લગ્નેત્તર સંબંધો ઘરસંસારમાં તિરાડ પાડે છે. આવો જ એક કિસ્સો તાતીથૈયામાં પ્રકાશમાં આવ્યો હતો. પતિને બીજી પત્ની સાથે લફરું હોવાની જાણ થતાં...
સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું...
ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી...
રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ...
રાજ્યની સરકારી કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડન્ટ ડૉકટર્સે તદ્દન ગેરવાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ પાડીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં સહેજ વધારો નોંધાયો છે, ગઈકાલે 15 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરૂવારે સહેજ વધારા સાજે 24...
જમ્મુ -કાશ્મીર (J & K)માંથી કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ (Anniversary) પર, કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ સૌથી વધુ આનંદ...
અમેરિકન વૈજ્ઞાનિકો (American scientist) માને છે કે દિવસ દરમિયાન પણ ચંદ્રના ખાડામાં બર્ફીલું પાણી (Water on moon) મળી શકે છે. કારણ કે ત્યાં...
કોચી: કેરળ હાઈકોર્ટે (kerala highcourt) કહ્યું છે કે પીડિતાની જાંઘ વચ્ચે કોઈ ખોટું કામ તે બળાત્કાર સમાન (equal to rape) જ ગણવામાં...
સાગર ધનખારની હત્યા (Sagar dankhar murder)ના કેસમાં દિલ્હીની તિહાડ જેલ (Tihad jail)માં બંધ ભૂતપૂર્વ ઓલિમ્પિયન સુશીલ કુમારે (Sushil kumar) ગુરુવારે ટીવી પર...
કેન્દ્ર સરકાર દ્વારા કોવિડશિલ્ડ (Covishiled)રસીના બે ડોઝ (Dose) વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર 45 વર્ષ કે...
ટોક્યો: ઈન્ડિયાના કુસ્તીબાજ (Indian wrestler) રવિ કુમાર દહિયા (Ravi dahiya) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચવામાં ચૂકી ગયા. તેને વર્લ્ડ ચેમ્પિયન (World champion)...
હની સિંહ (Honey singh) તેના ગીતો માટે ચાહકોમાં હેડલાઇન્સ (headlines)માં રહે છે, પરંતુ આ દિવસોમાં તે એક અલગ વિવાદમાં સપડાયો છે. હની સિંહની...
મૃણાલ ઠાકુરે ‘તુફાન’માં ખરેખર જ ખૂબ સારું કામ કર્યું છે. ફરહાન અખ્તરે અભિનેતા તરીકે તેની ઓળખ મુજબનું કામ કર્યું પણ ફિલ્મ જોતાં...
કિયારા અડવાણી ‘ગુડન્યૂઝ’ પછી જાણે ગૂડ ન્યૂઝ સંભળાવાવાનું જ ચુકી ગઇ. અલબત્ત ‘લક્ષ્મી’ આવી પણ તેનાથી લક્ષ્મી ન આવી અને ‘ઇન્દુકી જવાની’...
ભૂમિકા ચાવલા જયારે તેરે નામમાં સલમાન ખાન સામે હીરોઇન તરીકે આવી ત્યારે લાગતું હતું કે તે ઝડપભેર પ્રથમ પાંચ હીરોઇનમાં ગણાવા માંડશે....
સુરત: ભારત (India)માંથી ફેબ્રિક્સ નિકાસને પ્રોત્સાહન મળે અને આગામી વર્ષોમાં ભારતે નક્કી કરેલા 400 બીલિયન ડોલરના લક્ષ્યાંકને પહોંચી શકાય તે માટે નિકાસકારોને...
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
વાણિજ્ય :અમદાવાદ, તા. 4: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે લાલચોળ તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઐતિહાસિક સપાટી...
દેલાડ: વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર (Corona second wave)માં સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી (Medical emergency) જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું...
સુરત: વરાછા (Varachha)માં અઠવાડિયા પહેલાં સીએ (CA)ની વિદ્યાર્થિનીને ભગાવી જનાર આરોપી આકાશને એસઓજી પોલીસે (SOG Police) દિલ્હી (Delhi)થી ઝડપી પાડ્યો હતો. બંને...
ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી દરેક ફિલ્મોને પૂરતો પ્રચાર નથી મળતો થિયેટરોમાં રિલીઝ થાય તો તેના માટે પ્રમોશન થાય, પોસ્ટરો લાગે, અખબારોમાં...
