Top News

More Posts

   The Latest

Most Popular

અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને ૧૧૫ દિવસ બાદ પણ ખેડૂતોને સુગર ફેક્ટરી દ્વારા બીજો હપ્તો નહીં ચૂકવાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શેરડીનો બીજો હપ્તો નહીં ચૂકવાતાં તેમની કફોડી હાલત થઈ ગઈ છે. ત્યારે ટ્રાન્સપોર્ટના વાહનમાલિકો પણ વાહતુકનું વળતર નહીં ચૂકવાતાં તેમની પણ કફોડી હાલત થઈ છે.

આ અંગે ગાંધીનગર ખાંડ નિયામક અને ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને લેખિતના રજૂઆત કરવા છતાં પગલાં નહીં ભરાતાં ડિરેક્ટર હેતલભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ મહિડા, પ્રતાપસિંહ માટીયેડા, સુરેન્દ્રસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ મહિડા સહિતના ખેડૂત આગેવાનો સહિતના ખેડૂતો સભાસદોને શેરડીનો હપ્તો ૧૭મી જુલાઇ સુધીમાં ખેડૂતના એકાઉન્ટમાં ચૂકવવામાં આવેનું વહીવટદારોને અલ્ટિમેટમ આપ્યું હતું.

જેથી સુગર ફેક્ટરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બાદ સંચાલકોનો ઘેરાવ કરી ટ્રાન્સપોર્ટના વાહન માલિકો અને ખેડૂતોએ એમ.ડી.કિશોરસિંહને રજૂઆત કરી હતી. જેમણે ખેડૂતોના હપ્તાની ચૂકવણું કરી દેવા ઉપરાંત બાકીના બે-ત્રણ દિવસમાં ચૂકવવા સાથે બીજા હપ્તાની ચૂકવણી સરકારની સબસિડી મોડી આવવાને કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું.

To Top