Top News

More Posts

   The Latest

Most Popular

રવિવારની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બે નવયુવાન સાથે ફોન પર વાત કરી હતી. વેક્સિન બાબતે અહીં ઘરેઘર અફવાઓના ગંદા પ્રચારના કારણે ગેરસમજ એવી ફેલાઇ ગઇ છે કે સાડા ત્રણ હજાર વસ્તી ધરાવતા અમારા ગામમાં એક પણ વ્યકિતએ વેક્સિન લીધી નથી. વેક્સિન કોરોનાથી બચવા માટે નથી પરંતુ મારવા માટે છે. આવી અફવાઓના કારણે કોઇ પણ વેક્સિન મુકાવવા માટે તૈયાર નથી. પેલા બંને યુવાન સાથેના વાર્તાલાપ સાંભળ્યા બાદ અંતમાં વડાપ્રધાન મોદીએ એવી ગેરસમજ દૂર કરવાની જવાબદારી પેલા બંને યુવાનોને સોંપી. મોદીએ કહેવું પડયું મે પણ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. મારી 100 વર્ષની માતાએ પણ વેક્સિન લઇ લીધી છે. યુવાનોએ મોદીને ખાત્રી આપી અમે વેક્સિન બાબતે ગામવાસીઓને તૈયાર કરીશું અને પત્ર લખીને તમને જાણ કરીશું. આ દેશમાં ગામડાની ગરીબ અભણ પ્રજામાં આવી માન્યતા ઘર કરી ગઇ છે એમા પાછો એક વર્ગ એવો છે કે વેક્સિનને ધર્મની વિરૂધ્ધ સાંકળે છે અને વેક્સિન મુકાવતા નથી. આવુ પાપ કરનારા અને લોકોને ભડાવનારા લોકોની આ દેશમાન કમી નથી. સાયન્સે સિધ્ધ કરી બતાવ્યું છે કે કોરોનાની રસી મારવા માટે નથી તારવા
માટે છે.

સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top