સસલા અને કાચબાની વાર્તા ફિલ્મજગતમાં ય ચાલ્યા કરે છે. સલમાન, શાહરૂખ જો સસલા છે તો મનોજ વાજપેયી, આયુષ્યમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી કાચબા...
ઇમરાન હાશ્મીની ઇમેજ હવે સિરીયલ કિસરની નથી રહી પણ તેની એક બીજી ઇમેજ એ છે કે તેની સાથે અનેક નવી હીરોઇનોની કારિકર્દી...
સુરત : સુરતની કોર્ટ (Surat court)માં કોર્ટના પેન્ડિંગ કેસો (Pending case)ની સાથે સાથે હવે સરકારી વકીલો (Government advocate)ની અછતનો મુદ્દો પણ ચર્ચામાં...
સ્કૂલના તમામ 476 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, સ્કૂલ સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરી દેવામાં આવી સુરત: કોરોનાનો કહેર સુરતમાં ભલે ઘટી...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ સતત પાંચ દિવસ સુધી વોચ કરીને ફેક્ટરી પકડી ૮૫ લાખની રોકડ સાથે ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે...
જ્યારે, સંપૂર્ણ મંદિર સંકુલ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશેનવી દિલ્હી, તા.04 (પીટીઆઈ) અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું...
રશિયા અને ચીન જેવા સરમુખત્યારશાહી દેશોમાં સરકાર દ્વારા જે રીતે નાગરિકોની જાસૂસી કરવામાં આવે છે તે રીતે ભારતમાં કેટલાક લોકોની જાસૂસી માટે...
કહેવાય છે કે અનેક દેહો ધારણ કર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પણ પૂર્વ જન્મનાં લક્ષણો...
ઈરાન મુદ્દે ટ્રમ્પનો બ્રિટિશ PM પર તીખો કટાક્ષ: સ્પેન સાથે વેપાર તોડવાની ધમકી
મિડલ ઇસ્ટ સંકટ: ભારતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઇન નંબર જાહેર
ડેપ્યુટી CM હર્ષ સંઘવી એ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી,કહ્યું “વડીલોનો હું દીકરો છું”
IND vs ENG પહેલાં મોટું સૂચન:
બસ્તીમાં ભયાનક કાંડ: POCSO કેસના આરોપીએ સૂતી પીડિત સગીરા પર ગોળીબાર કર્યો
US-Iran તણાવ વચ્ચે 3 દિવસ અબુધાબીમાં અટવાઈ મલયાલમ અભિનેત્રી સ્વાસિકા, સુરક્ષિત ભારત પરત
મેરઠ મર્ડર મિસ્ટ્રી:એસિડથી સળગાવેલો ચહેરો,‘અર્ચિતા’ નહીં પંરતુ મુહબ્બત ને મળ્યો ન્યાય
ઈરાનમાં સત્તાનો મોટો ફેરફાર: મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર
14,300 ફૂટની ઊંચાઈએ રંગોની ઉજવણી:
ઈરાનમાં સ્કૂલ પર હુમલા બાદ વિદ્યાર્થી-સ્ટાફના અંતિમ સંસ્કાર
દુબઈમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો:
ચંદ્રગ્રહણને કારણે ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કર્યો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: દવાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી જાણો ભારતમાં શું મોંઘુ થશે?
Share Market Updates: પ્રી-ઓપનિંગ દરમિયાન બજાર ધડામ, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઈન્ટ ઘટ્યો
દેશભરમાં આનંદ અને ઉત્સાહ સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી
ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બાકી: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે આયાત માર્ગ બંધ
ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
બાર કાઉન્સિલની મજાક? 50 જણાના સ્ટાફનો નાસ્તો પણ ન આવે એટલા નજીવા ખર્ચમાં ચૂંટણી યોજવા આદેશ!
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પ્રભાવ: 2100+ ભારતીયો 7 ફ્લાઇટ્સથી પરત, કાશ્મીરમાં કાલે પણ પ્રતિબંધ યથાવત
તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા
યુદ્ધ વચ્ચે આત્મવિશ્વાસનો સંદેશ: UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં જનતા વચ્ચે દેખાયા
વડોદરા : ધૂળેટીના તહેવારમાં મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ, છતાં ગયા તો કાર્યવહી થશે
સંસ્કારી નગરીના મંત્રી ‘ગુજરાતી’ માં નાપાસ? મનીષા વકીલ સામે શિવસેનાનો ઉગ્ર વિરોધ અને રાજીનામાની જીદ
ચોથા દિવસે પણ મિડલ-ઈસ્ટમાં ધમાસાણ યુદ્ઘ યથાવત: જાણો આજના મોટા અપડેટ્સ
ઈરાન હવે વાતચીત ઇચ્છે છે, પરંતુ મોડું થઈ ગયું: ટ્રમ્પનો દાવો, ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ ખતમ
જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મગરો અને પશુઓના વસવાટમાં મેડિકલ વેસ્ટનું ‘ઝેર’ ઘોળાયું!
