સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી...
સુરત: (Surat) મેટ્રો રેલના (Metro Rail) ખાતમુહૂર્ત સાથે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ટ્રાફિકથી ધમધમતા સુરતે વધુ એક હરણફાળ ભરી છે. ત્યારે સુરતમાં...
સુરત: (Surat) ખંભાતના અખાતમાં લીક થયેલા ઓઇલને લીધે દક્ષિણ ગુજરાતમાં હજીરાથી લઇ મગદલ્લા (Hajira To Magdalla) સુધી અને મગદલ્લાથી તાપી નદીના શહેરી...
સુરત: (Surat) સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન(SGTPA)ની સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં છેલ્લા બે મહિનાથી ડાઇંગ પ્રોસેસિંગ (Dyeing processing units) ઇન્ડસ્ટ્રીના રો-મટિરિયલ્સમાં સતત...
દેશમાં કેરોનાના ચેપ (CORONA INFECTION) માં ઘટાડો થતાં, રસીકરણની શરૂઆતથી બીજી તરંગ (WAVE)નું જોખમ ટળી જશે. યુ.એસ. સહિતના તમામ યુરોપિયન દેશોમાં કોરોના ચેપના...
જહાંગીરપુરા… નક્ષત્રની બાજુમાં સુરત મહાનગર દ્વારા મસ મોટું ગ્રાઉન્ડ, નયનરમ્ય રીતે આકાર લઇ રહયું છે. જેમાંથી ઝુંપડા હઠાવીને પાલિકાએ ઘણું સરસ કામ...
એક ગામ હતું. સવારના નવેક વાગે ગામને ચોરે, ગામના વડિલોનું રાવણ બેઠું હતું. ત્યાં બે સગા ભાઇઓ, ઝગડો લઇને રાવણા પાસે ન્યાય...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સુરત મેટ્રો રેલના (Metro Rail) બે ફેઝની કામગીરીનું ઇ-શિલાન્યાસ કરાયા બાદ બીજા દિવસથી જ મેટ્રો...
વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને દેશહિત માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક...
રાજકોટની (Rajkot) એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને (Girl) ગઈકાલે...
હવે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ તેમનુ પ્રમુખ પદ છોડવાનું નિશ્ચિત છે અને નવા ચુંટાયેલા પ્રમુખ બાઈડનને ચાર્જ સોંપવાનો છે....
તા. 5-1-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં ‘‘વિશ્વનું સૌથી હિંસક પ્રાણી’’ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વિભાગમાં શ્રી ઈન્તેખાબ અનસારીનું ચર્ચાપત્ર વાંચીએ વિષય પર વધુ...
ગાંધીનગર (Gandhinagar): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી...
ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ (TANDAV) પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન બાદ ગ્રેટર...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી ન હતી. ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક (TARGET)...
નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ...
આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું...
શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ...
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા...
લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે...
દક્ષિણ કાશ્મીર (Kashmir)ના કુલગામમાં દેવસારના બ્રિનલ લમેદ વિસ્તારમાં ઠંડીના કારણે બકકરવાલ સમાજના બે બાળકોનું મોત (death) નીપજ્યું હતું. બન્ને ભાઈ-બહેન પરિવાર સાથે...
કાલોલ: કાલોલ ની ચામુંડા સોસાયટી નજીક આવેલ માં રેસિડેન્સી ના બંધ મકાન ને નિશાનો બનાવી ગત રાત્રી દરમ્યાન મકાન નું તાળું તોડી...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose)...
આણંદ: આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) અને કોમ્પ્યુટર ઓપરેટર સોમવારના રોજ રૂપિયા 6,500ની લાંચ...
હાલોલ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું...
દાહોદ: દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ...
નવી દિલ્હી (New Delhi): લગભગ એક વર્ષ પહેલા આખા વિશ્વ પર એક અણધારી મુસીબત આવી પડી, જેણે આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ...
સંતરામપૂર: સંતરામપુર ખાતે આવેલ ગાયનેક હોસ્પિટલના તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ અને મહિલા દર્દીઓ સાથે સંતરામપુર પોલીસ એ કરેલ દંડાવાળી થી પોલીસ માટે...
વૉશિંગ્ટન (Washinton): સોમવારે યુ.એસ.માં (America/US) કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 24,626,376 થઇ ગઈ હતી. અમેરિકામાં વિશ્વામં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હોવા છતાં...
નડીયાદ:ખેડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉ૫પ્રમુખ ની ચુંટણી દરમ્યાન ભાજપના મેન્ડેન્ટ વિરુઘ્ઘ કાર્યવાહી કરનારા ત્રણ (૩) નગરપાલિકાના સભ્યોને ગુજરાત રાજયના શહેરી વિકાસ અને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી દીધુ છે કે આપણા માટે ઘર બનાવી આપનારાઓ માટે આપણે ન તો ઘર બનાવી શકીએ છીએ ન તો એમના જીવની આપણને ચિંતા છે. આ ઘટના ફરી એકવાર કોરોનાનો એ કાળો સમય યાદ અપાવે છે જ્યારે સ્થળાંતર કામદારો ભર ઉનાળામાં પગપાળા વતન જતા હતા, આ લોકોના જીવ અને જીવન બંને ભગવાન ભરોસે હોય છે.

મોડી રાત્રે સુરતમાં બનેલી ઘટના કમકમાટી લાવે તેવી છે, કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યુ હતુ. આ આખી ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા છે. બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનના શેડ પણ તોડી નાખ્યા હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પરચાલકે ફૂટપાથ કુદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધુ હતુ.

નીંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટા ભાગના મૃતકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. એકસાથે 15 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીતરતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.
આ તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનામાં છ મહિનાની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પણ બદનસીબે આ 6 મહિનાનો જીવ એક જ દુર્ઘટનાથી અનાથ થઇ ગયો હતો. આ બાળકી માતા-પિતા સાથે મીઠી નિદ્રા માણી રહી હતી એ સમયે યમરાજ બનીને આવેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીનાં માતા-પિતાને પણ કચડી નાખતાં ઘટનાસ્થળે તેમનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. લાશોના ઢગલા વચ્ચે બાળકીનું રુદન સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી .

મુખ્યમંત્રી રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે. જ્યારે વડાપ્રધાન મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.