આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી...
વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના...
વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ...
વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા...
વડોદરા: ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ ની ઉજવણી માટે ગાઈડ લાઈન નક્કી કરી દેવામાં આવી છે પરંતુ...
વડોદરા: કોરોનાનું સંક્રમણ ઘટતા કોલેજોમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપ્યા બાદ ગાઈડ લાઈન મુજબ ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ વિશ્વવિખ્યાત શિક્ષણિક સંસ્થા છે. યુનિ. કેમ્પસ માં અને બહાર વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.. તે...
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો...
ભારતે આજે કવિડ-૧૯ની રસીના એક કરોડ કરતા વધુ ડોઝ આપ્યા હતા, જે એક દિવસમાં અપાયેલા સૌથી વધુ ડોઝ છે એમ કેન્દ્રીય આરોગ્ય...
સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ...
શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલની કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝ પેકી...
ડિંડોલી પાસે રેલ્વેના પાટાના કિનારે ધમધમતી પ્રમુખપાર્કની ખાતે મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન વખતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિવિંગ એકમોની વચ્ચે મિલ શરૂ...
નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ...
ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મૂકવામાં આવી હતી. જેને સુગર ફેક્ટરીના સભાસદોએ હાઇકોર્ટમાં...
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે...
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયોથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો દર્દીઓની...
રાજ્યભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિને દામવા રાજ્ય પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરવામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા પછી, જ્યાં આ આતંકવાદી જૂથ (terrorist group) દેશમાં નવી સરકાર બનાવવાનો (making new govt) પ્રયાસ કરી...
1986ની બેચના આઈએએસ પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી...
દેશની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ)...
નવી દિલ્હી. ન્યૂઝીલેન્ડ (New Zealand)ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સ (Chris Cairns) બચી ગયા છે પરંતુ તેના પગમાં લકવો (paralysis) થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના આ...
ભારતની ટેબલ ટેનિસ (Indian table tennis) ખેલાડી અને ગુજરાત (Gujarat)ના મહેસાણાના ભાવિનાબેન પટેલે (Bhavina patel) ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં શાનદાર પ્રદર્શન કરીને...
નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand)માં ફરી ભારે વરસાદ (Heavy rain)થી સામાન્ય માણસનું જીવન કંગાળ બની ગયું છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન...
શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj kundra)ની અશ્લીલ ફિલ્મ (porn films) બનાવવા અને તેની એપ પર રિલીઝ (relies on app)કરવા...
SMC ના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. અજીતકુમાર ભટ્ટ સસ્પેન્ડ, આ છે કારણ..
‘તમે કોઈ સારું કામ કર્યું નથી,’ એમ કહી ડી કંપનીના અબુ સાલેમની મુક્તિ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
INDvsPAK: ભારતે હાથ ન મિલાવ્યો પણ રોહિત શર્મા વસીમ અકરમની મુલાકાતે બધાને ચોંકાવી દીધા
કરોડિયા આકારણી કૌભાંડમાં ભાજપના વોર્ડ-8 ના પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા
ડૉ . બી.જે. બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપના નવા અધ્યક્ષ
રાજસ્થાન: ભીવાડીની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાડી નાખવાની મળી ધમકી: ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરાઈ, રાજયમાં અપાયું હાઈ એલર્ટ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતી મતોથી ચૂંટાયા
ડભોઇની બે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિસ્તારમાં ફફડાટ
વડોદરાના ગ્રામ્ય વિસ્તારની 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી
આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો સામાન ખાક
ગુજરાતી ભાષાને પાળવાની છે પાડવાની નથી
એન ઇવનિંગ ઈન પેરિસના ગીતની મજેદાર કહાની
દીકરી એટલે
ગુજરાતી ભાષાને પાળવાની છે પાડવાની નથી
તદ્દન સાદુ સત્ય
આંધ્ર પ્રદેશના સી.એમ, એન. ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની અમરાવતીમાં મુલાકાત
એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ સત્તા, સોદાબાજી અનેરહસ્યોનું રાજકારણ
વિદ્વાન-દેશભક્તોની બૌદ્ધિક ધરોહર: માધવ ગાડગીલ અને આન્દ્રે બેતેઇલ
તાજેતરની સંસદની ચૂંટણીના પરિણામોએ જાપાનના બંધારણમાં ક્રાંતિકારી ફેરફારો માટેનો માર્ગ મોકળો કર્યો છે
ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’નો ઐતિહાસિક પ્રારંભ , દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ
ગાંધીનગરમાં ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધાનો પ્રારંભ થયો
ભવનાથની શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરતાં મુખ્યમંત્રી
૧૭મીએ સહકાર ક્ષેત્રની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે
રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી હજુ વધશે
બોલીવુડ પર હવે દાઉદ ઇબ્રાહીમને બદલે લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધાક
T20 વર્લ્ડ કપ 2026: ભારતની જીત બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર
ગુજરાત બનેગા ખાલિસ્તાન : વડોદરાની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ મોડમાં
સુરત મહાનગર પાલિકાની અંતિમ સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા શરુ… અપડેટ્સ માટે આ ન્યુઝ પોસ્ટ જોતા રહો
ગુજરાતમાં દલિત-આદિવાસી પર અત્યાચાર વધ્યા – કોંગ્રેસનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને આધારે ઈડબલ્યુએસનું અનામત આપવાની પણ જાહેરાત કરી છે પરંતુ જાતિ આધારીત અનામત આઝાદીના 7 દાયકા બાદ પણ યથાવત છે. મૂળ તો અનામતનો હેતુ જે તે પછાત જ્ઞાતિને ઉપર લાવવાનો હતો. પરંતુ રાજકારણને પગલે ત્યારબાદ ઉત્તરોત્તર અનામતમાં વધારો જ થતો રહ્યો.

