સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
સંસદમાં SIR પર ચર્ચા થઈ શકે નહીં, અમિત શાહે કારણ સમજાવ્યું
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં પોઝીટીવ કેસો વધી રહ્યા છે. રાંજ્યમાં પણ પોઝીટીવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાને પગલે 2 મોત પણ થઈ ચુક્યા છે ત્યારે તંત્ર વધુ સાવધુ બની રહ્યું છે. પરંતુ શહેરીજનો કોરોનાને હજી ગંભીરતાથી લઈ રહ્યા નથી. લોકોને જરૂરી સામાન લેવા જવા માટે કોઈ પાબંધી નથી પરંતુ સોશીયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે જણાવાયું છે. પરંતુ લોકો તે સમજવા જ તૈયાર ન હોય તેમ ભીડ કરી રહ્યા છે. જેને પગલે આજે એ.પી.એમ.સી માર્કેટ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાયું છે. ત્યારે રવિવારે સવારમાં ઝાંપાબજારમાં ચીકન, મટન લેવા માટે લોકોની ભીડ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
એકબાજુ તંત્ર, પોલીસ તમામ લોકડાઉનની પરિસ્થિતિ જાળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ શહેરીજનો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. સોસાયટીઓમાં પણ લોકો ટોળા કરીને બેસી જતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેમજ માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. રવિવારે એ.પી.એમ.સી માર્કેટ બંધ થવાની જાહેરાત થતા જ લોકો ઝાંપાબજારમાં ચીકન,મટન લેવા ઉમટ્યા હતા. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત શહેરમાં કુલ 13 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને 2 મોત થયા છે.