બહુચર્ચિત બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસના આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
આણંદમાં સ્વચ્છતાના અભાવે બે હોટલ સિલ કરાઇ
વડોદરાના માંજલપુરમાં ATMમાં ‘ભભૂકી’ આગ: લાખોની રોકડ સાથે મશીન સ્વાહા!
પીએમ મોદીની યુટ્યુબ ચેનલે 30 મિલિયન પાર કર્યા, વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા તરીકે મજબૂત સ્થાન
લગ્નેત્તર સંબંધો ઘરસંસારમાં તિરાડ પાડે છે. આવો જ એક કિસ્સો તાતીથૈયામાં પ્રકાશમાં આવ્યો હતો. પતિને બીજી પત્ની સાથે લફરું હોવાની જાણ થતાં રણચંડી બનેલી પત્નીએ લફરાવાળી યુવતીને પકડી પાડી વાળ કાપ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં પોલીસે બે મહિલાની અટક કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના તાતીથૈયા ગામે આવેલા સોની પાર્ક વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના ધાન જિલ્લાના એક ગામમાં રહેતા પરિણીત અને ત્રણ સંતાનના પિતાએ ગામની જ એક યુવતી સાથે લફરું કર્યું હતું અને પતિના આ લફરાની જાણ તેની પત્નીને અગાઉથી જ હતી. જેથી યુવતીને પતિએ સોનીપાર્કમાં લાવી અન્ય રૂમમાં રાખી હોવાની જાણ થતાં પત્ની રણચંડી બની હતી અને તેણે તાંતીથૈયા ગામના સોની પાર્ક વિસ્તારમાં પતિ સાથે લફરું કરનાર યુવતીને પકડી જાહેરમાં ઘસડી તેના માથાના વાળ કાપી નાંખ્યા હતા અને જાહેરમાં ઝપાઝપી પણ કરી હતી.
આ બનાવ અંગેનો વિડીયો કોઈ ઇસમે ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કરતાં ભારે રમૂજ સાથે ચર્ચાનો વિષય બન્યો હતો. જાહેરમાં યુવતીના વાળ કાપતાં જ લોકોની ભારે ભીડ જામી હતી. આ લખાય છે ત્યારે આ વાતની જાણ કડોદરા પોલીસને થતાં તે સોની પાર્કમાં જઈ વાળ કાપનાર મહિલા અને મદદ કરનાર અન્ય મહિલાને કડોદરા પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અગાઉ સમાધાન થયું હતું
મધ્યપ્રદેશના ધાન જિલ્લાના એક ગામમાં પરિણીત રહેતો હતો. તે જ ગામમાં આ કુંવારી યુવતી પણ રહેતી હતી અને અગાઉ તેના ગામમાં પણ આ બંને પકડાઈ ગયાં હતાં અને આ મામલો ધાન પોલીસમથક સુધી પહોંચ્યો હતો. જ્યાં સમાધાન થયું હોવાનું પણ જાણવા મળે છે.
પતિએ સોની પાર્ક બિલ્ડિંગ નજીક જ રહેવાની સગવડ કરી હતી
આ યુવતી સાથે લફરું ચાલતું હતું એટલે તે પરિણીત યુવક એક દિવસ અગાઉ જ તાંતીથૈયા લાવ્યો હતો અને પોતે જે સોની પાર્ક બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં નજીકમાં આવેલી બિલ્ડિંગમાં રાખી હતી. પરંતુ પરિણીત યુવકની પત્નીને આ વાતની ગંધ આવી જતાં તે ત્યાં પહોંચી હતી અને રૂમની બહાર યુવતીને ખેંચી લાવી ઝપાઝપી કરી હતી અને ત્યાં નજીકમાં જ પડેલી કાતર લઈ પોતાની સોતનસમાન યુવતીના વાળ કાપી નાંખ્યા હતા.