Gujarat

સરકારે જીએસટી વેરા સમાધાન યોજનાની મુદત લંબાવી

સરકારે જીએસટી વેરા સમાધાન યોજનાની મુદત લંબાવીગાંધીનગર: માર્ચ અને એપ્રિલ દરમ્યાન રાજ્યમાં કોરોનાની બીજી લહેરના પગલે જીએસટી સમાધાન યોજના અન્વયે જે વેપારીઓએ લાભ લીધો હોય પરંતુ હપ્તા સમયસર ના ભરી શકયા હોય તે બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકારના નાણાં વિભાગે હવે જીએસટી સમાધાન યોજનાની મુદતમાં વધારો કર્યો છે.

નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, સમાધાન યોજનાની 10 ટકા રકમ પ્રથમ હપ્તા તરીકે તા.31મી જુલાઈ 2020 સુધીમાં ભરવાની હતી. જો કે જે કિસ્સામાં આ રકમ 31મી જુલાઈ 2020 સુધીમાં ના ભરાઈ હોય તો તે 1.5 ટકા વ્યાજ સાથે 31-8-2021 સુધીમાં ભરી શકાશે. વ્યાજની રકમ, મહિનો કે તેના ભાગ માટે 1.5 ટકા લેખે ગણવાની રહેશે.

11 સરખા માસિક હપ્તાની રકમ પણ 1.5 ટકાના વ્યાજ સાથે 31-8-2021 સુધીમાં ભરી શકાશે. આ યોજના હેઠળ ભરવાની બાકી હપ્તાની રકમ કે હપ્તાની વિલંબિત ચૂકવણી અન્વયેના વ્યાજની કોઈપણ રકમ અરજદાર 31-8-2021 સુધીમાં ભરપાઈ કરે તો તેવા અરજદારને યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જ્યારે 6-12-2019ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.

Most Popular

To Top