Top News

More Posts

   The Latest

Most Popular

ભારત એક દિવસમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કેસની કુલ સંખ્યા વધીને 3,21,56,493 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાના કારણે વધુ 478 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,30,732 થઈ ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.

મંત્રાલયે કહ્યું કે, દેશમાં સતત 48 દિવસોથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે.સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા દર્શાવે છે કે, દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3,87,673 (કુલ ચેપના 1.21 ટકા) થઈ ગયા છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.45 ટકા નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 2,446 કેસનો ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત, શુક્રવારે કોરોનાના 22,29,798 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની કુલ સંખ્યા 49,17,00,577 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 1.73 ટકા નોંધાયો છે. જે છેલ્લા 19 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.05 ટકા નોંધાયો હતો.ડેટામાં જણાવાયું છે કે, દેશમાં કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,13,38,088 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.

To Top