Gujarat

રાજ્યમાં કોરોનાના 25 નવા કેસ, અમદાવાદ-વડોદરા-રાજકોટ મનપામાં 4-4 કેસ, સુરતમાં 1 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય, પોરબંદરમાં 3-3, સુરત ગ્રામ્યમાં 2, અરવલ્લી, ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર મનપા, સુરત મનપામાં 1-1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ભાવનગર અને જૂનાગઢ મનપામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 185 થઈ છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં 7 દર્દી વેન્ટિલેટર પર છે. તેમજ 178 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના 17 દર્દી સાજા થતાં અત્યાર સુધી કુલ 8,14,903 દર્દી સાજા થયા છે. જ્યારે સાજા થવાનો રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.

સાંજે પાંચ વાગ્યા સુધીમાં 6,18,515 વ્યક્તિને રસી આપવામાં આવી
શનિવારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 3,89,686 અને બીજો ડોઝ 27,569, તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ 139 અને બીજો ડોઝ 5,046, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 1,28,820 અને બીજો ડોઝ 67,255 મળી કુલ 6,18,515 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,98,06,924 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top