કોરોનાના સમયમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ તેમાં એક તે રિયા ચક્રવર્તીની અને બીજી સોનુ સુદની. રીયાની ચર્ચા કેમ થઈ તે ચર્ચવા...
સતત ચોથા વર્ષે હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દરમ્યાન રાજયમાં કોરોના મહામારી વચ્ચે ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો...
વડદલા સ્થિત વેલ્સપન કંપનીએ અચાનક કામદારોની બદલી કરી દેતાં ભારે સુસવાટો મચી ગયો હતો. અગાઉ પણ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની...
બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી જમીનનું યોગ્ય વળતર...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં 13 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જેમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી બિલ્ડ વેલ એન્જિનિયર્સ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી કંપનીની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા....
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરેથી પરંપરાગત રીતે રથયાત્રા યોજાતી હોય છે, આ વખતે રથયાત્રા નિકળશે કે કેમ ? તેવી...
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ...
સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને રાજય સરકારે આપેલા રાહત પેકેજ અંગે કોળી સમાજના નેતા અને રાજયકક્ષાના મંત્રી...
સરદાર પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી.”સી” પ્લેન...
ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાંક સ્થળે તાઉતે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી. સેફ...
બારડોલીના સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્ર થઈ મારામારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો....
સુરત: (Surat) પંજાબ નેશનલ બેન્કને લોનના (PNB Loan) નામે 14,500 કરોડનો ચૂનો ચોપડનાર ભાગેડુ હીરા ઉદ્યોગકારો નીરવ મોદીની સુરતમાં આવેલી સાત જેટલી...
સુરત: (Surat) સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર (Collector) આયુષ ઓકે (Ayush oak) બુધવારે સુરતનો ચાર્જ લીધો. સુરત જિલ્લા કલેક્ટર પદેથી બદલી પામેલા ડો.ધવલ...
કાનપુર: (Kanpur) કાનપુરના ગોલ્ડન બાબા કહેવાતા મનોજ સેંગર ઉર્ફે મનોજાનંદ મહારાજે એવું માસ્ક ધારણ કર્યું છે જે જોનારાઓને આશ્ચર્યચકિત કરે છે. 101...
હથોડા: બુલેટ ટ્રેનનું (Bullet train) સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી...
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) સાથે મંગળવારે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના...
ગાંધીનગર: (Gandhinagar) વલસાડ (Valsad) જિલ્લાના નારગોલ બંદરને 3800 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ પોર્ટ (Green Field Port) તરીકે વિકસાવવાની રાજય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી...
સુરત: (Surat) આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપવા આવશે. લગભગ સવારે 9:25 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ...
નવી દિલ્હી : પછી ભલે તે ઘણા કિલોમીટર સુધી ટેકરીયાળ વિસ્તારો પર ચડવાનું હોય, નબળી નેટવર્ક કનેકટીવીટી ( network connectivity) સામે ઝઝૂમવાનું...
નવી દિલ્હી : શાસક ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની સંભાવનાની અટકળો વચ્ચે ટીએમસી ( tmc) , એસપી ( sp) , આપ ( aap)...
સુરત: (Surat) કતારગામમાં પારીવારિક યુવકે જ પોતાની સંબંધી મહિલાના (Lady) ઘરે જઇને રોકડ તેમજ દાગીનાની લૂંટ (Loot) કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાની...
સુરત: (Surat) લિંબાયતમાં થયેલી હત્યાના કેસમાં પોલીસનાં વિરોધાભાસી નિવેદનનો સીધો જ લાભ આરોપીને (Accused) થયો હતો. ફરિયાદમાં તલવાર અને ચાર્જશીટમાં (Chargesheet) છરાનો...
સુરત: (Surat) શહેરમાં ઘણા વિસ્તારોમાં દબાણ, ગંદકી, અસામાજિક તત્ત્વોના અડ્ડાઓનું ન્યૂસન્સ જાણે કાયમી બની ગયું છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં કાયમી...
પાકિસ્તાન (Pakistan) માં આતંકી હાફિઝ સઈદના વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી મુજબ...
surat : ભાજપના કાર્યકરો ( bhajap) આપમાં ( aap) જોડાઈ રહ્યા હોવાના આપના દાવાની સામે શહેર ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓએ પત્રકાર...
થોડા દિવસ પહેલાં નાસિકના એક ચાચાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચાચા કપડાં કાઢીને ઊભાં હતાં. પોતાના અર્ધનગ્ન શરીર સાથે ધાતુની વસ્તુઓ...
