સુરત: સુરત એસઓજી પોલીસ (SURAT SOG POLICE) પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના કોલકત્તા શહેરના બોવ બજાર પોલીસ સ્ટેશનની હદમાં...
ગુજરાતમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર૪ હજાર કરોડના રોકાણ સાથે ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ સંદર્ભમાં સોમવારે આઈઓસી અને રાજ્ય સરકાર...
વડોદરામાં છ જુદા જુદા પ્રોજેકટસમાં આઈઓસી દ્વારા 24,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, તે માટે રાજ્ય સરકાર અને આઈઓસી વચ્ચે મંગળવારે ગાંધીનગરમાં કરાર...
રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી છે. સોમવારે નવા 778 કેસ નોંધાયા હતા. બીજી તરફ 2613 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે 5 વાગ્યે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આગામી તા. ૨૧ મી...
રોહતક: મેદાન્તામાં દાખલ ડેરા સચ્ચા સૌદા (Dera saucha soda)ના વડા બાબા રામ રહીમ (baba ram rahim) માટે, તેમની માનેલી બહેન હનીપ્રીત (hanipreet)...
નવસારી, વલસાડ, ઘેજ, પારડી, વાંસદા, સેલવાસ: ચીખલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા સાથે ખેડૂતોની...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) વિસ્તારમાં અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને...
લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર (England fast bowler) ઓલી રોબિન્સને (Ollie Robinson) આજથી 7-8 વર્ષ પહેલા કરેલું એક વિવાદી ટ્વિટ (tweet) તેના...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...
દસ વર્ષથી વધુની લાંબી રાહ જોયા પછી, અંતે ઇન્ડિયન નેવી (INDIAN NAVY) ટૂંક સમયમાં અનેક સુવિધાઓથી ભરેલ ‘રોમિયો’ હેલિકોપ્ટર (ROMEO HELICOPTER) દુશ્મનો...
વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 7 જુન એટલેકે સોમવારે સાંજે 5 કલાકે દેશવાસીઓને સંબોધન (Adress) કર્યું હતું. કોરોનાકાળમાં 15 મહિનામાં નવમી...
નવી દિલ્હી / ચંદીગઢ / મુંબઇ: દેશમાં હરિયાણા (HARYANA) અને સિક્કિમે (SIKKIM) સોમવારથી લોકડાઉન (LOCK DOWN) વધારો કરી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ (indo-china border)પર સ્થિત હિમાલય (Himalaya) પર તૈનાત ચીની સૈનિકો (Chinese army) ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીની...
સુપ્રીમ કોર્ટે ( supreme court) સોમવારે ફરીદાબાદ કોર્પોરેશનને લક્કરપુર-ખોરી ગામના જંગલ ( forest) વિસ્તારમાં આવેલા તમામ મકાનો છ અઠવાડિયામાં તોડી પાડવા આદેશ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા...
કોરોના( corona) સમયગાળા દરમિયાન લોકો મોંઘવારીથી પરેશાન છે. ખાદ્ય ચીજોથી લઈને પેટ્રોલ ( petrol) અને ડીઝલ સુધીની કિંમત મોંઘી થઈ ગઈ છે,...
સુરત: (Surat) સુરતમાં કાપડ માર્કેટો (Textile Market) શરૂ થઇ ગયા છે પરંતુ અન્ય રાજ્યોમાંથી હાલ પણ ઓર્ડર નહીં મળતા વેપાર ધીમો છે....
કોરોના ( corona) મહામારીના કારણે સૌથી વધારે અસર બાળકોના ભણતર પર પડી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી બાળકો પણ હેરાન થઈ ગયા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧)...
ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સુરત: સુરત એસઓજી પોલીસ (SURAT SOG POLICE) પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના કોલકત્તા શહેરના બોવ બજાર પોલીસ સ્ટેશનની હદમાં ગત 14 મે ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ (ATM)મશીનમાંથી અજાણ્યાઓએ એટીએમ બ્લેક બોક્ષ એટેક (ATM BLACK BOX ATTACK) દ્વારા સાયબર ક્રાઈમ (CYBER CRIME) ફ્રોડ કરી અલગ અલગ કાર્ડ વડે 25 લાખની રોકડ વિડ્રો કરી હતી. આ ગુનાના આરોપી સુરતમાં હોવાની બાતમી કોલકત્તા ક્રાઈમ બ્રાંચને મળતા સુરતમાં ધામા નાખ્યા હતાં. સુરત એસઓજીની મદદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે ગોપીપુરા સુભાષ ચોક પાસેથી એટીએમ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી નવીન લાલચંદ ગુપ્તા (રહે. ૧૬૦ ફતેપુર બેરી આસોલા ન્યુ દિલ્હી) તથા મનોજકુમાર રાજપાલ ગુપ્તા (રહે. ૧૬૦ ફતેપુર બૈરી ન્યુ દિલ્હી) ને પકડી પાડ્યા હતાં.

આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, મુખ્ય આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળી કલકત્તા તેમજ દેશના અલગ અલગ મોટા શહેરોમાં એટીએમ મશીનના સર્વર હેક કરી ખાલી દેતા હતાંં. અલગ અલગ બેંકોના એટીએમ સેન્ટરમાં જઈ મશીનના ઉપરના હુડ ડુપ્લીકેટ ચાવીથી ખોલતા હતાં. તેમાં ખાસ પ્રકારનું બેંક સર્વરને બાયપાસ કરવામાં ઉપયોગી તેવું ઉઝબેકિસ્તાન દેશથી મંગાવવામાં આવેલું એટીએમ બ્લેક બોક્ષ મશીનને બેંક સર્વર સાથે કનેક્ટ કરતા હતાં. સર્વરના કેબલમાં વચ્ચે મીડલ વેર તરીકે જોડતા હતાં. અલગ અલગ એટીએમ કાર્ડ વડે અથવા એક જ એટીએમ કાર્ડ વડે અનલિમિટેડ રૂપિયાના ટ્રાન્ઝકશન કરી એટીએમ મશીનમાંથી બે – ત્રણ કલાકમાં મોટી રોકડ રકમ વિડ્રો કરતા હતાં.
દેશના અનેક રાજ્યોમાં એટીએમ ફ્રોડ કરી સુરતમાં ભાગી આવ્યા હતાં
આરોપીઓની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કલકત્તાના બોવ બજાર પોલીસ સ્ટેશન, જાદવપુર પોલીસ સ્ટેશન, ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશન, વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ફ્રોડને અંજામ આપ્યો હતો. આ સિવાય દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બેંગ્લોર સહિતના રાજ્યોમાં એટીએમમાં આ ફ્રોડ કરાયું છે.

શું છે એટીએમ બ્લેક બોક્ષ
આ એક એવી ડીવાઇસ છે જે એટીએમ મશીનને બેંક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે જોડવામાં આવે છે. જેના કારણે એટીએમ મશીનમાં થયેલા ટ્રાઝેક્શનની માહીતી બેંક સર્વર સુધી જતી નથી. અને એટીએમ મશીન દ્વારા સર્વરની મોકલવામાં આવતી માહીતી બ્લેક બોક્ષ સુધીજ પહોંચે છે. અને બ્લેક બોક્ષમાં રહેલો સોફ્ટવેરના કારણે બ્લેક બોક્ષ જ બેંકના સર્વરની જેમ કામ કરવા લાગે છે. અને એટીએમ મશીનને ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ કરે છે. એટીએમ મશીન દ્વારા સર્વરને મોકલવામાં આવતી માહીતી સર્વર સુધી ન પહોંચી શકવાના કારણે એટીએમ દ્વારા વિડ્રો થયેલા પૈસાનું ટ્રાન્સેક્શનની એન્ટ્રી બેંકમાં થતી નથી.
બેંકની ફ્રોડ વિંગની તપાસમાં માહિતી સામે આવી
જે બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયા તે એકાઉન્ટમાંથી બેલેન્સ માઇનસ થતું નથી. અને બેંકમાંથી વિડ્રો કરવામાં આવેલી મોટી રકમ આ ફ્રોડસ્ટરને મળે છે. પરંતુ બેંકની ફ્રોડ વિંગ અને ઇન્ટરનલ ઓડીટ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરતા આવા ફ્રોડની જાણ બેંકને થાય છે.