રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં 1 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત રાજયમાં છેલ્લા બે દિવસમાં 2 મોત નોંધાયા છે. જેના પગલે રાજયમાં કુલ મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. જયારે કોરોના પોઝિટિવ હોય તેવા કેસોની સંખ્યા પણ વધીને 186 સુધી પહોંચી જવા પામી છે.
આજે દિવસ દરમ્યાન સુરતમાં હાયપર ટેન્શનની બિમારી ધરાવતા 65 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું હતું. જયારે કોરોનાએ જામનગરમાં એક 14 માસના બાળકનો પણ ભોગ લીધો હતો. આ સાથે રાજયમાં મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજયમાં 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , સુરતમાં 1 અને ભાવનગરમાં 4 કેસો નોંધાયા છે. આ તમામ કેસોમાં લોકલ ટ્રાન્સમિશન થયું છે. આ સાથે રાજયમાં કોરોના પોઝિટિવ લક્ષણો હોય તેવા કેસો વધીને 186 સુધી પહોચી જવા પામ્યા છે.
121 દર્દીઓને સ્થાનિક ચેપ લાગ્યો
186 પોઝિટિવ કેસો પૈકી અમદાવાદમાં 83, સુરતમાં 23, રાજકોટમાં 11, વડોદરામાં 18 , ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 18, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2 , પોરંબદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 1 અને સાબરકાંઠામાં 1 એમ કુલ 186 કેસોનો સમાવેશ થાય છે. રાજયમાં આ 186 કેસો પૈકી 121 કેસોમાં લોકલ ટ્રાન્શમીશન થયુ છે.જયારે 33 દર્દીઓની હીસ્ટ્રી વિદેશ પ્રવાસની છે.આ ઉપરાંત 32 દર્દીઓએ આંતર રાજય પ્રવાસ કર્યો છે.
12,299 લોકોને ક્વોરન્ટાઇન કરાયા
186 દર્દીઓ પૈકી હાલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 143 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. સારવાર આપીને રાજયભરમાંથી 25 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજયમાં કુલ 16 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજયમાં 12,299 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. જેમાંથી 11173 લોકોને હોમ ક્વોરન્ટાઇન, સરકારી હોસ્પિટલમાં 952 લોકોને અને 174 લોકોને ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. સરકાર હસ્તકની જુદી જુદી હોસ્પિટલમાં 4224 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાંથી 186 લોકોના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. 3905 લોકોના ટેસ્ટ નેગેટિવ અને હજુયે 133 રિઝલ્ટ પેન્ડિંગ છે.
કલસ્ટર નિયંત્રણમાં લેવા રણનીતિ
જયંતિ રવિએ કહ્યું હતું કે રાજયમાં સુરતમાં 5 કલસ્ટરમાં 51 ટીમ સાથે 30,850 લોકોનો સર્વે કરીને અહીં સધન સર્વે હાથ ધરવામા આવશે.હાઈ રીસ્કવાળા દર્દીઓને શોધીને તેઓને નિદાન અ સારવાર પણ આપવામા આવશે. તેવી જ સમગ્ર રાજયમાં સુરત સહિત 44 કલસ્ટરમાં 121 તબીબી ટીમ દ્વ્રારા 99321 લોકોનો સર્વે કરાશે.આ કલસ્ટરોમાં સંપૂર્ણ લોકડાઉનનો પમ અમલ કરવામા આવશે.