Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના વડસર રોડ પર આવેલ આકૃતિ લાઈફ સ્ટાઇલમાં ઘરની બહાર પાર્ક કરેલ ઇકો કારમાંથી રૂ.45 હજારની મતાનું સાઇલેન્સરમાં આવેલું અંદરનું મટીરીયલની ચોરી થતા ઇકો કારના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે. શહેરના વડસર રોડ પર આવેલ આકૃતિ લાઈફ સ્ટાઇલમાં રહેતા કૈલાસસિંગ ગીસુસિંગ ચૌહાણ કરિયાણાનો વેપાર   કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પાસે પોતાની માલિકીની એક ઇકો કાર છે. પોતાની ઇકો કારને તેઓ ઘરની બહાર પાર્ક કરે છે. ગત તા. 24 જૂનના રોજ સવારના 10 વાગ્યે તેઓ પોતાની ઇકો કારને ચાલુ કરી હતી.

દરમિયાન તેમને ચાવી ભરાવી ઇકો કાર શરૂ કરતા ઇકો કારનો અવાજ અલગ આવતો હતો. જેથી તેઓ પોતાની ઇકો કાર લઈને કટારીયા શોરુમના  ઇકો કારના સર્વિસ સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં મેકેનિકે તેમની કાર તપસ્યા બાદ જણાવ્યું હતું કે, સાઇલેન્સરમાં આવેલું અંદરનું મટીરીયલ કોઈએ કાઢી લીધેલ છે. જેથી તેઓ ઘરની બહાર ઇકો કાર પાર્કિંગ કરેલ હોય ત્યારે કોઈ અજાણ્યો તસ્કરે તેમની ઇકો કાર માંથી સાઇલેન્સરમાં આવેલું અંદરનું મટીરીયલ રૂ.45 હજારની મતાનું ચોરી કરી ગયા હોય તેવી ફરિયાદ માંજલપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

To Top