સુરત: (Surat) વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન...
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (amitabh bachchan) આજકાલ ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (kon banega crorepati) ની 12 મી સીઝનનું હોસ્ટ કરી...
BELUR : પશ્ચિમ બંગાળ (WEST BANGAL) માં આગામી કેટલાક મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે વિવાદ...
સુરત: (Surat) અત્યાર સુધી પોલિયેસ્ટર (Polyester) કાપડના ઉત્પાદન માટે જાણીતો સુરતનો કાપડ ઉદ્યોગ (Textile Industry) હવે ધીમે-ધીમે નીટિંગ ફેબ્રિક્સ (Knitting Fabrics) તરફ...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કોઇ અન્ય પાર્ટી સત્તામાં આવે એવી શક્યતાઓ રહેતી નથી. પણ હવે જેમ જેમ ભાજપ...
સુરત: (Surat) મનપા દ્વારા સરકારના આદેશના પગલે માત્ર 14 સેન્ટર પર જ વેક્સિનેશન (Vaccination) કરવામાં આવી રહ્યું છે. જો કે, હવે શનિવારથી...
ગૃહ વિભાગે શુક્રવારે રાજ્યમાં છ આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી (TRANSFER) કરી છે. અમદાવાદમાં જોઇન્ટ કમિશનર (CRIME) પોલીસ અમિત વિશ્વકર્માની ખાલી પડેલી પોસ્ટ...
સુરત: (Surat) ગમે ત્યારે મનપાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાનાં ભણકારા વચ્ચે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં મનપા કમિશનરે (Commissioner) વર્ષ 2021/22માં...
જેમ જેમ પ્રદૂષણની માત્રા વધતી જાય છે તેમ તેમ રાજ્યમાં દિન પ્રતિદિન ગરમી (HIT WAVE)નુ પ્રમાણ પણ વધતું જાય છે. હવે ઉનાળા...
સુરત: શહેર પોલીસ (Surat City Police) કમિ. અજય તોમરના આદેશની ઐસીતૈસી કરી રહી છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા શહેરમાં ચાલતી જુગારની ક્લબો પર...
સુરત: (Surat) સુરતમાં ભાજપ (BJP) શાસનની 25 વર્ષની વિકાસ ગાથા બુકના વિમોચન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) મનપાની ચૂંટણીના...
GANDHINAGAR : ભૂમાફિયા સામેની અસરકારક લડાઈ લડવા માટે ગત વર્ષે વિધાનસભામાં સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ બિલ (LAND GRABBING BILL) લાવવામાં આવ્યું હતું,...
તેજસ્વી યાદવે (tejshavi yadav) કહ્યું કે મારા પિતા લાલુ પ્રસાદ યાદવના ફેફસામાં પાણી જામી ગયું છે. તેમણે કહ્યું કે મારા પિતાને ન્યુમોનિયા...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ થઇ ચૂક્યો છે. એવામાં ભારતે પોતાનો પાડોશી ધર્મ સારી રીતે નિભાવ્યો...
GANDHINAGAR : પ્રજાસત્તાક દિવસ (REPUBLIC DAY) ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય...
WUHAN : ‘લોકડાઉન’ (LOCKDOWN) શબ્દ દ્વારા જાણીતા બન્યાના એક વર્ષ પછી પણ દુનિયા હજી ભયના ઓછાયા હેઠળ છે. ચીનના વુહાન શહેરથી, જ્યાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની લોકપ્રિયતા હજી પણ તેમના સમર્થકોના ટેકા સાથે બોલી રહી છે. મોટાભાગના લોકો તેમને દેશના આગામી વડા...
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર માહિતી મેળવવાના પ્રયાસમાં ચીન (CHINA)ની એન્ટિક્સ વિશે જાણકારી...
પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ હંમેશાં ખરાબ રહી છે, પરંતુ હાલ જે તંગીવાળી પરિસ્થિતિ છે તે અનુસાર દેશનું નામ કંગાલિસ્તાન રાખવું ઠીક રહેશે....
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ (Indian National Congress-INC) ઘણા સમયથી સત્તાામાંથી બહાર થઇ ગયુ છે, અને એ વાત હવે એટલી ઉઘાડી પડી...
સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) એક દંપતીને કહ્યું હતું કે તમે બંને કેટલું લડશો. તમે તમારા બાળકોનું બાળપણ અને ભાઈ-બહેન વચ્ચેના બંધનને નષ્ટ...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું છે, હવે દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય નેતાઓને આવા મહાકાય પૂતળાઓ ઊભા...
