Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને હિરાના વેપારી દ્વારા અગાઉ ભરૂચ અને છેલ્લા દસ દિવસથી શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને વેસુની કાફે શોપમાં નોકરીના બહાને બોલાવી પહેલા છેડતી કરી બાદમાં દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે પીડિત મહિલાએ ડાયમન્ડ વેપારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ડાયમંડ વેપારીની (Diamond trader) ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચમાં રહેતી અને 10 દિવસ પહેલા જ સુરત જહાંગીરપુરા ખાતે એક સોસાયટીમાં રહેવા આવેલી પ્રેરણા (નામ બદલ્યું છે) નો અઢી મહિના પહેલા કતારગામ ખાતે વેડરોડ પર તુલસી રેસીડેન્સીમાં રહેતા હર્ષદ તેજાણી સાથે સંપર્ક થયો હતો. હર્ષદ તેજાણી કતારગામમાં કુમાર જ્વેલ કરીને ડાયમંડનો વેપાર કરે છે. આ સાથે જ વેસુમાં ધ ટ્રાયલ કાફે ચલાવે છે. અઢી મહિના પહેલા પ્રેરણાએ ગુગલ ઉપર ધ ટ્રાયલ કાફેમાં સ્ટાફની જરુર હોવાની જાહેરાત વાંચી હર્ષદ તેજાણીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન હર્ષદ તેજાણી સાથે વોટ્સએપ ઉપર વાતચીત શરૂ થઇ ગયા બાદ વિડીયો કોલ પર વાત પણ થઈ હતી. હર્ષદે પંદરેક દિવસ પહેલા પ્રેરણાને ભરૂચથી સુરત મળવા બોલાવી હતી. પ્રેરણાની હર્ષદ તેજાણી સાથે અબ્રામા રોડ પર તેના કારમાં મુલાકાત થઈ હતી.

દરમિયાન હર્ષદે પ્રેરણા સાથે શારીરિક અડપલા કરતા તેણી ડરી ગઈ હતી. જેને પગલે હર્ષદના ફોન એવોઈડ કરવા પ્રયત્ન કરતી હતી. દરમિયાન હર્ષદને તેણી સુરત રહેવા આવી હોવાની ખબર પડતાં તે બળજબરી તેનું સરનામુ માંગતો હતો. તારુ મારી સાથે પ્રેમસંબંધ છે તુ મારી વાત માનશે નહી તો હુ તારા પતીને બધી વાત કરી દઇશ તેવી ધમકી આપી હતી. ડરાવી ધમકાવી 9 માર્ચે સવારે સાડા અગ્યાર વાગે પ્રેરણા પાસે ઘરનુ સરનામુ મેળવી લઇ તેના ઘરે પહોંચી ગયો હતો. ઘરે જઈને પ્રેરણાબેનને બાથમાં પકડી બેડરૂમમાં ખેચી જઈ બળજબરીથી બેડ ઉપર સુવડાવી તુ મારા તાબે નહી થાય તો તારા પતીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પ્રેરણાબેનની મરજી વિરૂધ્ધ શરીર સબંધં બાંધી દુષ્કર્મ કર્યું હતું.

પ્રેરણાએ સમગ્ર ઘટના પડોશમાં રહેતી તેની ભાભીને જણાવી હતી. ત્યારબાદ ભાભીએ પ્રેરણાના ભાઈને વાત કરી હતી. જેથી પ્રેરણાના ભાઈએ જબંસુર બાંધકામ ક્ષેત્રે નોકરી કરતા પ્રેરણાના પતિને વાત કરતા તે રાત્રે સુરત આવ્યા હતા. બીજા દિવસે પ્રેરણાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

To Top