દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય...
જીતેન્દ્રકુમારને તમે મોટેભાગે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મોમાં જોડી જમાવતા જોયો છે, ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ જિતેન્દ્રકુમાર છવાયેલો રહે છે. ઍમેઝૉન પ્રાઇમ...
આજકાલ કોરોનાકાળમાં દેશભરમાં થિયેટર બંધ છે અને થિયેટર ક્યારે ખુલશે એની કોઈ ખબર નથી ત્યારે ભારતીય પ્રાદેશિક ભાષાના નાટક, એકપાત્રીય અભિનય, મ્યુઝિકલ...
ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા...
દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ...
હેએએ…. એ…એ… સુનો રે, સુનો રે, સુનો રે સજજનોઅંધી પ્રજા, અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાટકે શેર જનતા, ટકે શેર...
‘રાધે’ રજૂ થઇ ને હવે ‘તુફાન’ રજૂ થશે. સલમાન ખાન જેવા સ્ટાર પછી ફરહાન અખ્તરની ફિલ્મ છે. શું સફળ જશે? ફિલ્મ ટ્રેન્ડને...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં દલા તલવાડીની નીતિ જોવા મળી હતી. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે ધંધા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનના અભિયાનમાં સ્થાનિક સરકાર સાથે ખભેખભા મેળવી...
નવી દિલ્હી, તા. ૨૧: ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ (LAC) ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ( CHINA) ત્યાં લશ્કરી સવલતોને...
કાલોલ: કાલોલ વિસ્તારમાં આવેલા ડેરોલ સ્ટેશનથી દેલોલ સુધી બાયપાસ રસ્તામાં આવતા શામળદેવી ગામના તળાવની કિનારા પર કોઈએ જાહેરમાં ફેંકી દીધેલો મેડિકલ વેસ્ટ...
દાહોદ: દાહોદ નગરપાલિકા હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના બાંધકામ સહિતના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરેલ કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં ઉચ્ચ સ્તરેથી...
ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચે ફરી એક વાર વિખવાદ શરૂ થયો છે. લગભગ બે વર્ષથી ઇઝરાયેલમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. છેલ્લાં બે...
nepal : નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી ( vidhya devi bhandari) એ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું...
ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે અમુક કાર્યો લોકડાઉન સમયે પણ થઇ શકે છે અને અમુક કામો ન થઇ શકે. એક...
હવે ખાનગી હોસ્પિટલોને વેક્સિન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે ફરજીયાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેન્ટર પર જવાનું કહે ત્યાં રસી મુકાવવા જવું...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામો બાદ શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૭ (સત્તર) જણાના મૃત્યુ નિપજયાં છે. વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને જે ભારે...
આપણા ભારતીય બંધારણે આપણા દેશના પુખ્ત વયના અને સ્વસ્થ કોઇ પણ નાગરિકને કોઇ પણ લગ્નોત્સુક લાયક યુગલના લગ્ન પોતાની રીતે કરાવવાનો અધિકાર...
દાહોદ: ગુજરાત સરકાર દ્વારા ૨૧મી મેના રોજથી કેટલાક જિલ્લાઓમાં આંશિક છૂટછાટ આપવાના નિર્ણય સાથે દાહોદ જિલ્લામાં આજથી સવારના ૧૦ થી બપોરના ત્રણ...
ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈસ વિજેતા વૈજ્ઞાનિક સી.વી.રામન પોતાના વિભાગમાં મદદનીશ તરીકે કામ કરવા માટે યુવાન વૈજ્ઞાનિકની પસંદગી કરી રહ્યા હતા.ઘણા યુવા વૈજ્ઞાનિકો...
હાલોલ: હાલોલ કોરોના મહામારીના કુરા સમયમાં ફરજ બજાવતા, સંક્રમિત થઈ મૃત્યુ પામેલ એસ ટી નિગમના કર્મચારીઓને હાલોલ બસ સ્ટેન્ડ ખાતે શ્રધ્ધાંજલી અર્પિત...
vapi : છેલ્લા થોડા દિવસોથી વાપી ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોના ( corona cases) ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ( VIA ESIC...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનદારો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ધંધો રોજગારી કરવા માટે નો સમય આપતા વેપારી...
કોરોના શરૂ થયો ત્યારથી કોરોના દર્દીઓના આંકડા અંગે જુગારમાં ચાલે એ રમત કરતાં પણ ખતરનાક વળાંકો આવી રહ્યા છે. છાપાંઓ અને મીડિયાના...