PASCHIM BENGAL: અહેવાલ મુજબ ચૂંટણી પંચ (ELECTION COMISSION) ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ બંગાળની ચૂંટણીની ઘોષણા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી...
GANDHINAGAR : સુરત (SURAT) ના હજીરા (HAJIRA) માં સીઆરઝેડમાં આવતી જમીન પર અત્યંત જોખમી કચરો નાંખી પર્યાવરણને ગંભીર નુક્સાન કરવા બદલ નેશનલ...
સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગના નામે આરોગ્ય સેતુ નામની એપ પર લોકોનો અંગત ડેટા લેવા માંડતા વિવાદ થયો હતો. આરોગ્ય સેતુનો હેતુ લોકોને કોવિદ-૧૯...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર દેશની જાહેર ક્ષેત્રની 18 અને ચાર ખાનગી બેંકોએ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી...
આજની યુવા પેઢી મોટાભાગે વ્યસન અને ફેશનના રવાડે ચઢતા બરબાદ થઈ રહી છે અને દિશાહીન બનતી જાય છે, પરંતુ જો યૌવનકાળને સારા...
ખેતીવાડીનું જ્ઞાન થયા બાદ પરિવાર, લગ્ન સંબંધ, સમાજ રચી નગર રાજયમાં રહેતો માનવ તેના વિસ્તારમાં ઉદ્ભવેલી સંસ્કૃતિ સાથે જીવવા લાગ્યો ત્યારે અભિવ્યકિતના...
નવસારી ગાયકવાડ સ્ટેટનું હતું અહીં હાલમાં જ્યાં કોર્ટ ચાલે છે તે બરોડાના રાજા ગાયકવાડે બનાવેલ મહેલ છે તેને તોડી પાડવાની વાત ચાલી...
અગિયાર મહિનાથી ગુજરાતમાં લોકલ ટ્રેન બંધ છે. અસંખ્ય લોકો પર વીપરિત અસર થઇ રહી છે. નોકરી ટકાવી રાખવા ખાનગી વાહનોમાં લોકો મુસાફરી...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
7 ગામના 135 સફાઈ મિત્રોને દિવાળી જેવી ખુશી: VMCમાં કાયમી સમાવેશ!
વડોદરામાં હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી રચાશે
વિરોધીઓ મગફળીના દાણાની જેમ ખોવાઈ જશે, હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી.” સતીશ નિશાળિયાએ આવું કોના માટે કહ્યું?
સમા, છાણી અને જવાહરનગરમાં ગેરકાયદે ઢોરવાડા સામે પાલિકાની કાર્યવાહી
છ મહિના પહેલા જ લગ્ન કરનાર યુવતીનો કેનાલમાં ઝંપલાવી આપઘાત
ઘરમાં હોમ થિયેટર બનાવનારા ચેતે, વેસુના બંગલામાં આગ લાગી
સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, એક્ટ્રેસે ભાષણથી સૌના દિલ જીત્યા
સુરત જિલ્લામાં હજારો પરપ્રાંતિય મતદારો ડુપ્લીકેટ?, તપાસની માગ ઉઠી
વરાછામાં મોટી દુર્ઘટના ટળી: એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે ક્રેન પડી, ડ્રાઈવર માંડ બચ્યો
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ત્રણ બહેનો સાથે પોલીસે મારપીટ કરી, રસ્તા પર ઢસડી
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લાવ્યા, એરપોર્ટ પર જ NIA દ્વારા ધરપકડ
વાહનોમાં આગના બનાવો જારી, મકરપુરામા કાર ભડકે બળી
મેગા ડ્રેનેજ પ્રોજેક્ટને પગલે 7 દિવસ માટે ‘નો એન્ટ્રી’: વડોદરાના તરસાલી જંકશન પર વાહન વ્યવહાર બંધ
મિસ યુનિવર્સ 2025 ફિનાલે પહેલાં મોટો વિવાદ; જજનું પહેલાથી જ સ્પર્ધક સાથે અફેર, જાણો શું છે મામલો..?
