Top News

More Posts

   The Latest

Most Popular

શહેરા: શહેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં કુટુંબીક ભાઈએ સાત વર્ષની બાળકીને ખાતર મૂકવાનું બહાનું કરીને  તેના ઘરે લઈ જઈને દુષ્કર્મ ગુજારતા  ચકચાર મચી ગઇ  હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને  આરોપીને પકડી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધો હતો. જ્યારે બાળકી ગોધરા ની  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં  તારીખ 1/8/21 ના રોજ એક  સાત વર્ષની બાળકીને પોતાનો કુટુંબીક ભાઈ એ ખેતરમાં ખાતર મૂકવાનું બહાનું કરીને પોતાના ઘરમાં  લઈ ગયો હતો. આરોપી કુટુંબ ભાઈએ ઘરમાં અને  આજુ બાજુમાં કોઈ નહીં હોવાથી આ સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયા બાદ બાળકીને રૂપિયા આપીને ત્યાંથી કાઢી મુકી હતી જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેની માતાએ બાળકીને લોહી નીકળતું જોતા તે ગભરાઈ ગઈ હતી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

બાળકીને  પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. બાળકીની માતાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા  પોલીસે  આરોપીને પકડી પાડીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.જિલ્લા પોલીસ વડા લીના પાટીલ, ડી.વાય.એસ.પી ચેતન ખંટાણા , ડી.વાય.એસ. પી. હિમાલા બેન જોષી , પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પોલીસે આ આરોપીને મદદગારી કરનાર કોઈ અન્ય વ્યક્તિ છે કે નહી તે  દિસાત વર્ષની બાળકી પર  બળાત્કારની ઘટના ગત રવિવારના રોજ બનેલી છે. કુટુંબીક ભાઈએ ખાતર લઈ જવાના બહાને પોતાના ઘરે લઈ જઈને બપોરના સમયે દુષ્કર્મ ગુજારેલ છે

To Top