કરીના અને સૈફના બીજા પુત્રના નામનો થયો ખુલાસો,એક અઠવાડિયાં પહેલાં જ ફાઇનલ કર્યું આ નામ

બોલીવૂડના ( BOLLYWOOD) સ્ટાર દંપતિ ( STAR COUPLE) કરીના કપૂર અને ( KARINA KAPOOR) સૈફ અલી ખાને ( SAIF ALI KHAN) પોતાના પહેલા બાળકનુ નામ તૈમૂર ( TAIMUR) રાખ્યુ ત્યારે તેને લઈને દેશમાં વિવાદ પણ થયો હતો.હવે તેમણે બીજા સંતાનને તાજેતરમાં જન્મ આપ્યો છે અને તેનુ નામ શું રાખવામાં આવ્યુ છે તે જાણવા માટે કરીના અને સૈફના ચાહકો ઉત્સુક છે.અત્યાર સુધી તો તેમના બીજા પુત્રની ઝલક જોવા મળી નથી પણ તેના નામને લઈને ખુલાસો થયો છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કરીના અને સૈફ પોતાના બીજા પુત્રને જેહ (JEH) નામની બોલાવી રહ્યા છે.જોકે તેમણે આ નામને કોઈ સમર્થન હજી સુધી આપ્યુ નથી.જેહ સિવાય બીજુ પણ નામ સામે આવી રહ્યુ છે.સૈફ અલી ખાનની ઈચ્છા બીજા બાળકને પોતાના પિતાનુ નામ આપવાની છે.ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચુકયા છે અને ક્રિકેટર તરીકે મશહૂર હતા.

કરીનાનાં પહેલાં દીકરા તૈમુરનાં નામ સમયે ઘણો વિવાદ થયો હતો
આપને જણાવી દઇએ કે, વર્ષ 2016માં તૈમૂરનો જન્મ થયો અને તેનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણો વિવાદ થોય હતો. તૈમૂર એક મોઘલ રાજા હતો જે ઘણો જ દુષ્ટ હતો. તેણે 14મી સદીમાં તેણે સેંકડો યુદ્ધ કર્યા અને જીત્યા હતાં અને તેણે ઘણાં દેશોને ગૂલામ બનાવ્યાં હતાં.

તૈમુરલંગે પોતાનાં દુશ્મોનોનાં માથા કાપી ભેગા કરવાનો શોખ હતો. તેથી જ્યારે કરિના અને સૈફે તેમનાં દીકરાનું નામ ‘તૈમુર’ રાખ્યું ત્યારે તેનાં પર ભારે વિવાદ થયો હતો. જ્યારે આ મામલે કરીનાએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેમણે તૈમુર નામનો અર્થ ગમવાથી આ નામ પસંદ કર્યું છે તૈમુર એટલે લોખંડી તેમજ જ્યારે તૈમુરનાં નામનો વિરોધ થતો હતો તે સમયે કરિના એ હદે ડરી ગઇ હતી કે તેણે દીકરાનું નામ બદલવાની પણ વાત પતિ સૈફ સાથે કરી હતી.

Related Posts