Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ પહોંચ્યા છે. ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન (NOTIFICATION) મુજબ મંગળવારે સવારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો ઝિંકવામાં આવ્યો હતો. 35 પૈસાના વધારે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 87.30 રૂ. જ્યારે મુંબઇ (MUMBAI)માં ભાવ 93.83 રૂ. થયો છે. મંગળવારના વધારે બાદ દિલ્હીમાં ડિઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 77.48 જ્યારે મુંબઇમાં ભાવ 84.36 રૂ. પર પહોંચ્યો હતો.

આ પહેલા 5મી ફેબ્રુઆરીએ 30 પૈસા વધારો કરવામાં આવ્યો હતો.
2021માં અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં રૂ. 3.59 અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર વધારો રૂ. 3.61 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો (INTERNATIONAL MARKET)માં ક્રૂડ ઓઇલના ભાવ હજી સતત વધી રહ્યા છે. ભારતમાં પણ તેની અસર રિટેલ ઇંધણના વેચાણ પર પડી રહી છે. સોમવારે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત પ્રતિ બેરલ 60 ડોલરને પાર કરી ગઈ છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ દિવસ બાદ આજે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડિઝલનો દર મોંઘો થયો હતો. મંગળવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસા વધારો કર્યો છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવના લિટર દીઠ રૂ.32.98 કેન્દ્ર સરકારને મળે છે અને રાજ્ય સરકારનો વેચાણ વેરો અથવા વેટની કિંમત 19.55 રૂપિયા છે. ડિઝલ માટે સેન્ટ્રલ એક્સાઇઝ (CENTRAL EXCISE) રૂ.31.83 અને વેટ રૂ.10.99 માં ઉમેરાય છે. આ ઉપરાંત, પેટ્રોલ પર પ્રતિ લિટર ઓછામાં ઓછું 2.6 રૂપિયા અને ડીઝલ પર 2 રૂપિયાનું ડિલર કમિશન સામેલ છે.

આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડાને લીધે સરકાર દ્વારા વિકસિત માર્જિનથી વેરા વધારવામાં આવ્યા બાદ માર્ચ 2020 ના મધ્યભાગથી છૂટક પેટ્રોલના દરમાં લિટર દીઠ રૂ. 17.71 નો વધારો થયો છે. ડીઝલના દરમાં રૂ.15.19 નો વધારો થયો છે

To Top