Top News

પાકિસ્તાનનાં આતંકી હાફિઝ સઈદના ઘર નજીક બોમ્બ બ્લાસ્ટ, બે નાં મોત

પાકિસ્તાન (Pakistan) માં આતંકી હાફિઝ સઈદના વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ જૌહર ટાઉન વિસ્તારમાં થયો. જ્યાં જમાત ઉદ દાવાના ચીફ અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ રહે છે. મળતી માહિતી મજુબ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોમાં બાળકો અને મહિલાઓ સામેલ
મળતી માહિતી મુજબ વિસ્ફોટ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટનું કારણ ટારગેટ બ્લાસ્ટ કે પછી સિલિન્ડર વિસ્ફોટ માનવામાં આવી રહ્યું છે. જો કે હજુ આ વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી.

પાકિસ્તાનના લાહોરના જૌહર ટાઉનમાં એક મકાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ ધડાકામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બાળકો અને મહિલાઓ સહિત 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જૌહર ટાઉન તે જ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદ રહેતો હતો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન ઉસ્માન બજદરે પોલીસને આ મામલાની તપાસ કરવા આદેશ આપ્યો છે. પાકિસ્તાની મીડિયાએ એએ જાણકારી આપી છે.

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પોલીસ અને બોમ્બ નિકાલની ટીમ બચાવ ટીમ સાથે હાફિઝ સઈદના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ સ્થળ પર પહોંચી ગઈ છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના મકાનો અને મકાનોની બારીઓના કાંચ તૂટી ગયા હતા. એક મકાનને નુકસાન થયું હતું અને બ્લાસ્ટ સ્થળ પર પાર્ક કરાયેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

Most Popular

To Top