Top News

More Posts

   The Latest

Most Popular

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડશિલ્ડ (Covishiled)રસીના બે ડોઝ (Dose) વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. 

ઘણા સમયથી બે ડોઝ વચ્ચેના અંતર માટે કયો સમય યોગ્ય છે તેના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે હવે સરકારે ફરી આ માટે નવા નિયમો વિષે વિચારણા શરૂ કરી છે. ત્યારે એક રાષ્ટ્રીય એજન્સીએ પોતાના અહેવાલમાં આનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ અંગેનો નિર્ણય (Decision) આગામી બે સપ્તાહમાં લઇ શકાય છે. કોવિડ -19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એન.કે. અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે. આ નિર્ણય માત્ર કોઈ વિચારણા નથી પણ એક ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવા (Scientific proof)ના આધારે લેવામાં આવશે. હાલમાં, તમામ પુખ્ત વયના લોકો કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી 12 થી 16 અઠવાડિયાના અંતરે બીજી રસી મેળવે છે. 

દેશમાં રસીકરણની શરૂઆતમાં આ અંતર 4 થી 6 અઠવાડિયા સુધી રાખવામાં આવ્યું હતું. આ પછી 4 થી 8 અઠવાડિયા અને પછી મુદ્દત 12 થી 16 સપ્તાહ સુધી લંબાવવામાં આવી હતી. શરૂઆતમાં, બે ડોઝ વચ્ચેના તફાવત વિશે કોઈ વિવાદ ન હતો, પરંતુ જ્યારે આ તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યો હતો, ત્યારે તે રસીઓના અભાવ સાથે પણ જોડાયેલો હતો. જો કે, સરકારે કહ્યું કે આ નિર્ણય રસીઓના અભાવને કારણે નહીં પરંતુ રસીની અસરને કારણે લેવામાં આવ્યો છે. નિષ્ણાતોને ટાંકીને સરકારે કહ્યું કે બે ડોઝ વચ્ચેના અંતરને કારણે વધુ એન્ટિબોડીઝ પેદા થાય છે. 

નિષ્ણાતોએ કહ્યું કે પ્રથમ ડોઝથી એન્ટિબોડીઝ વધુ પેદા થાય છે. આવી સ્થિતિમાં બીજો ડોઝ મોડો આપવો જોઈએ જેથી પ્રથમ ડોઝ તેનું કામ કરી શકે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા અંતર વધાર્યાના થોડા દિવસો પછી જ એક નવો અભ્યાસ આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે કોવિશિલ્ડની પ્રથમ માત્રા કરતાં વધુ એન્ટિબોડીઝના ઉત્પાદનનો અંદાજ સંપૂર્ણપણે સાચો નથી. નોંધનીય છે કે અત્યારે દેશમાં કોવિશિલ્ડ, કોવાક્સિન અને સ્પુટનિક રસી આપવામાં આવી રહી છે. 

દરમિયાન, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય તીવ્ર બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં 40,000 થી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે. ત્યારે એક માત્ર ઈલાજ રસીકરણ પણ પોતાની એક ચોક્કસ પ્રવાહ હેઠળ છે.

To Top