પહેલા અનુસૂચિત જાતિ-જનજાતિ માટે અનામત હતી. બાદમાં સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિ માટે અનામત જાહેર કરવામાં આવી. સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિ માટે અત્યાર સુધી અનામત જે તે રાજ્યો પૂરતી મર્યાદિત હતી પરંતુ હવે આ અનામત કેટેગરી કેન્દ્ર સરકાર દ્વારા પણ અપનાવી લેવામાં આવી અને બાકી હતું તે આવક આધારીત અનામત પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકારે આ અનામત જાહેર કરી ત્યારે જ વિવાદ થયો હતો પરંતુ અનામતનો વિરોધ કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યો નહીં અને અનામત અમલી બની ગઈ.
કેન્દ્ર સરકારની એમબીબીએસમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઈડબલ્યુએસને 10 ટકા અનામતની સામે તમિલનાડુની ડીએમકે સરકાર દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ડીએમકે સરકાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે એમબીબીએસમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસીને 50 ટકા અનામત આપવામાં આવે અને ઈડબલ્યુએસની 10 ટકા અનામતને નાબૂદ કરવામાં આવે. ડીએમકે સરકારની અરજીને પગલે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એવો મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે કે જેની અસર આખા દેશમાં પડી શકે છે.
મદ્રાસ હાઈકોર્ટે એમબીબીએસમાં ઈડબલ્યુએસ આધારીત અનામતને ફગાવી દીધી છે. હાઈકોર્ટે એવી મહત્વની ટિપ્પણી કરી છે કે દેશમાં અનામત અને જાતિ વ્યવસ્થાને નાબૂદ કરવી જોઈએ પરંતુ તેને બદલે તેમાં વધારો જ કરવામાં આવી રહ્યો છે. અનામત આપવાનું વલણ તેને વધારી રહ્યું છે. આનો અંત આવવો જોઈએ. અનામત પ્રણાલી ખરેખર થોડા સમય માટે હતી પરંતુ તેને સમયાંતરે વધારવામાં જ આવી છે. પ્રજાસત્તાક ભારતમાં અસમાનતા દૂર કરવા માટે અનામતની પ્રથા અમલી બનાવવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવામાં આવ્યું જ નથી. એમબીબીએસમાં ઈડબલ્યુએસ માટેની 10 ટકા અનામતને ફગાવી દેતા મદ્રાસ હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ 10 ટકા અનામતને કારણે 50 ટકા અનામતના ક્વોટાની મર્યાદા જ ખતમ થઈ જશે. જે ખોટું થશે.
મદ્રાસ હાઈકોર્ટ દ્વારા વ્યાજબી રીતે જ ટિપ્પણી કરવામાં આવી છે પરંતુ દેશમાં રાજકીય સ્થિતિ એવી છે કે કોઈપણ પક્ષ અનામતને નાબૂદ કરવા માંગતો નથી. ભૂતકાળમાં જે પક્ષ દ્વારા અનામત નાબૂદીના નારા લગાડવામાં આવ્યા હતા તે પક્ષ પણ હવે અનામતની તરફેણ કરવાની સાથે તેને વધારવાનો જ પ્રયાસ કરી રહ્યા છે. કોઈપણ જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધારવાના પ્રયાસો ચોક્કસ થવા જ જોઈએ. પરંતુ અનામત આપવો એ કોઈ કાયમી ઉકેલ નથી. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણીને કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોએ ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે પરંતુ રાજકારણ આગળ હાઈકોર્ટની ટિપ્પણી એળે જ જશે તે પણ નક્કી છે.