વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં...
સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું...
વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી....
વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ...
કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે....
વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજયકાન્ત શ્રીવાસ્તવે સીટી ટીબી સેન્ટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરણીના માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી....
સુરત: સને 2015માં સુરત (SURAT)માં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટેક્સટાઈલ યુનિ. (TEXTILE UNIT)બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુનિ. બની નથી...
વડોદરા: વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ શહેર ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી...
ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન...
અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,...
રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની કોવિડ -19 પરની વિષય નિષ્ણાત સમિતિએ ગુરુવારે કોવિશિલ્ડ (Covishield) અને કોવાક્સિન (Covaxin)ના મિશ્રણ વિશેના અભ્યાસની...
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી (Star Indian badminton player) પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ધમાકેદાર જીત નોંધાવ્યા પછી...
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા (Pulitzer award winner) ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડાનિશ સિદ્દીકી (Indian journalist Siddiqui)ની અફઘાનિસ્તાનમાં ક્રોસફાયર (Cross fire) અથવા સુરક્ષા વિરામથી મોત...
સુરતીઓને તો બસ સેલિબ્રેશનનો એક મોકો જ જોઈએ!!!… રંગીલા મોજીલા સુરતીઓ એટલે કારણ વગરની મોજમાં માનનારા.. સુરતના લોકો સેલિબ્રેશનનો કોઈ જ મોકો...
આજનું યંગસ્ટર્સ હવે ટોળા વળીને ગપ્પા મારવામાં જ નહીં પણ કંઈક ટ્રેન્ડી અને હટકે કરીને પોતાને અટેન્શન કઈ રીતે મળે તે તરફ...
‘યે દોસ્તી હમ નહીં ભૂલેંગે’. આજના યુવો માટે તો ગિફ્ટસ વિનાનું સેલિબ્રેશન જ અધૂરું છે. એમાંય વાત જ્યારે દોસ્તીની આવે ત્યારે એમાં...
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં હવે અવનવા ફૂડ અને મિઠાઇ સાથે આરોગી શકાય તેવા વાસણોનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો...
‘યારો દોસ્તી બડી હી હસીન હૈ.’… દોસ્તી…. શબ્દ સાંભળતાની સાથે ચહેરા પર અનેરી મુસ્કાન તો આવે જ આવે… દોસ્તી વિના જિંદગીના રંગોને...
ગોવાની ખ્યાતિ ભારતના રેપ કેપિટલ તરીકેની છે. ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહેફિલ જામે છે. ગોવામાં દર વર્ષે...
એક તરફ કેન્દ્ર સરકાર લોકોને ભીડથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરે છે. બીજી તરફ ઉત્તરાખંડ સરકારે કુંભમેળામાં 60 લાખ લોકોની ભીડથી ફેલાયેલ...
ટીમ ઇન્ડિયા (Team India)ના સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (Chahal) અને કૃષ્ણપ્પા ગૌતમ (Gautam)ને પણ કોરોના વાયરસ (Corona virus)નો ચેપ લાગ્યો છે. આ બંને ખેલાડીઓ...
નોકરીમાંથી વ્યક્તિ જયારે નિવૃત્ત થાય છે ત્યારે એ એક અજાણી તાણ અનુભવે છે. એક પ્રશ્નાર્થ ખડો થઇ જાય છે: હવે શું? નિવૃત્તિમાં...
ઇરાનથી પોતાના જરથોસ્તી ધર્મની રક્ષા માટે ભારતના સંજાણ બંદરે ઊતરેલાં પારસીઓનો ભાતીગળ ઇતિહાસ છે. લગભગ દરેક ક્ષેત્રમાં પારસીઓનું આગવું પ્રદાન છે. ભારતમાં...
જાણવા મળ્યા મુજબ આશરે 111 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. પ્રવાસન સ્થળોએ ભેગી થતી ભીડમાં નથી માસ્ક, નથી સોશ્યલ...
જીએસટી માટેનું પોર્ટલ તૈયાર કરવાની કામગીરી સરકારે ઇન્ફોસીસ કમ્પનીને આપેલી. શરૂઆતથી અત્યાર સુધી એમાં જે અગવડો, અડચણો પડી તેને વેપારીઓ અને ચાર્ટર્ડ...
