Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular

માંડવીના પુના ગામના પાટિયા નજીક બાઈકસવાર ત્રણ યુવાનો બે કાર સાથે રોંગ સાઈડે ભટકાતાં શરીર તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર માટે બારડોલી ખસેડ્યા હતા. પોલીસે બાઈકસવાર સામે ગુનો નોંધ્યો હતો. માંડવી-કીમ રોડ પર આવેલા પુના ગામની સીમમાં બે કાર પસાર થઈ રહી હતી. એ દરમિયાન સામેથી આવતી હોન્ડા સાઈન ગાડી નં.(GJ-19-AK-4718) પર સવાર ત્રણ યુવાન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારતાં કાર નં.GJ-26-T-8345 સાથે રોંગ સાઈડ પર ભટકાતાં બાઈક લઈને ઊછળતા પાછળ આવી રહેલી કાર નં.GJ-26-A-3326 સાથે પણ અકસ્માત સર્જાયો હતો.

આથી બે યુવાન રોડની સાઈડ પર ખાડામાં ફંગોળાઇ જતાં આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમને શરીર તથા હાથ-પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને પ્રાથમિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બારડોલી ખસેડાયા હતા. આ બાબતની જાણ માંડવી પોલીસને કરતાં બીટ જમાદારે ઘટના સ્થળે પહોંચી બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

To Top