Top News

More Posts

   The Latest

Most Popular

સાગર ધનખારની હત્યા (Sagar dankhar murder)ના કેસમાં દિલ્હીની તિહાડ જેલ (Tihad jail)માં બંધ ભૂતપૂર્વ ઓલિમ્પિયન સુશીલ કુમારે (Sushil kumar) ગુરુવારે ટીવી પર ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં રવિ દહિયા (Ravi dahiya)ની મેચ જોઈ હતી. સુશીલ કુમાર મેચની શરૂઆત પહેલા બપોરથી ટીવી સામે બેસીને રવિ દહિયાની કુસ્તી (Wrestling) ક્ષણવાર જોતો રહ્યો. જોકે, રવિને ગોલ્ડ ન મળવાના કારણે સુશીલ કુમાર ભાવુક થઈ ગયો અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. 

રવિ દહિયા સુશીલ કુમારની દેખરેખ હેઠળ છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીની યુક્તિઓ શીખી રહ્યો હતો. રવિ દહિયા ફાઇનલ મેચ હારી ગયો. તેને રશિયન કુસ્તીબાજ જાવુરે 7-4થી હરાવ્યો હતો. આ રીતે રવિ દહિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જણાવી દઈએ કે રવિને કુસ્તી શીખવતા સુશીલ કુમારે 2012 ની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. તિહાડ જેલના ખુલ્લા વિસ્તારમાં સુશીલ કુમારને ટીવીની સુવિધા આપવામાં આવી છે. અને માટે જ તે અન્ય કેદીઓ સાથે ટોક્યો ઓલિમ્પિક જોઈ શકે છે. રવિવારે જ્યારે દહિયા ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરી રહ્યો હતો, ત્યારે સુશીલ બપોરથી ટીવી સામે ફાઇનલ જોવા માટે બેઠો હતો. તાજેતરમાં જ તિહાડ જેલ પ્રશાસને સુશીલ કુમારના વોર્ડના સામાન્ય વિસ્તારમાં ટીવી લગાવવાની પરવાનગી આપી હતી. ત્યારે પોતાના ભૂતકાળને વાગોળતા સુશીલ કુમારે ટીવી પર ઓલિમ્પિક જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.   

તિહાડ જેલના ડીજીએ કહ્યું હતું કે કુસ્તીબાજ સુશીલ કુમારને તિહાડ જેલમાં તેના વોર્ડના સામાન્ય વિસ્તારમાં અન્ય કેદીઓ સાથે ટીવી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આરોપી સુશીલ કુમારે ગયા મહિને તિહાર જેલ પ્રશાસનને તિહાડ જેલમાં ટીવી આપવા અંગે પત્ર લખ્યો હતો. ટીવીની માંગણી કરતી વખતે, તેણે કહ્યું કે તે જેલમાં નથી એવું લાગશે જો તેને ટીવી મળશે, અને મને દેશ અને દુનિયામાં થતી કુસ્તીના અપડેટ્સ પણ જોવા મળશે. ત્યારે તેની આ ઈચ્છા પુરી કરતા જેલ પ્રશાસને પણ ટીવી ઉપલબ્ધ કરાવી હતી.

તાજેતરમાં જ પોલીસે સાગરની હત્યા કેસમાં સુશીલ કુમાર સહિત અન્ય આરોપીઓ સામે દિલ્હીની રોહિણી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે સુશીલ કુમાર સહિત 20 લોકોને આરોપી બનાવ્યા છે. તેમાંથી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની આ ચાર્જશીટ 170 પાનાની છે, જ્યારે 1000 જોડાણો છે. તદનુસાર, આ ચાર્જશીટ લગભગ 1100 પેજની છે.

To Top