Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ICMR સહિતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા મેથેમેટિકલ મોડેલ અને જૂના અનુભવના પ્રમાણે તેવી આગાહી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર ઓકટોબર મહિનામાં કદાચ ભારત દેશમાં આવી શકે.એટલે કે ઓગસ્ટના અંતિમ દિવસોથી ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.આઈસીએમઆર દ્વારા કરેલા સર્વે અનુસાર ઝીરો સર્વેમાં લગભગ 67 ટકા થી 68 ટકા લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધ્યું છે અને લગભગ 41.78 કરોડ લોકોનું વેક્સિનેશન પૂરું થયું છે. એમાંથી છ એક ટકા લોકોને બે ડોઝ વેક્સિનના પુરા થયા છે.આંકડાકીય રીતે જોવા જઇએ તો 70 ટકા જેટલું પોપ્યુલેશન કોરોનાની સામે ઈન્કલુડ છે.

બીજી લહેર ડેલ્ટા સ્ટ્રેઈન ના લીધે ભારતમાં આવી હતી. આજની તારીખે આ ડેલ્ટા સ્ટ્રેઈન દુનિયાના અલગ-અલગ 100 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.જે એરિયામાં ડેલ્ટા સ્ટ્રેઈન નથી થયું.ખાસ કરીને ઉત્તર કેરેલાના રાજ્યો જેમાં કેરાલા અને આંધ્રમાં થોડો સામાન્યતઃ વધારો જોવા મળી રહ્યો છે.લાખો કેશો રોજના આવતા હતા તેના બદલે 40 થી 42 હજાર જેટલા કેસો અત્યારે આવી રહ્યા છે.પરંતુ તેનો ઘટાડો જે સ્પીડથી થવો જોઈએ તે સ્પીડથી થતો નથી. આને જોતા લાગી રહ્યું છે કે સામાન્ય ઉછાળો કેસોમાં આવી શકે.આથી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે.જે રીતે ટુરીઝમ વધી રહ્યું છે.ભીડભાડ વધી રહી છે. તે પ્રકારે લાગી રહ્યું છે કે આપણે કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે હાલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે જીલ્લા લેવલે જે હેલ્થ ઓફીસરો છે. તેમની પણ ટ્રેનિંગ પૂરી કરવામાં આવી છે.

તેઓને કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટરની ટ્રેનિંગ અપાઈ છે. બંને મેડિકલ કોલેજ ગોત્રી અને એસએસજી હોસ્પિટલના તમામ સ્ટાફ મેમ્બર , મેડિકલ ઓફિસર તમામ રેસિડેન્ટ ડૉક્ટરની તાલીમ પૂરી થઈ ગઈ છે. એટલે હવે જે ત્રીજી લહેર આવશે તે બીજી લહેર કરતા નાની હશે અને વડોદરાની બેડ ઓક્સિજન સહિતની તમામ વસ્તુઓમાં આપણે આરામથી પહોંચી વળીશું. ડેડ બોડીના મેનેજમેન્ટ માટે લાકડાઓની જે કાંઈ સુવિધા કરવાની હોય તે પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી ગઈ છે. ખાલી જોવાનું એટલું રહેશે કે ત્રીજી લહેરમાં નવો સ્ટ્રેઈન આવે એટલે કે જે પહેલા અને બીજી લહેર માં સપડાયા હતા તેઓ માં ત્રીજી લહેરમાં સંક્રમિત થાય અથવા વેક્સિન બિન અસરકારક પુરવાર થાય તો જોખમ ઊભું થઈ શકે.

To Top