ખાણ ખનીજ વિભાગનું સૉફ્ટવેર બંધ, રેતીના રોયલ્ટી પાસ નહીં નીકળતા સંખેડા-ઓરસંગમાં લાગી ટ્રકોની કતાર
ડેથ ઝોન દુમાડ: હિટ એન્ડ રનમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત
ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા ઓટીપી નાખતા જ રૂ.6.59 લાખ ઉડી ગયા
માંડવી વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાથી નમાઝીઓને તકલીફ, મસ્જિદમાં ફેલાયેલી દુર્ગંધથી રોષ
કેપ્ટન ગિલ ગુવાહાટી જશે પણ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં તે નક્કી નથી
UPમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થી-મૌલવીની તમામ વિગતો ATSને આપવી ફરજિયાત
સૈયારા ગીત પર રિલ બનાવવાનું કિર્તીદાન ગઢવીને મોંઘું પડ્યું, દંડ વસૂલાયો
રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યાં છે, 272 લોકોએ ઓપન લેટર દ્વારા કર્યો સીધો આક્ષેપ
PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
હવે સુરતમાં દિવસે પણ ઠંડીના ચમકારા શરૂ, ઠંડી વધશે તેવી આગાહી
સારોલીમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ
વાપીની WAAREE સોલાર કંપની પર ITના દરોડા, રેલો સુરત-વલસાડના બિલ્ડર સુધી પહોંચ્યો
જિંદગીનું રિસ્ટાર્ટ
અમેરિકા દ્વારા દેશનિકાલ બાદ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ ભારત આવશે, NIA ટીમ તેની ધરપકડ કરશે
મમદાની પછી હવે સૈકત ચક્રવર્તીનો વારો!
ઇન્સાન કી ઔલાદ હૈ, શયતાન બનેગા
સુરત: (Surat) વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન (Underground Double layer Station) બનશે. એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે. કારણ કે, અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત એલિવેટેડ રૂટ પર ભટાર રોડ, રૂપાલી નહેર અને ડ્રીમ સિટીનાં સ્ટેશનો પણ યુનિક ડિઝાઇનના બનાવવામાં આવશે.

છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તેવા સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યાં છે અને વડાપ્રધાન દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ડીપીઆર મુજબ સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ રૂ.12,114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ 40.35 કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. જ્યારે બીજા રૂટમાં સારોલીથી ભેંસાણ છે. આ રૂટ 18.39 કિ.મી.નો હશે. હાલમાં જે પ્રથમ ફેઇઝના ત્રણ અલગ અલગ પાર્ટ કરી ટેન્ડરો આપી દેવાયાં છે.
ડ્રીમ સિટીનું સ્ટેશન ડાયમંડ આકારનું અને રૂપાલી કેનાલ પર ક્રોસમાં મેટ્રો સ્ટેશન બનશે
શહેરમાં મેટ્રોનાં કુલ 39 સ્ટેશન આકાર લેશે. જેમાં વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે. જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે. તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એલિવેટેડ રૂટ 30 અને 48 મહિનાનો સમયગાળો લાગશે
શહેરમાં એલિવેટેડ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવા માટે 30 મહિનાનો સમયગાળો લાગશે. સુરતમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા ઓછી છે તે જોતાં એલિવેટેડ સ્ટેશનોની કામગીરીમાં વધુ સમય નહીં લાગશે. પરંતુ અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે 48 મહિનાનો સમયગાળો લાગે તેવું મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ જણાવી રહ્યા છે. અંડર ગ્રાઉન્ડ સ્ટેશન 16થી 25 મીટર નીચે બનાવાશે.
મ્યુનિ.કમિ. પાની અને મહાપાલિકાના પોઝિટિવ અભિગમને કારણે મેટ્રોની કામગીરી ઝડપથી પૂર્ણ થશે: સુરત મેટ્રોના જનરલ મેનેજર સત્ય પ્રકાશ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સિવિલ વિભાગના જનરલ મેનેજર સત્ય પ્રકાશ કે જેઓ છેલ્લા 2 મહિનાથી સુરત મેટ્રો રેલની કામગીરી સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, સુરત મેટ્રો રેલની કામગીરી માટે મ્યુનિ.કમિ. પાનીની સાથે મહાપાલિકા દ્વારા પોઝિટિવ અભિગમ બતાવવામાં આવી રહ્યો હોવાથી મેટ્રોની કામગીરી ઝડપથી પુરી થશે. આ માટે વિવિધ વિભાગોના સંકલન પણ ખૂબ સારું છે.