આપણી ચીલાચાલુ ઉક્તિ કે કહેવતથી વાતની શરૂઆત કરીએ, જેમ કે ‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે એના બોર વેચાય.’…આમ તો આ બન્ને...
surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi) 25 જૂન, 2015ના દિવસે સ્માર્ટ સિટીઝ મિશનની ( smart city mission) યોજના જાહેર...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કોરોનાના સમયમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ તેમાં એક તે રિયા ચક્રવર્તીની અને બીજી સોનુ સુદની. રીયાની ચર્ચા કેમ થઈ તે ચર્ચવા વિના અહીં ચાલશે પણ સોનુની ચર્ચા તો કરોના કાળના રિયલ સ્ટાર તરીકે થઈ. ફિલ્મોના સ્ટાર્સ યા નિર્માતા કે દિગ્દર્શકો ક્યારેક સરકારી દબાણથી તો ક્યારેક સાચી માનવીય લાગણીથી અમુક તમુક લાખ રૂપિયાનું દાન કરતા હોય છે. આવા નામોમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમારથી માંડી સલમાનખાન જેવા પણ આવે. પરંતુ તેઓ લોકો વચ્ચે સીધા જઈ મદદરૂપ નથી થતા. સ્ટાર્સ હોય તેમના માટે એવું કરવું જોખમી પણ હોય છે.

પરંતુ સોનુ સુદ, સ્વરા ભાસ્કર જેવા સીધા લોકો વચ્ચે જઈ માત્ર આર્થિક મદદ કરવાથી આગળ જઈ તેમની વ્યવહારુ મુસીબત ઉકેલવામાં પણ સાથે રહ્યા. સોનુ સુદને ફિલ્મોમાં સામાન્યપણે ખલનાયકીની ભૂમિકા મળે છે. કોરોના સમયના કાર્યએ તેને હીરો બનાવી દીધો પણ શું તેનાથી તેને હીરો તરીકે ફિલ્મો મળતી થઈ? અત્યારે સાદો ઉત્તર છે. ‘ના’. આમ બનવા પાછળ બે-ત્રણ કારણો કહી શકાય. પહેલું મોટું કારણ કે એ કોરોના માટે સ્થળ પર જઈ મદદ કરવામાં વધારે રોકાયેલો રહ્યો. એટલે ફિલ્મવાળા તેને કઈ રીતે લે? ને બીજું કારણ એ કે નવી ફિલ્મો જ અનાઉન્સ નથી થતી. છતાં કહેવું જોઈએ કે હજુ કોઈ નિર્માતાએ તેને હીરો બનાવવા વિચાર નથી કર્યો.
સોનુ સુદ શરૂઆતથી જ હિન્દી ઉપરાંત તેલુંગુ, તમિલ ફિલ્મોમાં કામ કરે છે અને આન્ધ્રપ્રદેશ સરકારે તેને બેસ્ટ વિલનનો નાંદી એવોર્ડ પણ આપ્યો છે. હા, તેલુગુ બ્લોકબસ્ટર ‘અરુંધતી’માં તે સહાયક અભિનેતા તરીકે ખૂબ પ્રશંસા પામ્યો હતો. પણ ‘દબંગ’ ફિલ્મમાં સલમાન સામે નેગેટીવ રોલમાં તે ખૂબ ચર્ચાયેલો અને તે કારણે ખલનાયક તરીકે વધુ એસ્ટાબ્લિશ થતો ગયો. તમે તેને ‘યુવા’, ‘અશોક’, ‘જોધા અકબર’, ‘હેપી ન્યુ યર’, ‘સિમ્બા’ માટે પણ યાદ કરી શકો. અત્યારે તેની પાસે ‘પૃથ્વીરાજ’ ફિલ્મ છે અને તેમાં અક્ષયકુમાર, સંજય દત્ત, આશુતોષ રાણા છે તો સોનુની ભૂમિકા શું હશે? એક વાત નક્કી છે કે હવે તેને ખલનાયકીમાં બંધ કરી શકાય તેમ નથી. ને આ સિવાય તેની પાસે ચારેક તલુગુ અને એક તમિલ ફિલ્મ છે. મતલબ કે હજુ પણ તેને હિન્દી ફિલ્મો મર્યાદિત રીતે જ મળે છે. સોનુને આ વાતનું દુ:ખ છે પણ આ વિશે શું કહેવું? સોનુને આ 15-16 મહિનામાં ફિલ્મના કામ માટે નહીં આ માનવસેવાના કામ માટે એવોર્ડ મળ્યા છે.
સોનુ મૂળ પંજાબનો છે તો એ શક્ય છે કે તેણે લોકોમાં ઊભી કરેલી સારી ઈમેજને કારણે પંજાબની ચૂંટણીમાં રાજકીય પ્રવેશ મળે. જોકે એ માટે સોનુ પોતે તૈયાર છે કે નહીં તે જૂદો પ્રશ્ન છે. સોનુ પોતાને અભિનેતા તરીકે જાળવવા માંગે છે કારણ કે તેમાં મળેલી ઈમેજ જ તેને સેવાકાર્ય કરવામાં મદદ કરી છે. સોનાલી નામની તેલુગુ સ્ત્રીને પરણેલો સોનુ પોતાને મુંબઈ અને દક્ષિણ સાથે વધુ જોડાયેલો અનુભવે છે. તેના સેવાકાર્યના અનેક કિસ્સા ભલે ચર્ચાતા હોય તે પોતાના પાત્રો વડે ચર્ચાવા ઈચ્છે છે. પરંતુ હા, સેવાકાર્યોએ તેનામાં નવી નાગરિક જવાબદારી જરૂર જગાડી છે. ફિલ્મો ભલે તેને વિલન રાખે, તે ‘હીરો’ જેવા કામ કરતો રહેશે.