એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન...
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે...
મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી...
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે....
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન ટેક્સીમાં બેઠો. તેને પૂછીને ટેક્સીવાળાએ મ્યુઝિક ચાલુ કર્યું.ટેક્સીવાળો એકદમ વ્યવસ્થિત સુરક્ષિત રીતે ટેક્સી ચલાવતો હતો. અચાનક સામેથી એક કાર તેજ ગતિમાં આવી અને ટેક્સી સાથે અથડાતાં અથડાતાં ટેક્સીવાળાની સમયસૂચકતાને લીધે બચી અને પોતાની ભૂલ સમજવાને બદલે કારમાંથી ઊતરીને તે યુવાન, ટેક્સીવાળા પર એકદમ ગુસ્સે થઇ ગયો અને ક્રોધના આવેશમાં તે ટેક્સીવાળાને એલફેલ બોલવા લાગ્યો.

પરંતુ ઝઘડો આગળ વધ્યો નહિ, કારણ કાર ચલાવનાર યુવાન ક્રોધવશ ગમેતેમ બોલ્યો પરંતુ ટેક્સીવાળો સામે કંઈ જ બોલ્યો નહિ અને માત્ર હસીને પોતાની ટેક્સી કાઢી આગળ વધી ગયો.ટેક્સીમાં બેઠેલા પ્રવાસીએ ટેક્સીવાળાને પૂછ્યું, ‘દોસ્ત, એક વાત પૂછું? તારી કોઈ ભૂલ ન હતી. બધી ભૂલ પેલા યુવાનની હતી અને તેં તો એક્સિડન્ટ થતાં બચાવી લીધો, છતાં તે તો તને જ ગુસ્સો કરી ગમે તેમ બોલવા લાગ્યો અને બધું તેં સાંભળી લીધું. તેને સામે કોઈ જવાબ પણ ન આપ્યો અને તેને હસીને જવા દીધો.આમ શું કામ કર્યું?? તારે જ તેને બરાબર સંભળાવી દેવું હતું.’
ટેક્સી ડ્રાઈવર હસ્યો અને બોલ્યો, ‘સાહેબ, મેં તેને સામે સંભળાવ્યું હોત તો હજી આપણે ત્યાં જ હોત અને ઝઘડો ચાલતો હોત.આ દુનિયામાં બધા પોતપોતાની સમસ્યામાં ઘેરાયેલા હોય છે.કોઈને આર્થિક તકલીફ હોય છે.કોઈને પરિવારમાં ઝઘડા હોય છે.કોઇ કામકાજના ભાર હેઠળ હોય છે.કોઈ ભાગાદોડીથી થાકેલું હોય છે અને આ બધી તકલીફોને કારણે બધાના મનમાં એક ભારેલો અગ્નિ હોય છે અને જયારે કૈંક ન ગમતું બને છે ત્યારે શું સાચું છે અને શું ખોટું છે તે નક્કી કર્યા વિના આ બધી તકલીફોનો ભાર ગુસ્સા રૂપે ક્યાંક ને કયાંક કાઢવાનો મોકો મળે ત્યારે લોકો પોતાની તકલીફોને ગુસ્સા રૂપે કાઢે છે.
હું આ વાત બરાબર સમજું છું અને બીજાની તકલીફો અને પરેશાનીઓનો ભાર મારા પર લેવા માંગતો નથી.એટલે હું હંમેશા હસી કાઢું છું અને આવું કંઈ પણ થાય ત્યારે ઝઘડો ટાળવા હું હસીને આગળ વધી જાઉં છું.તેનાથી મારું મગજ શાંત રહે છે’ પ્રવાસીને ટેક્સીવાળાની સમજ પર માન થયું. આજે દરેક જણ ઉપર કોઈ ને કોઈ પરેશાનીનો ભાર હોય છે. તેને કારણે નાની નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મનની શાંતિ દૂર થઈ જાય છે.એટલે હંમેશા ક્રોધ કરવો કે ન કરવો તે નક્કી કરવું અને વિવાદથી બચતા રહેવું અને હસતાં હસતાં જીવવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.