Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કેટલાક તળાવનું બ્યુટિફિકેશન કરવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો જોકે  આડેધડ કામગીરીને કારણે કેટલાક તળાવો સુંદર બનવાને બદલે બદસુરત બની રહ્યા છે.કોર્પોરેશનની વડી કચેરીથી માંડ અડધો કિલોમીટર દુર સિદ્ધનાથ તળાવના બ્યુટીફીકેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. સિદ્ધનાથ તળાવના બ્યુટીફીકેશનનો સાડા છ કરોડનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના મોટાભાગના તળાવોના બ્યુટીફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક તળાવના બ્યુટીફિકેશનની કામગીરીમાં પાલિકાની બેદરકારી છતી થઇ  છે. પાલિકાની મુખ્ય કચેરીની પાછળ જ આવેલ સિધ્ધનાથ તળાવનું ૬.૫ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન થયું હતું જોકે સિદ્ધનાથ તળાવની હાલની સ્થિતિ જોઈ લાગી રહ્યું છે કે પાલિકાએ કરેલો ખર્ચ પાણીમાં ગયો છે હાલની સ્થિતિમાં તળાવમાં અસહ્ય ગંદકી છે.

તળાવ ફરતે બનાવવામાં આવેલ વોક-વે ઉપર ઘાસ ઊગી નીકળ્યું છે જેના કારણે વોક-વે પર ચાલવું કે ફરવા કોઈ આવતું નથી  વડોદરા કોર્પોરેશને 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને તળાવની આસપાસ અનેક સુવિધાઓ શરૂ કરાવી હતી. ગાર્ડન બનાવ્યું હતું તળાવની ફરતે એલ્યુમિનિયમના સળિયા પણ લગાવવામાં આવ્યા હતા જોકે આ તમામ ખર્ચ હાલ વ્યર્થ હોય તેવું દેખાય છે તળાવનું પાણી ગંદુ છે, તેમાં કચરો જોવા મળી રહ્યો છે.  તળાવ ફરતે લાઇટો ફિટ કરવામાં આવી હતી જે બંધ હાલતમાં છે  સિદ્ધનાથ તળાવની દશા નર્કાગાર જેવી બની રહી છે આ અંગે કોંગ્રેસના કોર્પોરેટરે પણ કમિશનરને પત્ર લખી તળાવની સફાઈ કરવાની માંગ કરી છે તેમજ તળાવની બ્યુટીફિકેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

તળાવની ગંદકીને કારણે રોગચાળો વધ્યો

વડોદરા કોર્પોરેશને સાડા છ કરોડના ખર્ચે સિદ્ધનાથ તળાવ ની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો હતો અને તળાવનું બ્યુટીફિકેશન પણ કર્યું હતું.પરંતુ કરોડોના ખર્ચ પછી પણ સિદ્ધનાથ તળાવ અત્યારે નર્કાગાર લાગી રહ્યું છે  તળાવમાં અસહ્ય ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે મચ્છરો વધતાં વિસ્તારમાં રોગચાળો ફેલાયો હોવાનું  મનાય છે સ્થાનિક કોર્પોરેટર બાળુસર્વેએ આ અંગે પણ રજૂઆત કરે વહેલી તકે તળાવની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે.

To Top