Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે વ્હેલ માછલીની અંબરગ્રીસ (ઉલટી)ના 5.350 કિ.ગ્રામના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ આનંદનગર પોલીસે પ્રહલાદનગર દેવપ્રિય કોમ્પલેક્ષ પાસેથી વહેલ માછલીની અંબરગ્રીસના 5.350 કિ.ગ્રા.ના જથ્થા સાથે સુમેર સોની, ખાલિદ ઓફી, શરીફ છીડાની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપી ખાલિદ ભાવનગરનો અને શરીફ કેશોદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, અને આ બંને અંબરગ્રીસ લાવ્યા હતા, અને રાજસ્થાનમાં તેનું વેચાણ કરવાના હતાં. જોકે અમદાવાદમાં આ વેચાણ અંગે સોદો નક્કી થાય તે પહેલાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. વ્હેલ માછલીના અંબરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ ઊંચી કિંમત મળતી હોય છે.

To Top