Gujarat

રાજ્યમાં TET પાસ કરીને બેઠેલા 47000 ઉમેદવારો ભરતીની રાહ જોઈ બેકાર બેઠા છે

રાજ્યમાં TET પાસ કરીને ભરતીની રાહ જોઈ રહેલા 47,000 ઉમેદવારો બેકાર બેસી રહ્યા છે. ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારો ડિપ્રેશનમાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી, તેઓ ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો.

અર્જુન મોઢવાડિયાએ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ TETની પરીક્ષા પાસ કરીને બેઠેલા 47 હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી નથી. ભરતી ન થવાને કારણે, રોજગારીના અભાવે, આ ઉમેદવારો માનસિક રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છે.

જે દુઃખદ બાબત છે.સરકાર દ્વારા 2018 -19માં 6,000 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી માત્ર 3,262 વિદ્યા સહાયકોની ભરતી કરી બાકીના વિદ્યા સહાયકોની હજુ સુધી ભરતી કરી નથી. TET પાસ કરેલા ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી બેરોજગાર ફરી રહ્યાં છે. આથી રાજ્ય સરકાર તાત્કાલિક વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી યુવાનોના ભવિષ્યને અંધકારમય બનતું અટકાવે, આ ઉપરાંત કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકાર પણ TET પ્રમાણપત્રની વેલીડીટી આજીવન કરવામાં આવે જેથી ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બનતું અટકાવી શકાય.

Most Popular

To Top