Gujarat

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ક્ક્ષાની ઉજવણી આજે જૂનાગઢમાં

રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે છે.આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.આવતીકાલે તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

અને મુખ્યમંત્રી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી રૂપાણી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલમાં , વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદી નવસારી ખાતે આવતીકાલે ધ્વજવંદન કરાવશે.

Most Popular

To Top