ડિરેક્ટર : રંજન ચંડેલ કલાકાર : વામિકા ગબ્બી, ઝોયા હુસેન, પવન મલ્હોત્રા, પૂર્વા પરાગ રેટિંગ : 3 /5 ડિઝની હોટસ્ટાર ઉપર આઠ...
ડાન્સ રિયલિટી શો ‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’માં દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર ગેસ્ટ તરીકે જોવા મળશે. શોના સ્પર્ધકો અભિનેત્રીનાં જાણીતાં સૉન્ગ્સ પર ડાન્સ...
નટુકાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, તેઓ તેમના અંતિમ શ્વાસ...
સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો...
ભૂતકાળના ગૌરવને ફરી જીવંત કરવાનું કામ પણ પૂણ્યનું છે ને તે અત્યારે ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’ વડે થઇ રહ્યું છે. જેકસન શેઠીના દિગ્દર્શનમાં બનેલી...
હાલમાં જ અજય દેવગણે જાહેરાત કરી છે કે તેઓ સાઉથની ફિલ્મની હિન્દી રીમેક બનાવી રહ્યા છે , તેલુગુ ફિલ્મ Naandhiની હિન્દી રીમેક...
કાર્તિક આર્યન કોઈ સત્યનારાયણની કથા કરાવી રહ્યો છે. આ તો અહીં વાત થઈ રહી છે કાર્તિકના આગામી પ્રોજેક્ટ વિશે અને તેની જાહેરાત...
અહાના કુમરા ચાહે છે કે તે પણ મોની રોયની જેમ હવે ફિલ્મોમાં જ દેખાતી થાય પણ લાગે છે કે હજુ તેણે વેબ...
મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની ( twitter) સેવાઓ ફરી એકવાર અટકી ગઈ છે. ટ્વિટરના ડેસ્ક વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓએ પેજ...
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને...
નડિયાદ: વધતી જતી મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાની સાથે સાથે હવે ધાર્મિકસ્થળો ઉપર પણ પડવા લાગી છે. મોંઘવારીને પગલે યાત્રાધામ ડાકોરમાં...
વડોદરા : રાજ્ય ભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે.જોકે તંત્રના પાપે વેક્સિનના જથ્થાનો અભાવ સર્જાતા વેક્સિન મુકાવા આવેલા લોકો સરકાર સામે...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે સાયકલો મૂકવામાં આવી છે. મોર્નિંગ વોકરો સાયકલીગ કરીને પોતાની હેલ્થ સારી રાખી શકે જે ની શરૂઆત...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર અપાયું હતું છેલ્લા...
ડભોઇ: ડભોઇની ઐતિહાસિક ધરોહર સમાન મુખ્ય બજાર માં આવેલ ટાવર ની હાલત ખખડધજ થઈ રહી છે.તંત્ર દ્વારા સમયસસર સમારકામ ના અભાવે દિવસે...
surat : શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં કોરોનાની ( corona) ત્રીજી લહેર ( third wave) ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે સમગ્ર તંત્ર તૈયારી...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં...
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ...
વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના...
સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો...
કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના...
નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં...
રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે...
બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં...
ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના...
તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો...
નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને...
માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની...
રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી...
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ

ડિઝની હોટસ્ટાર ઉપર આઠ એપિસોડની સીરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે, અનુરાગ કશ્યપે લખનૌની ઝોયા હુસેનને તેની ફિલ્મમાં લોન્ચ કરી હતી અને ત્યારે ઝોયા હુસેન ચર્ચામાં આવી હતી. હવે ફરી ગ્રહણ વેબ સિરીઝને કારણે ઝોયા ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, ઝોયા બાદ વામિકાના ખુબ જ વખાણ થઈ રહ્યા છે, વામિકાના સહજ અભિનયે બધાનું મન મોહી લીધું છે.
