સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને...
દેશમાં કોરોના (CORONA IN INDIA) ચેપ વ્યાપક છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસનો ભોગ બને છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં...
સુરતઃ (Surat) શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓની હાલત કફોડી બની છે. હવે શહેરની તમામ હોસ્પિટલો પણ જ્યારે ફૂલ થવા લાગી છે...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરમાં વસતા પરપ્રાંતીઓ (Migrant People) પણ વતન જવા પડાપડી કરી રહ્યા...
સુરતઃ (Surat) સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણના મામલે અત્યાર સુધી નિષ્ફળ રહેલા કલેકટરે આજથી માત્ર હોસ્પિ.ની માંગ પ્રમાણે જ ઈન્જેકશનની ફાળવણી શરૂ પરંતુ...
કેન્દ્રએ આજે જણાવ્યું કે દેશમાં કોવિશીલ્ડ કે કોવાક્સિન રસીનો પહેલો ડૉઝ લીધા બાદ 21000થી વધુ લોકો અને બીજો ડૉઝ લીધા બાદ 5500થી...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પહેલીવાર સતત ત્રણ મેચ જીતીને આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો જ્યારે અહીં ગુરૂવારે રાજસ્થાન...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની મહામારી રોજના 100થી વધારે લોકોનો ભોગ લઈ રહી છે. ત્યારે છેલ્લા 20 દિવસમાં શહેરમાં માત્ર કોરોનાની દહેશતથી (Fear)...
આ બ્રાન્ડનો સેમસંગ ગેલેક્સી એફ 12 (Samsung Galaxy F12) દરેક જગ્યાએ છવાઈ ગયો છે, અને આના ઘણા કારણો પણ છે. સારા સમાચાર એ છે કે...
સુપ્રીમ કોર્ટ ( supreme court) કોરોનાના ( corona) વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની અછતને લઈને કડક બની છે. ગુરુવારે સુપ્રીમ...
સ્થાનિક શેરબજારો(local stock market)માં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડાના પગલે રિલાયન્સ (reliance) ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) અને અદાણી ગ્રુપના...
દેશમાં કોરોના ( corona) રોગચાળા વચ્ચે લોકો બેડ અને જરૂરી તબીબી સુવિધાઓ માટે હોસ્પિટલોમાં ભટકતા હોય છે. તે જ સમયે ખાસ લોકોમાં...
કોરોના(CORONA)ની બીજી તરંગ(SECOND WAVE)માં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો તમારે સ્મશાનસ્થળ(CEMETERY)માં શબને બાળી નાખવા માટે લાંબી રાહ જોવી પડશે, તો કબ્રસ્તાનમાં પણ...
ગાંધીનગર : ગુજરાતમાં હવે પ્રતિદિન કોરોનાના ( CORONA) 12,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે, તેમાંયે ઓક્સિજન ( OXYZEN) નું લેવલ...
દિલ્હી(Delhi)માં, જ્યાં દેશના વિવિધ ભાગોથી લોકો સારવાર લેવા આવે છે, ત્યાં આજે લોકો જાતે જ સારવાર માટે તડપતા દેખાય રહ્યા છે. દિલ્હીમાં દરરોજ...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને ( CORONA) કારણે સ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની છે. બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લગ્ન...
AHMADABAD : ગુજરાતમાં કોરોના ( CORONA) એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યો છે, અને લોકો મોતના મુખમાં...
મહારાષ્ટ્ર સરકારે બુધવારે અગાઉના લૉકડાઉન જેવા નિયંત્રણો લાદીને આંતર શહેર અને આંતર જિલ્લા મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી દીધા હતા અને ઑફિસ...
સુરત મનપા દ્વારા એક બાજુ ખાણી-પીણીની લારીઓ પર થતી ભીડને કારણે કોરોના વકરતો હોવાનું કારણ આપી આખા શહેરમાં ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા...
કોરોનાને લીધે શહેરીજનો કારણ વગર ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે કેટલીક ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામા આવતા અને અનેક નિયંત્રણોના...
કોરોનાવાયરસના દૈનિક કેસો હવે 3 લાખની નજીક પહોંચી ગયા છે. આ સાથે ભારતના કુલ કેસોનો આંકડો 15616130 થયો છે જ્યારે એક જ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 15મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી અને ફાફ ડુ પ્લેસિની નોટઆઉટ...
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણાં રાજ્યોમાં હવે ઓક્સિજનની તંગીની બૂમ ઉઠી છે. બીજા વેવમાં ઑક્સિજનની કટોકટીને લીધે હૉસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધ્યું છે અને...
સંપુર્ણ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના અજગરી ભરડામાં સમગ્ર દુનિયા છે. જેની સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે. ભારતમાં પણ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનમાં પોતાની પહેલી ત્રણેય મેચ હાર્યા પછી આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે આજે અહીં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાના ૮૦ ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી (Recovery) થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને...
સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા બુધવારે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જાણી શકાય તે માટે ઓનલાઇન માહિતી પત્રક લોન્ચ કરવામાં આવ્યું છે....
નવસારી: (Navsari) નવસારી-વિજલપોરમાં આજથી 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાતા 16 વિવિધ સંસ્થાઓએ સમર્થન આપી સ્વૈચ્છિક બંધમાં ફાળો આપ્યો હતો....
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ( central education minister) રમેશ પોખરીયલ નિશાંક ( ramesh nishank) ને કોરોના ( corona) ચેપ લાગ્યો છે. તેમણે ટ્વીટ...
સુરત: (Surat) કેન્દ્ર સરકારે 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની વેક્સિન (Vaccine) આપવાની જાહેરાત કરી છે. જેના પગલે સુરત મનપા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને મોટી અસર થશે. કાપડના વેપારીઓએ કરોડોનો વેપાર ગુમાવવાની નોબત આવે તેમ છે. 5 એપ્રિલથી 15 મે સુધીની રમઝાન, લગ્નસરા, અખાત્રીજ અને સ્કૂલ યુનિફોર્મની સિઝનનો દર વર્ષે 5 હજાર કરોડનો વેપાર સુરતના કાપડ માર્કેટને (Textile Market) મળે છે. તેનાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. કોરોનાની બીજી લહેર દેશભરમાં કાતિલ રીતે ફેલાઇ રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે, દિલ્હીમાં સાત દિવસનું લોકડાઉન લાગ્યું તો મહારાષ્ટ્રમાં અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. યુપીમાં મોટા શહેરોમાં કોરોનાની હાલત ગંભીર બની છે અને લોકડાઉન જેવી પરિસ્થિત બની છે. મધ્યપ્રદેશની પણ એવી જ સ્થિતિ છે. દરમિયાન સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય અનેક નિયંત્રણોના પગલે વેપાર કરવું મુશ્કેલ બન્યું છે. અન્ય રાજ્યોમાં પણ કોરોનાને લીધે લોકો ખરીદી કરવા બજાર જવાનું ટાળી રહ્યા છે. જેને લીધે રિટેલ બજાર પણ ઠંડુ છે.

800 કરોડ રૂપિયાનો માલ ટ્રાન્સપોર્ટ-વેપારીની દુકાનોમાં છે
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાએ જણાવ્યું હતું તે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને લીધે વેપારીઓને લગ્નસરા, રમઝાન અને સ્કૂલ યુનિફોર્મનો વેપાર ગુમાવવો પડશે. 5 એપ્રિલથી 15 મે સવા મહિનો વેપારની સિઝન હોય છે. આ સમયગાળામાં રમઝાન, લગ્નસરા, અખાત્રીજ અને સ્કૂલ યુનિફોર્મની સિઝન હોય છે. તે માટે સુરતમાં બે મહિના પહેલાં કપડાનું ઉત્પાદન થતું હોય છે અને વેપારીઓ દ્વારા એક-સવા મહિના પહેલાં માલ પરપ્રાંતિય બજારોમાં મોકલી દેવાતા હોય છે. માર્ચ અંતથી એપ્રિલના પહેલા અઠવાડિયામાં પાર્સલ મોકલવા આવે છે. જે હાલ ખુબ ધીમી ગતિએ ચાલુ છે. 800 કરોડ રૂપિયાનો માલ ટ્રાન્સપોર્ટ અને વેપારીની દુકાનોમાં જ પડ્યો છે. વળી જે માલ પરપ્રાંતિય વેપારીઓ પાસે પહોંચી ગયો છે, તેમાંથી પણ કેટલો વેચાય તેનો અંદાજ હાલ મુકી શકાય નહીં.

કામદારોને હિજરત નહીં કરવા ઉદ્યોગકારોની સતત અપીલ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કામદારો વાપી, વલસાડમાંથી પલાયન કરી રહ્યાં છે. સુરતમાં મિલ, વણાટ એકમો અને કાપડ માર્કેટમાં મજૂરી કરતા કામદારો તેમજ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો કોરોનાને લીધે લોકડાઉન લાગશે. તેવા ભયથી બસ અન ટ્રેન અથવા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે વતન જઇ રહ્યા છે. ઉદ્યોગકારો દ્વારા કારીગરોને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવાનું શરૂ કરાયું છે. સુરતમાં સારી સારવાર મળી રહેશે. વેક્સિન પણ 1મેં બાદ ઉપલ્બ્ધ થશે. વળી, મોટી સંખ્યામાં હિજરત કરવાથી રસ્તામાં તથા વતનમાં કોરોનાનો ચેપ લાગવાનો ડર રહેલો છે. આ સાથે વતન રહેતા પરિવારજનોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે તેવી સમજાવટ કરી કારીગરોને સુરતમાં જ રોકી રાખવામાં આવી રહ્યાં છે. જોકે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર લોકોની ભીડ જોઇએ તેઓ રોકાવાના મુડમાં હોય તેવું જણાતું નથી.