Top News

More Posts

   The Latest

Most Popular

દરેક વ્યક્તિનું સપનું કરોડપતિ (Millionaire) બનવાનું હોય છે. ક્યાંકથી ખૂબ રૂપિયા કમાઈ (earning) લેવાની ઈચ્છા દરેક વ્યક્તિને થતી હોય છે. જો તમારે પણ ધનિક બનવું હોય તો બાબા રામદેવ (baba ramdev)નો સંપર્ક કરો.

બાબા રામદેવ રાતોરાત કરોડપતિ બનાવી દેવાની ગેરન્ટી આપી રહ્યાં છે. યોગા (yoga)ના એક શિબિર (seminar)માં બાબા રામદેવ પોતાના સમર્થકો અને શિષ્યોને કરોડપતિ બનાવવાની ગેરન્ટી આપી રહ્યાં હતાં. જોકે, યોગ કલા શીખવનાર બાબા રામદેવ આ નિવેદન કરીને ભેરવાઈ ગયા છે. શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીને બાબાનું કથન પસંદ પડ્યું નથી અને ગમે ત્યારે હવે બાબા સામે કાયદાનો કોરડો વિંઝે તેવી શક્યતાઓ ઉભી થઈ છે.

વાત એમ છે કે તાજેતરમાં બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યોગ શિબિરમાં બાબા રામદેવ પોતાના શિષ્યો અને સમર્થકોને કહે છે કે તમે લોકો ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને રૂચિ સોયાના શેર્સમાં રોકાણ કરો. તમે કરોડપતિ બની જશો એ વાતની સંપૂર્ણ ગેરન્ટી મારી છે. હકીકતે આ પ્રકારની ગેરન્ટીની વાત કરવી તે સેબીના નિયમોની વિરૂદ્ધ છે. સેબીના નિયમો પ્રમાણે કોઈ કંપનીનો અધિકારી કે કંપની પોતે રોકાણકારોને લલચાવવા માટે આ પ્રકારના નિવેદનો ન આપી શકે. કોઈ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિને શેર અંગે આવી સલાહ ન આપી શકે.

જો કોઈ વ્યક્તિ લોકોને કોઈ શેરમાં રોકાણ કરવાની સલાહ આપે તો તે સેબીમાં રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર હોવી જોઈએ. સેબીનો ઈતિહાસ રહ્યો છે કે, તેણે આવા કેસમાં આકરૂં વલણ અપનાવ્યું છે. 2017માં આવા જ એક કેસમાં સેબીએ ઈમામીના ચેરમેન આર.એસ. અગ્રવાલને 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કાયદાવિદોના કહેવા પ્રમાણે સેબી પાસે આ મામલે અનેક પાવર છે અને તે આવા નિવેદનો આપતી કંપનીઓના અધિકારીઓને દંડ ફટકારી શકે છે અથવા તેમને વોર્નિંગ આપી શકે છે.

To Top