વય વધે એટલે જીવન ઘટે, પણ જયારે બાળકનો પ્રથમ જન્મદિવસ ઉજવીએ ત્યારે વય વધે એમ બધા શુભેચ્છા પાઠવે અને એટલે જ ‘હેપી...
એક નાનકડો ૧૨ વર્ષનો છોકરો એક બંગલા પાસે દરવાજો ખખડાવી રહ્યો હતો. બંગલામાંથી શેઠાણી બહાર આવ્યાં. છોકરાએ આજીજી કરી,”આંટી ,કોઈ કામ હોય...
બેંગકોક: થાઇલેન્ડ (Thailand)માં આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે બેંગકોકના એક એરપોર્ટ (airport) પર કાર્ગો બિલ્ડિંગમાં એક મોટી ફીલ્ડ હોસ્પિટલ (hospital)ની સ્થાપના કરી હતી. કારણ...
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં 14 વખત બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ રકમ ઉપાડી 46 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે વેપારીએ શહેર સાયબર ક્રાઇમમાં ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના માંજલપુર વિસ્તારની સાંઈ ચોકડી પાસે આવેલ બાલગોપાલ ટેનામેન્ટમાં પરિવાર સાથે રહેતા સંજયભાઇ ચતુરભાઇ પટેલ મકરપુરા GIDCમાં ક્રાઉન ફેરો એલોયસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં પિતા સાથે વ્યવસાય કરે છે. અને મેટલ પાઉડર બનાવે છે. ગત તા. 26 જુલાઇ-2021ના રોજ સાંજના સમયે તેમના મોબાઇલ ફોન પર જીઓ કંપનીના નામે એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, આપના દ્વારા ઈ-સીમની રિકવેસ્ટ મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજ જોતાની સાથે જ ફોન ડિસકનેક્ટ થઇ ગયો હતો.
ફોન બંધ થઇ જતાં તુરંત જ જીઓ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં મિત્ર ઉંમગ બધેકાના મોબાઇલ ફોન પરથી ફોન કરી તપાસ કરતા કોઈ અન્ય નંબર દ્વારા મેસેજ કરી ઈ સિમ રિકવેસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જે અંગે તપાસ કરતા તેમણે કોઇ મેસેજ કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે કસ્ટમર કેરમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે, આ અંગે અમે કંઇ કરી શકીશું નહીં. આ અંગે જીઓ સ્ટોરમાં જવાની સલાહ આપી હતી. પરંતુ, રવિવારની રજા હોવાથી જીઓના તમામ સ્ટોર બંધ હતા.
દરમિયાન 26 જુલાઇના રોજ સંજયભાઇએ જીઓ સ્ટોરમાં મિત્ર ઉમંગ બોધેકાને મોકલીને સીમ કાર્ડ લેવા માકલ્યો હતો. જેમાં આખો દિવસ પસાર થઇ ગયો હતો. રાત્ર 9 કલાકે સીમ કાર્ડ ચાલુ થયું તે પહેલાં ભેજાબાજોએ કંપનીના એકાઉન્ટમાંથી 14 વખત ટ્રાન્જેક્શન કરીને રૂપિયા 46 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ અંગે સંજયભાઇવ બેન્ક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજરને રજૂઆત કરી હતી. ત્યારે બેંક મેનેજરે જણાવ્યું કે, તમારું એકાઉન્ટ હેક થઇ ગયું છે. અને તમારા આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી ભેજાબાજે રૂપિયા 46 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા છે.
બેંક મેનેજરે ખાતામાંથી ઉપડી ગયેલા નાણાં અંગેની માહિતી આપ્યા બાદ સંજયભાઇએ શહેર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે દિપાંકર બાસુ, પંકી રંજન બેનર્જી, સુભાષિશ દે, સુલેખા પ્રિન્ટર્સ એન્ડ એન્ટરપ્રાઇઝ અને સંજયભાઈના નામનું ચાલુ સીમ કાર્ડ ઇસ્યુ કરનાર શખ્સ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.