Surat Main

સુરત મેટ્રો રેલ સ્ટેશન માટે કાદરશાની નાળ સ્થિત આ શોપીંગ કોમ્પલેક્સને ઉતારી પાડવા મનપાની તૈયારી

સુરત: (Surat) કાદરશાની નાળ સ્થિત સુરત મનપાનું શોપીંગ સેન્ટર (Corporation Shopping Center) જર્જરીત થઇ ચુકયુ છે. તેમજ અહીના ભાડુઆતોની લીઝ પણ પુરી તઇ રહી છે. ત્યારે આ શોપીંગ સેન્ટરને ઉતારી પાડવા માટે શાસકોની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. વળી આ જગ્યાએ હવે સુરતના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રોનું સ્ટેશન (Metro Station) પણ બનાવાનું છે. તેમજ મેટ્રોની પ્રથમ ફેઝની કામગીરી ફુલ ફ્લેજમાં ચાલી રહી છે. જેમાં અંડરગ્રાઉન્ડ અને એલીવેટેડ રૂટનો સમાવેશ થાય છે. મેટ્રોના રૂટમાં જમીન સંપાદન કે, અડચણમાં આવતી મિલકતો ઉતારી પાડવાની કામગીરીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. મેટ્રોના સરથાણાથી ડ્રીમસીટીના પ્રથમ ફેઝના 21 કિ.મીના રૂટ પર કાદરશાની નાળથી ડ્રીમસીટીનો એલીવેટેડ મેટ્રો રૂટ પર રૂદરપુરા કાદરશાની નાળ ખાતે આવેલું શોપીંગ કોમ્પલેક્સ રૂટમાં નડતરરૂપ હોય તેને ઉતારી પાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 2, નોંધ નં. 1961/અ, 1961/બ રૂદરપુરા કાદરશાની નાશ ખાતે આવેલું મનપાનું શોપીંગ સેન્ટર કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 51 દુકાનો છે અને પ્રથમ માળે 10 ગોડાઉન છે જે તાકીદે ઉતારી તેની સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવાનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મુકી દેવાયું છે. જેના પર બુધવારે મળનારી મનપાની સ્થાયી સમિતિની મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા આ શોપીંગ કોમ્પલેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રિપોર્ટ એસવીએનઆઈટી પાસેથી ચકાસાવાયો હતો. જેમાં આ શોપીંગ સેન્ટર સ્ટ્રક્ચર સ્ટેબીલીટીની દ્રષ્ટિએ મજબુત નથી તેમ એસવીએનઆઈટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top