Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. એવા સંકેત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા હતાં. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવા અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ શાળા- કોલેજો શરૂ કરવાનો તબક્કાવાર નિર્ણય કરાશે. ઉત્તરીય બેઠકમાં નિર્ણય બાદ શાળા કક્ષાએ ધોરણ 10-12 અને ત્યારબાદ ધોરણ 9,8,7 અને 6 એમ ધોરણ મુજબ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષે પણ આ પ્રમાણે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

To Top