Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: જાણીતી રિન્યુએબલ એનર્જી કંપની વારી એનર્જીસના નવસારીના ચીખલીમાં આવેલા પ્લાન્ટ, માલિકોના વાપી,મુંબઈમાં આવેલા નિવાસસ્થાનમાં સત્તત બીજા દિવસે મુંબઈ અને વાપી આવકવેરા વિભાગની તપાસ યથાવત રહી છે.

ચીખલીના ગામમાં આવેલી પ્લાન્ટની જમીનો અને નવસારી હાઈવે પર આવેલા ઉદય પેલેસ નજીક નજીક આવેલી કરોડોની જમીન પ્લાન્ટના વિસ્તરણ માટે ખરીદી છે. આ જમીનો પૈકી કેટલીક જમીનો સુરતના બિલ્ડરો એ વેચી છે. એમાં બ્રોકર તરીકે દીપક સુરતની ભૂમિકા હોવાથી આવકવેરા વિભાગ રીટર્નમાં નહીં દર્શાવેલા આ સોદાના ડોક્યુમેન્ટ શોધી રહી છે.

  • સુરતના બિલ્ડર રાજુ, મિતુલ અને બિપિન ડુંગરીને ત્યાં પણ તપાસ યથાવત, બ્રોકર દીપકના ઘરે કાર્યવાહી

મંગળવારે એક્સચેન્જ ફાઇલિંગમાં, વારી એનર્જીઝે જણાવ્યું હતું કે, ‘અમે અહીંથી જાણ કરીએ છીએ કે આજે આવકવેરા વિભાગના કેટલાક અધિકારીઓએ આવકવેરા કાયદા, 1961 હેઠળ તપાસ કરવા માટે ભારતમાં કંપનીની કેટલીક ઓફિસો અને તેના પ્લાન્ટમાં તપાસ કરી હતી. કાર્યવાહી ચાલી રહી છે અને કંપની અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યવાહી ચાલુ છે અને તે સંકળાયેલા અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે.’ આવકવેરા વિભાગની તપાસમાં મુંબઈ, ચીખલી અને વાપીની લગભગ 25 ટીમો સામેલ હતી, જેની શરૂઆત ચીખલીમાં કંપનીની 5.4 GW સોલર સેલ ગીગાફેક્ટરીથી થઈ હતી.

ગુજરાત સ્થિત આ કંપની સૌર આયાત પર ડ્યૂટી ચોરીના આરોપમાં યુએસમાં પણ તપાસનો સામનો કરી રહી છે. સૌર આયાત પર ડ્યૂટી ચોરીના આરોપમાં કંપની સામે ચાલી રહેલી તપાસ યુએસ.માં ચાલી રહી છે. કંપનીની પેટાકંપની – વારી સોલર અમેરિકા – ટેક્સાસમાં 1.6 GW મોડ્યુલ ઉત્પાદન સુવિધા ધરાવે છે, જેને 3.2 GW સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે.

વારી ટેક્નોલોજીસ અને વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરોના ભાવ ઘટ્યા
આવકવેરાના દરોડા ની પગલે બુધવારે BSE પર વારી એનર્જીઝ લિમિટેડના શેર 4.09 ટકા ઘટીને રૂ. 3,148.80 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે તેની બે મુખ્ય કંપનીઓ – વારી ટેક્નોલોજીસ અને વારી રિન્યુએબલ ટેક્નોલોજીસ – ના શેર અનુક્રમે 1.25 ટકા અને 1.97 ટકા ઘટ્યા હતા.

મુંબઈ આઇટીના અધિકારીઓએ ડેટા રિસ્ટોર કરવા એફએસએલની મદદ લીધી
સુરત : સુરતમાં બિલ્ડરને ત્યાં આવકવેરાની ટીમ પહોંચતા જ મોબાઈલ ફોન ભીંત સાથે અથડાવી તોડી નાખવાની ઘટના બનતા મુંબઈ આવકવેરા વિભાગની ટીમે તપાસ ઝીણવટભરી કરી છે. સુરતમાં જે ત્રણ જગ્યાએ દરોડા પડયા છે તેમાં એક જગ્યાએ સીમકાર્ડ ફેંકી દઈ મોબાઇલ ફોન તોડી નાંખવામા આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

જેથી અધિકારીઓને ફોનમાં રહેલી અને રિટર્નમાં નહીં દર્શાવેલી જમીન મિલકતની વિગતો મળી ન શકે, બે સ્થળે વોટસઅપમાં અનેક સોદાઓનો ખુલાસો હતો. પરંતુ એક વ્યકિતએ આઇટીની ટીમ આવતા જ મોબાઇલ તોડી નાંખ્યો હતો.મુંબઈ આઇટીના અધિકારીઓએ ડેટા રિસ્ટોર કરવા
એફએસએલની મદદ લીધી છે.

વારી સોલાર એનર્જીસ ગ્રુપ પર મુંબઇ આવકવેરા વિભાગની 25 ટીમ દ્વારા ચાલી રહેલી તપાસમાં જમીનોના સોદાઓના મામલે સુરતના બે બિલ્ડર,બ્રોકર અને વલસાડના એક બિલ્ડરની ત્યાં તપાસ ચાલી રહી છે.સુરતમાં ત્રણ સ્થળે તપાસ બીજા દિવસે યથાવત રહી છે.

સુરતના બિલ્ડરો કરેલા જમીનના સોદાના ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગને મળ્યા ન હોવાથી બિલ્ડરો,બ્રોકરના પરિવારની આકરી પૂછપરછ થઈ રહી છે. આ દરોડામાં સૌથી કપરી હાલત બ્રોકરની થઈ છે. ગુરુવારે દીકરાના લગ્ન છે પણ મુંબઇ આઇટીએ પરિવારના સભ્યોને ઘર બહાર જવા દીધા નથી. સી.એ. દ્વારા આ અંગે કાયદાકીય રીતે રજૂઆત કરવામાં આવી છે.પણ અધિકારીઓએ હજી કોઈને લગ્નમાં જવાની મંજૂરી આપવામા આવી નથી.

વારી ગ્રુપ પરની તપાસમા અધિકારીઓએ સોલાર પેનલના સોદાઓ અને તેમાથી મળેલા નફા બાબતની અને આયાત-નિકાસ બાબતના ડેટા ચકાસ્યા છે. ચીખલી ઉપરાંત સાઉથ ગુજરાતમા જે જમીનો ખરીદવામા આવી છે તે મામલે સુરતના બે બિલ્ડર અને વલસાડના એક અને બ્રોકરને ત્યા પણ તપાસ શરૂ કરવામા આવી હતી. આ જમીનોના સાટાખત શોધવા માટે અધિકારીઓ મથી રહ્યા છે. બિલ્ડરનું આજે સ્ટેટમેન્ટ પણ લેવામા આવ્યું હતું.

To Top