ડિઝની હોટ સ્ટાર ઉપર રજૂ થયેલ આ વેબ સીરીઝ હિન્દી સાહિત્યના સુપરહિટ લેખક સત્યવ્યાસના ઉપન્યાસ ‘ચોરાસી’ ઉપરથી પ્રેરિત છે , આ વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશ – બિહાર બોર્ડર ઉપર આવેલા ‘બોકારો’ શહેરની વાત કરવામાં આવી છે, 1984 માં બોકારો શહેરમાં શીખ સમુદાયના શીખોના સંહારની પૃષ્ઠભૂમિમાં મનુ અને રિશીના પ્રેમની વાત છે. તમે નવલકથાને વાંચો અને રૂપેરી પરદે નિહાળો એમાં ફર્ક હોય છે , સાહિત્યમાં કથાકન ભિન્ન હોય છે અને રૂપેરી પરદે વિઝ્યુલાઇઝ થાય અને નરેટ થાય એ પેટર્ન બદલાય જાય છે. વેબ સીરીઝમાં જયારે નવલકથા કન્વર્ટ થાય ત્યારે ઓડિયન્સના ટેસ્ટ મુજબ એને રસપ્રદ બનાવવામાં આવે છે , નોવેલની સ્ટોરી મજબૂત હોય તો જયારે વેબના પરદે આવે તો પણ પ્લોટ સશક્ત જ રહેવાનો છે કારણકે મુળીયું જ મજબૂત છે એટલે છોડ નબળો ઉગવાનો નથી. ઓરીજીનલ નોવેલનું નામ ‘ચોરાસી’ છે પણ નામ બદલીને ‘ગ્રહણ’ કેમ કરવામાં આવ્યું છે તે બાબત સમજાય એમ નથી, હિન્દી બેલ્ટના ઓડિયન્સ વાંચનના શોખીન હોય છે એટલે ઓરીજીનલ નોવેલનું ‘ચોરાસી’ નામ રાખવામાં આવ્યું હોત તો વધુ અનુકૂળ હતું.
સ્ટોરી પ્લોટ
ઝારખંડના પાટનગર રાંચીમાં વર્ષ 2016માં એસ.પી અમૃતા સિંહને ઉત્તર પ્રદેશ – બિહાર બોર્ડર ઉપર આવેલ શહેર બોકારોમાં વર્ષ 1984માં થયેલ શીખ વિરોધી રમખાણની તપાસની જવાબદારી મળે છે , એસ.પી અમૃતા તપાસ શરૂ કરે છે ત્યાં એને ખબર પડે છે કે રિશી રંજન જ રમખાણનો આગેવાન હતો , બધાએ તેને જ જોયો હતો અને આ રિશી રંજન બીજો કોઈ નહિ પણ એસ.પી અમૃતાના પિતા ગુરૂસેવક સિંહ છે. શું શીખ વિરોધી રમખાણમાં શું સાચે રિશી શામેલ હતો? તો પછી તે ગુરૂસેવક કેવી રીતે બન્યો હતો. મંજીત છાબડા ઉર્ફ મનુનું શું થયું જેને તે પ્રેમ કરતો હતો? ગુરૂસેવક સિંહ પોતાની પ્રેમિકા મનુ અને બોકારો શીખ વિરોધી રમખાણના રહસ્ય પોતાના હૃદયમાં દબાવીને બેઠો છે, શું છે આ રહસ્ય આ જાણવા માટે તમારે આઠ એપિસોડની સીરીઝ જોવી પડશે.
પ્લસ પોઇન્ટ
આ વેબ સિરીઝમાં રાજકીય ઘટનાક્રમ, સરકારી દબાણ સિવાય સસ્પેન્સ થ્રિલર તડકા પણ છે અને સાથે સાથે મનુ અને રિશીનો પ્રણય સંબંધ,મનુ અને રિશીનો પ્રણય સંબંધ તમને તરો તાજા રાખશે, રિશી અને મનુ બંનેની કેમેસ્ટ્રી પણ ખુબ જામે છે. મનુ અને રિશીના પ્રેમનો માર્ગ પડકારભર્યો છે, અહીંયા તોફાની સમુદ્રને પાર કરવા જેવી બાબત છે અને તેમનો પ્રેમ તેમનું દુઃખ પણ તમને પીડા આપશે.
માઈનસ પોઇન્ટ
સીરીઝ રાઈટરે નોવેલના પાનાંને વેબ માધ્યમ ઉપર લાવવા માટે અને દર્શકોમાં રોમાંચ ઉભો કરવા માટે ચિયુંગ્મની જેમ વાર્તાના એપિસોડને વધુ પડતા લંબાવી દીધા છે એટલે તમને બોરિયત થશે. મોટેભાગે કહેવાય કે દેવ અને દાનવમાં દાનવની હાર થાય છે અને દેવોની જીત થાય છે, પણ અહીંયા ખરાબ તત્ત્વો જીતી જાય છે અને સજ્જનના ભાગે નિષ્ફ્ળતા આવે છે એ બાબત ઓડિયન્સને પણ હજમ થઇ નથી વળી તમે વેબના માધ્યમથી ખોટા સંદેશ પાઠવી રહ્યા છો કે જે ખરાબ છે તેનો જ વિજય થાય છે એટલે સોસાયટીમાં તમે ખોટા સંદેશ અને ખરાબ વિચારધારાનો પ્રસાર કરી રહ્યા છો.
– એશ દેસાઇ