિસ્તારોમાં પણ...
જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે બે દિવસનો તાલીમ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અમલથી હાલની શિક્ષણ પ્રણાલીમાં માળખાકીય અને ગુણાત્મક ફેરફાર આવશે. તેમાં ઘણી કંપનીઓ શામેલ થશે, તેમના સ્વરૂપમાં...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) ના ઔરંગાબાદમાં પણ લોકડાઉન ( LOCK DOWN) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સપ્તાહના અંતે એટલે કે શનિવાર...
અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત એવા આ...
સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટની ગતિવિધિઓથી શહેરમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે...
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોવિડ-19 માટે પોઝિટિવ આવનારા કુલ દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ મુંબઇની હાઇરાઇઝ ઇમારતોમાં રહે છે. જ્યારે બાકીના 10...
દેશમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્રના પૂણે જિલ્લામા& શાળા અને કૉલેજો 31મી માર્ચ સુધી બંધ કરવા આદેશ...
આજે તા.12મી માર્ચના રોજ રાજ્યમાં કોરોનાના નવા 715 કેસો નોંધાયા છે. તેમાંયે સુરત મનપામાં 183 કેસો અને અમદાવાદ મનપામાં 141 કેસો નોંધાયા...
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના આકાશમાં ઊડતી રકાબી (યુએફઓ ) દેખાઈ હોવાના વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ...
ખડગેના નિવેદન પર સુરત ભાજપનો તીખો પ્રહાર“ ગુજરાતીઓનું અપમાન કરનારને પ્રજા આપશે જવાબ”
આજવા રોડના એકતાનગરમાં લગ્નમાં ધીંગાણું મચાવનાર 11 તોફાનીઓ ઝડપાયા
કાટમાળમાં સપડાયેલી વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યૂ
ઇસરોડીયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ: રૂ. 2.64 લાખના 22 છોડ સાથે ખેતર માલિક ઝડપાયો
મુસાફ઼િર હી મુસાફ઼િર હર તરફ઼ હૈંમગર હર શખ઼્સ તન્હા જા રહા હૈ- અહમદ નદીમ ક઼ાસમી
આઈ ચેટબોટના અતિરેકથીમૌલિક વિચારો આવતા અટકે છે
આરબીઆઈ MPC બેઠકનો મોટો નિર્ણય
આંતરરાષ્ટ્રીય રમત દિવસ
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રહાર : ૪,૦૦૦થી વધુ મોત, ₹૫૪.૮૮ લાખ કરોડનું નુકસાન
શું શહબાઝ શરીફે ભૂલથી ‘ડ્રાફ્ટ’ પોસ્ટ કરી દીધો?
આરબ રાષ્ટ્રો ટ્રમ્પના ATM!
સોનાં-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો : સીઝફાયર બાદ બુલિયન માર્કેટ ગરમાયું
ગોધરાના ચકચારી રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ જભા મહારાષ્ટ્રના ભિવંડીથી ઝડપાયો
શાપિત સૌદર્યની શાનદાર રાજકુમારી પરવીન બાબી
યુએસ-ઈરાન સીઝફાયરનો અસર : સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, તેલના ભાવ ઘટતાં બજારમાં તેજી
સમતુલન
સુરત પોલીસની મોટી સફળતા: ૪ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરનાર હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો પર્દાફાશ, ગણતરીના કલાકોમાં માસૂમનો છુટકારો
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે
વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન
યુદ્ધ રોકનારી એ 90 મિનિટ: જાણો કેવી રીતે છેલ્લા ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે વિનાશક ટકરાવ ટળ્યો
સંજુની ચર્ચા
દીપિકા પાદુકોણે રણવીર સિંહની ‘ધુરંધર 2’ પર મૌન તોડ્યું
વિવિધ ભારતીકી ગીતમાલા
સૌરવ ગાંગુલીનો અજીત અગરકરને ઈશારો: “મોહમ્મદ શમીને ફરી ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈએ”
કેરળ અને આસામમાં મુસ્લિમોના મસીહા કોણ? બદરૂદ્દીન અજમલની રાજકીય કારકિર્દીની સૌથી મોટી કસોટી
આર્ટેમિસ-II મિશન ભવિષ્યના મોટા અવકાશ સાહસો માટેનો પાયો બની રહેશે?
”પાતાળમાં છુપાશો તો પણ શોધી લાવીશું”: પવન ખેડાના ‘ગુમ’ થવા પર સીએમ હિમંતા બિસ્વા સરમાની કડક ચેતવણી
શું ટ્રમ્પ હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ સમાપ્ત કરી શકે છે?
વેકેશન વિદ્યાર્થીઓનાં મુક્ત શિક્ષણનો આધાર બને છે
ચાલવાથી
આણંદ: રાજયના ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે ઇન્ડિયા @ ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાષ્ટ્ર–રાજયવ્યાપી શૃંખલા અન્વયે ૯૧ વર્ષ બાદ જીવંત થઇ ઉઠેલી દાંડીયાત્રાના સાક્ષી બન્યા હતા.
મંત્રી સૌરભભાઇ પટેલે દેશની નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાની જાણકારી આપવી એ આપણી નૈતિક જવાબદારી હોવાનું સ્મરણ કરી ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી અને સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા કહ્યું હતું.
મહામૂલી આઝાદીને આત્મસાત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમલી બનાવેલા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કર વધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકીએ તેવો પ્રસ્તાવ મોકલ્યો હતો.
પરંતુ વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરતાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની આ ચળવળ હતી. જે તા. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂધ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં મહાત્મા ગાંધીજીએ પોતાના ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી જે ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. અને તા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો હોવાની આાજની પેઢીને જાણકારી આપી હતી.
સૌરભભાઇ પટેલે કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આવી પહોંચીને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ મંત્રી સૌરભભાઇ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ, જિલ્લા પોલિસ અધિક્ષક અજીત રાજયન, જિલ્લા અગ્રણી વિપુલાભાઇ પટેલ અને રાજેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઇ પટેલ, કરમસદ નગરપાલિકાના પ્રમુખ નિલેશભાઇ પટેલ સહિત કાઉન્સિલરો, અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.