Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વાદળો વિખેરાયા છે.પરંતુ સંભવિત ત્રીજી લહેરની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક તરફ આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.તો બીજી તરફ કેરાલા પ્રવાસેથી પરત ફરેલા વડોદરા શહેરના પિતા-પુત્રમાં શંકાસ્પદ ડેલ્ટા વેરીએન્ટ દેખા દેતા હડકંપ મચ્યો છે.હાલ બંનેની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.ઉપરાંત બંનેના સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ ઓબ્ઝર્વર ડો.ઓ.બી.બેલીમે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા બે દર્દીઓ જેમના આર્ટિફિશિયલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેઓ અહીં દાખલ છે જે બંને પિતા-પુત્ર છે જૂન મહિનાના એન્ડમાં તેઓ તેમના સામાજિક પ્રસંગ માટે કેરાલા ખાતે ગયા હતા.ત્યાંથી પરત ફરતા તેમનામાં છેલ્લા 15-20 દિવસ પછી લક્ષણો શરૂ થયા હતા.જેની માટે બંને પિતા-પુત્રએ ખાનગી હોસ્પિટલમાં આર્ટિફિશિયલ રિપોર્ટ કરાવ્યો હતો. જે બન્નેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.ખૂબ મોટું પરિવાર હતું.પરંતુ તેમના પરિવારમાંથી માત્ર પિતા અને પુત્ર જ પોઝિટિવ આવ્યા છે.જેઓને ખાનગી હોસ્પિટલમાંથી હોમ આઇસોલેટેડ કરી ઘરેથી સારવાર ચાલતી હતી.જેમાં 65 વર્ષીય પિતા છે. તેમને શ્વાસોશવાસની તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.ખાનગી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જણાવ્યું કે કદાચ તેમને વેન્ટિલેટરની જરૂર પડે.જેથી તુરત જ તેમને એસએસજી હોસ્પિટલમાં રીફરથી દાખલ કરવામાં આવ્યા અને હાલ તેઓ બાયપેપ વેન્ટિલેટર ઉપર છે.

જ્યારે તેમનો પુત્ર 39 વર્ષનો છે તેને સાધારણ લક્ષણો હતાં.ત્યારબાદ ધીમેધીમે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેને પણ બે-ત્રણ દિવસ પહેલા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેઓને સાદા ઓક્સિજન ઉપર રાખવામાં આવેલા છે.બંનેમાંથી પુત્રની તબિયત સાધારણ છે.જ્યારે પિતાની તબિયત થોડી ગંભીર કહી શકાય.બંનેની મુસાફરી કેરાલા ખાતે થઈ હોવાથી સયાજી હોસ્પિટલની કોવિડ ટીમે નક્કી કર્યું કે  બન્નેના રિપોર્ટ શંકાસ્પદ ડેલ્ટા તરીકે લેવા અને તે પ્રકારે ડેલ્ટા તરીકે ગણવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

સયાજી હોસ્પિટલની માઇક્રો બાયોલોજીની ટીમ દ્વારા મેડિકલ ડીન તનુજા જાવડેકરની સુચનાથી બંનેના સેમ્પલ લઈ પુના ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હવે 15 દિવસ સુધી રિપોર્ટની રાહ જોવાની છે.હાલમાં બંને પિતા-પુત્ર સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈપણ વેરીએન્ટ આવે તે ગંભીર જ કહેવાય તેને સામાન્ય ગણી ન શકાય.વાયરસ તેની બદલવાની પ્રક્રિયા કરતો હોય છે.જ્યારે પણ વાયરસ તેનું સ્વરૂપ બદલતો હોય તો તે પહેલાં કરતા ઘાતક બને છે માટે સરકારની જે ગાઈડલાઈન છે તેને ચોક્કસપણે પાલન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.

To Top