Top News

More Posts

   The Latest

Most Popular

2014ની લોકસભાની ચૂંટણી પહેલા કાળા નાણાં નો મુદ્દો ખૂબ ગાજ્યો હતો. સ્વિસ બેંકોમાં એટલા બધા રૂપિયા પડયા હતા કે તેમાંથી અડધા પૈસા દેશમાં પરત આવે તો આ દેશના દરેક નાગરિકને મફતમાં 15-20 લાખ રૂા. આપી શકાય સત્તા પર આવીશ તો એક એક પાઈ પાછી લાવીશ. અર્થતંત્રના બીજા એક ખાસ નિષ્ણાંત બાબા રામદેવે કહ્યું કે સ્વિસ બેંકના પૈસા ભારતમાં આવી જાય તે પછી કોઈએ એકપણ પ્રકારનો ટેક્સ નહીં ભરવો પડે અનેક અર્થશાસ્ત્રીઓ એ રકમમાંથી કેટલા કરોડ કિ.મી. રસ્તા, કેટલી હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ કેટલા જળાશયો બની શકે તેનું ગણિત સમજાવવા લાગ્યા હતા.

બધાને બે નકાબ કરી દેવાનો જોશીલો દાવો કરનાર સરકાર ગુપ્તતાના કરારનું કારણ આપી વધુ વિગતો આપવાની અસમર્થતા જાહેર કરતા લૂંટારાઓની ઓળખ મેળવવાનું સૌભાગ્ય લોકોને પ્રાપ્ત નથી થયું. ભારતને આ માહિતી સ્વિસ ઓથોરિટી ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફર્મેશન, ફ્રેમ વર્ક હેઠળ આપે છે. કોઈની સામે બ્લેકમની બાબતે આજ સુધી કોઈ કાર્યવાહી થયાનું જાણમાં નથી. વળી કાળાનાણાની એકપણ પાઈ પરત મળી નથી. એકપણ ચોર લૂંટારો જેલમાં નથી.

બધા મહેલમાં છે. હવે 7 વર્ષ થયા સરકાર પણ એ વાયદો ભૂલી ગઈ હશે. દેશનો આમ નાગરિક તો બાપડો બે ટંકનું ભેગું કરવાની કરવાની ફિકરમાં 15 લાખ મળવામાં હતા એ પણ ભૂલી ગયો હશે. હવે કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર કડક ભૂસ થઈ ગયું. લાખો લોકો બેરોજગાર બન્યા. દેશની આવકમાં ઘટાડો થયો પણ સ્વિસ બેંકમાં ભારતીય ડિપોઝીટમાં જંગી વધારાના અહેવાલ છે તો સરકારે ચેતવા જેવું ખરૂ ? ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top