શૈક્ષણિક સત્ર 2021 થી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 40% અભ્યાસક્રમો ઓનલાઇન ( online education) રહેશે. આ સૂચન યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા...
વડોદરા: કારેલીબાગમાં ધોળા દિવસે યુવાન ઉપર હિંસક હુમલો કરીને 25 હજારના અછોડાની લૂંટના ગુનામાં છ માસથી ફરાર સુન્ની ગેંગના કુખ્યાત હુસેનને ચોતરફથી...
કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના ખપ્પરમાંથી દેશ બહાર નીકળ્યો નથી ત્યારે જ હવે મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનું ગ્રહણ દેશ પર લાગી ગયું...
વડોદરા: વડોદરા શહેર નજીક પોર જીઆઇડીસી જીઈબી સબ સ્ટેશન પાસે પ્લોટ નંબર 101માં આવેલી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ...
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય કપૂરે ઘણા પ્રયત્નો કર્યા તો પણ ફિલ્મોમાં ધારેલી કારકિર્દી ન જ બની. બાકી તેની પહેલી જ ફિલ્મ ‘પ્રેમ’માં તે તબુનો તો બીજી ‘રાજા’માં માધુરી સાથે હતો. કુટુંબની પ્રતિષ્ઠાના કારણે ફિલ્મો મળી પણ તેનાથી કારકિર્દી ન બની. આખર ઠેઠ ૨૦૦૩ માં જ તે ‘કરિશ્મા: અ મિરેકલ ઓફ ડેસ્ટિની’માં અમર તરીકે દેખાયેલો. ત્યાર પછી તે મોકો મળે ત્યારે ટી.વી. પર કામ કરતો રહ્યો. ફિલ્મોમાં તે નાની ભૂમિકામાં સરી ગયો.
પરંતુ હવે તે ટી.વી. ઉપરાંત વેબ સિરીઝમાં વધારે આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યાનું લાગે છે. ગયા વર્ષે તે ‘ફેશન સ્ટ્રીટ’ નામની ટી.વી. મુવીમાં આવેલો પછી ‘ધ ગોન ગેમ’ નામની વેબસિરીઝ મળી હમણાં તે ‘ધ લાસ્ટ અવર’માં હતો અને ‘ફાઇન્ડિંગ અનામિકા’માં માધુરી દિક્ષીત સાથે આવી રહ્યો છે. માધુરી હવે પહેલા જેવી મોટી સ્ટાર નથી રહી છતાં તેની સાથે વેબસિરીઝ કરવી કાંઇ ઓછી વાત તો ન જ કહેવાય. નેટફલિકસ પર તે રજૂ થવાની છે અને મોટા સ્તરે આ સિરીઝ બની છે.
સંજય કપૂરે વચ્ચે અર્જુન કપૂર અને સોનાક્ષી સિંહાને લઇ નિર્માતા તરીકે ‘તેવર’ બનાવી હતી તે વખતે કહેલું કે હું મને પ્રમોટ કરવા નિર્માતા નથી બન્યો. મારા પિતા, મારા મોટાભાઇ નિર્માતા તરીકે કામ કરી ચુકયા છે તો નિર્માણ મારા લોહીમાં છે. જોકે સંજય કપૂર રેગ્યુલર નિર્માતા નથી બન્યો. તેને વધારે રસ અભિનયમાં જ છે. આ કારણે જ શોર્ટ ફિલ્મોમાં પણ તે કામ કરી લે છે. હમણાં તેની ‘બેઢબ’ નામની ફિલ્મ પોસ્ટ પ્રોડકશન સ્તરે છે.
જોકે હવે તેનું ધ્યાન દિકરી શનાયા કપૂરની કારકિર્દી બનાવવામાં છે. ત્રણે ભાઇઓની દિકરી ફિલ્મોમાં આવી પણ એક જાન્હવી કપૂર જ સારી રીતે આગળ વધી રહી છે. સોનમ કપૂર તો થોડુ કામ કરીને પરણી ગઇ. સંજયની ઇચ્છા છે કે તેની દિકરી શનાયા વધારે સફળ રહે. તેને તો એવું લાગે છે કે શનાયા જો સફળ જશે તો ફરી તે સ્વયં પણ ચર્ચામાં આવશે. સંજય પીછેહઠ કરવામાં માનતો નથી અને તેથી જ જાણે મિડલ ઓર્ડર બેટસમેન હોય તેમ પોઝીશન સંભાળી રહ્યો છે.