વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ...
વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ...
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ...
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક...
દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી...
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ...
આત્મ વિજ્ઞાપનની જીવ વંશાવલીમાં કહેવાયું છે કે ભગવાન માટે બધે પહોંચવાનું શકય ન હોવાના લઈને એણે ‘‘માં’’ નું સર્જ્ન કર્યું. તબીબી વિજ્ઞાન...
સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર...
ગણપતિ વિસર્જન માટે લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયમાંથી સ્વાર્થી રાજકારણના મત બેંકની બૂ આવે છે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે એમ...
એક ખાવાનો શોખીન યુવાન …નવું નવું ખાવાના શોખને લીધે તેનું વજન સો કિલોથી પણ વધારે થઇ ગયું.યુવાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.તે...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના...
સપ્ટેમ્બરની તા. ૨૬ મી એ સંયુકત કિસાન મોરચાએ ખેડૂત કાયદાઓ રદ કરાવવા ભારત બંધનું એલાન આપ્યું છે. સવાલ એ છે કે ગયા...
સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ...
છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં ઇન્ટરનેટનો, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધ્યો છે, તે સાથે જ ટેક જાયન્ટ કંપનીઓ તરીકે ઓળખાતી...
પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં ગણેશ મંડળના આયોજકોએ શરમજનક કૃત્ય કર્યુ હતું. આયોજકોએ અહીં સુરત-બિહારથી બે ડાન્સર યુવતીઓને...
સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,...
રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું...
ગુજરાત (Gujarat)માં નવી સરકારની રચના વખતે મુખ્યમંત્રી (CM) પદની રેસમાં આગળ કહેવાતા નીતિન પટેલ (Nitin patel) અગાઉ પ્રમોશન ન મળવાથી નિરાશ થયા...
સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં હવે દક્ષિણ ગુજરાતનો દબદબો વધી ગયો છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ હાઈકમાન્ડ સમક્ષ વજન...
બિઝનેસમેન એલન માસ્ક (Elon musk)ની કંપની સ્પેસએક્સ (Space X)એ તેના પ્રથમ સર્વ-નાગરિક ક્રૂ (All civilian crew)ને અવકાશમાં મોકલ્યા હતા. અને આ રીતે માનવ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારમાં પારડીના ધારાસભ્ય (MLA) કનુભાઈ દેસાઈને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (Minister) તરીકે...
કેરળ (Kerala)ના વિદ્યાર્થીઓ દ્વારા એક પુસ્તક (Book)માં લખવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી છોકરીઓ (Christian girls)ને ફસાવવા માટે લવ જેહાદ (love jihad) ચાલી...
ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) એ ટી 20 વર્લ્ડ કપ (T20 world cup) પહેલા મોટી જાહેરાત...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીના કેબિનેટની (Cabinet) રચના બાદ ગુરૂવારે મોડી સાંજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે....
સુરત: (Surat) ઓગસ્ટના મધ્યમાં સુરત શહેરની મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) વિશ્વ વિખ્યાત જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (Gemology Institute of America) (જીઆઇએ)ના કથિત...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે ઘણા રસ્તા પર ખાડા પડી ગયા છે. ગોડાદરામાં કબૂતર સર્કલથી મહારાણા પ્રતાપ...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દવાનો જથ્થો સીઝ કર્યો છે. આ ઉપરાંત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી સઁચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના ખેતીવાડી વિભાગમાં ઇન્સેક્ટીસાઇડ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કોમલ પટેલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ધ્રુવ છબીલભાઈ કોટેચા (રહે -સીટીઝન સોસાયટી, ઇલોરાપાર્ક) ગાંધી ઓઇલમીલ કમ્પાઉન્ડ નજીક ભગવતી નગર ખાતે કુબેર એન્ટરપ્રાઇઝના નામે કંપની ધરાવે છે. તેમણે જંતુનાશક દવાના વેચાણ માટે લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીમાં શંકા જણાતા તેની પૂર્તતા હેતુ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વડોદરા જિલ્લામાં નાયબ ખેતી નિયામક કચેરીમાં ઇન્ટ્સેક્ટિસાઈડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવવાના હકથી અધિકારી કોમલ પટેલે ધ્રુવ કોટેચાનો સંપર્ક સાધ્યો હતો.
આ દરમિયાન ધ્રુવ કોટેચાએ જણાવ્યું હતું કે ,મને જંતુનાશક દવાના વેચાણ માટેનું લાયસન્સ મળી ગયું છે. ત્યારે તેના ઉપર શંકા જતા તેમણે ઓનલાઈન પ્રક્રિયાની તપાસ કરી હતી. ત્યારે આ પ્રકારનું કોઈ લાયસન્સ ઇસ્યુ ના થયું હોવાનું પર્દાફાશ થયો હતો. જેથી તેઓએ ખેતીવાડી વિભાગના અન્ય અધિકારીઓ સાથે સ્થળ પર ધસી જઇ ચકાસણી કરતા જંતુનાશક દવાના વેચાણનું ડુપ્લીકેટ (ખોટું) લાયસન્સ મળી આવ્યું હતું. જે ડુપ્લીકેટ લાયસન્સ માં જે.એમ.પરમાર નામે અધિકારીની ડિજિટલ સિગ્નેચર દર્શાવવામાં આવી હતી.
ખરેખર સરકારી નીતિમાં ડિજિટલ સાઇન કરવાની પદ્ધતિ ઉપલબ્ધ માં નથી અને જે.એમ.પરમાર નામે કોઈ અધિકારી પણ નથી. જેથી અધિકારીઓએ જંતુનાશક દવા નિયમોના ભંગ તેમજ જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ધ્રુવ કોટેચાને નોટિસ ફટકારી ગોડાઉનમાં રહેલ જંતુનાશક દવાનો જથ્થો સીઝ કર્યો હતો. આ ઉપરાંત બનાવ અંગે તેઓએ ગોરવા પોલીસ મથકમાં ધ્રુવ છબીલદાસ કોટેચા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.