વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર 9 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.તેવી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ...
સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત...
વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ...
વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ...
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ...
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક...
દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી...
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ...
આત્મ વિજ્ઞાપનની જીવ વંશાવલીમાં કહેવાયું છે કે ભગવાન માટે બધે પહોંચવાનું શકય ન હોવાના લઈને એણે ‘‘માં’’ નું સર્જ્ન કર્યું. તબીબી વિજ્ઞાન...
સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર...
ગણપતિ વિસર્જન માટે લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયમાંથી સ્વાર્થી રાજકારણના મત બેંકની બૂ આવે છે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે એમ...
એક ખાવાનો શોખીન યુવાન …નવું નવું ખાવાના શોખને લીધે તેનું વજન સો કિલોથી પણ વધારે થઇ ગયું.યુવાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.તે...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના...
સપ્ટેમ્બરની તા. ૨૬ મી એ સંયુકત કિસાન મોરચાએ ખેડૂત કાયદાઓ રદ કરાવવા ભારત બંધનું એલાન આપ્યું છે. સવાલ એ છે કે ગયા...
સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ...
છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં ઇન્ટરનેટનો, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધ્યો છે, તે સાથે જ ટેક જાયન્ટ કંપનીઓ તરીકે ઓળખાતી...
પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં ગણેશ મંડળના આયોજકોએ શરમજનક કૃત્ય કર્યુ હતું. આયોજકોએ અહીં સુરત-બિહારથી બે ડાન્સર યુવતીઓને...
સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,...
રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું...
ગુજરાત (Gujarat)માં નવી સરકારની રચના વખતે મુખ્યમંત્રી (CM) પદની રેસમાં આગળ કહેવાતા નીતિન પટેલ (Nitin patel) અગાઉ પ્રમોશન ન મળવાથી નિરાશ થયા...
સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં હવે દક્ષિણ ગુજરાતનો દબદબો વધી ગયો છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ હાઈકમાન્ડ સમક્ષ વજન...
બિઝનેસમેન એલન માસ્ક (Elon musk)ની કંપની સ્પેસએક્સ (Space X)એ તેના પ્રથમ સર્વ-નાગરિક ક્રૂ (All civilian crew)ને અવકાશમાં મોકલ્યા હતા. અને આ રીતે માનવ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારમાં પારડીના ધારાસભ્ય (MLA) કનુભાઈ દેસાઈને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (Minister) તરીકે...
કેરળ (Kerala)ના વિદ્યાર્થીઓ દ્વારા એક પુસ્તક (Book)માં લખવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી છોકરીઓ (Christian girls)ને ફસાવવા માટે લવ જેહાદ (love jihad) ચાલી...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ પર પેચ વર્ક સહિત ડામર નાખવાની કામગીરી કરવામાં આવી હતી.કહેવાય છે કે ડામર અને પાણીને વેર હોય.પરંતુ અસંખ્ય વાહનોથી ધમધમતા અમદાવાદ એક્સપ્રેસ વે થી વડોદરામાં આવતા મુખ્ય માર્ગ સમા તળાવથી અમિતનગર તરફ જતા રોડ પર ચાલુ વરસાદમાં જ રોડ પર પડેલા ખાડાઓમાં ડામર નાખવાની કામગીરી કરવામાં આવતા તંત્રની અણગઢ કામગીરી સપાટી પર આવવા પામી હતી.
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે વડોદરા શહેરના અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી વડોદરામાં આવતો મુખ્ય માર્ગ સમા તળાવ પાસે રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા.જેના કારણે આવતા જતા રાહદારીઓ મુસાફરોને અનેક જાતની તકલીફોનો સામનો કરવો પડતો હતો.હાલ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ સમા તળાવથી અમિતનગર જતા રોડ પર ચાલુ વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનની ગાડીઓ લઈને પેચ વર્ક કરવા કે રોડ બનાવવા માટે કામગીરી કરતા નજરે પડ્યા હતા.કહી શકાય કે ડામર અને પાણીને વેર હોય છે.
એટલે ક્યારે પણ પાણી ભરેલા ખાડાઓ હોય તેમાંથી પાણી કાઢ્યા બાદ સુકાયા પછી તે ખાડા પૂરવાની કામગીરી કરવાની હોય છે.પરંતુ વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા સમા તળાવથી અમિતનગર સુધી ચાલુ વરસાદમાં રોડ પરના ખાડાઓમાં ડામર પૂરવાની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી કરતા સ્પષ્ટ જણાઈ આવે છે કે અહીં પુનઃ ટૂંક સમયમાં ખાડા પડી જશે.આ અંગે જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગર પાલિકામાં નાગરિકો વેરો ભરે છે.એ વેરાનું પાણી થઇ રહ્યું છે.વડોદરા શહેરના મેયર ચેરમેન અને મ્યુ.કમિશનર જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરે છે.
ત્યારે આજની તારીખે પણ વડોદરા શહેરના કોઈપણ રોડ રસ્તામાં ખાડા પડ્યા નહીં હોય એવું કહી શકતા નથી કે કબૂલી શકતા નથી.વડોદરા મહાનગર પાલિકામાં કાળા ડામરના રોડમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે રાજનેતાઓ અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળવાની જગ્યાએ કળતર મળી રહ્યું છે.વડોદરા શહેરના કેટલાય નાગરિકોને કમરના દુખાવા સાથે મણકાના દુખાવાની તકલીફ ભોગવી રહ્યા છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકા સ્માર્ટ સિટીની વાતો બંધ કરી વડોદરા શહેરને સ્માર્ટ રોડ રસ્તા અને સ્માર્ટ પ્રાથમિક સુવિધા આપે તેવી માંગણી કરી હતી.